the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એસ્સાર ઓઇલ યુકેએ 300 મિલિયન ડોલર ઇબીઆઇટીડીએ અને 161 મિલિયન ડોલરનાં પીએટી સાથે નાણાકીય વર્ષ 2017-18માં સારી નાણાકીય કામગીરી કરી

એસ્સાર ઓઇલ યુકેએ 300 મિલિયન ડોલર ઇબીઆઇટીડીએ અને 161 મિલિયન ડોલરનાં પીએટી સાથે નાણાકીય વર્ષ 2017-18માં સારી નાણાકીય કામગીરી કરી

258 મિલિયન ડોલરનાં મૂડીગત ખર્ચ સાથે અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડેશન પૂર્ણ, જે વિશ્વસનિયતા અને નફાકારકતા એમ બંને વધારશે

નાણાકીય વર્ષ 2017-18ની મુખ્ય કામગીરી (પ્રથમ નવ મહિનાનાં સમયગાળા માટે સ્ટેન્લોનું ઉત્પાદન પ્રી-ટર્નએરાઉન્ડ)

  • આવક 5.4 અબજ ડોલર vs નાણાકીય વર્ષ 2016-17માં 4.9 અબજ ડોલર [+10.2%]
  • સતત ત્રીજા વર્ષમાં ઇબીઆઇટીડીએ 300 મિલિયન ડોલર
  • અપગ્રેડ કામને કારણે થોડો સમય બંધ થવા છતાં નાણાકીય વર્ષમાં ફક્ત નવ મહિના કામગીરી કરવા છતાં સ્ટેન્લોનો કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) 161 મિલિયન અમેરિકન ડોલર
  • કરન્ટ પ્રાઇસ ક્રોસ રિફાઇનિંગ માર્જિન (સીપી જીઆરએમ) 9.4 અમેરિકન ડોલર/બીબીએલ vs નાણાકીય વર્ષ 2016-17માં 8.4 અમેરિકન ડોલર/બીબીએલ [+11.9%]
  • પ્રોજેક્ટ ટાઇગર કબ પૂર્ણ થવો અને સ્ટેન્લોનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન હાઈ વેલ્યુ પ્રોડક્ટમાં વધારો, ક્રૂડ ખર્ચમાં ઘટાડો અને આવકમાં વૃદ્ધિ તરફ દોરી જશે
  • વર્ષ દરમિયાન મૂડીગત ખર્ચ અને મેઇન્ટેનન્સમાં 258 મિલિયનનું રોકાણ થયું
  • પ્રોજેક્ટ ટાઇગર કબમાં ઉત્પાદન ક્ષમતા 68 મિલિયન બેરલથી વધીને 75 મિલિયન બેરલ થઈ
  • એરલાઇન વ્યવસાયમાં એવિએશન ઇંધણનાં સીધા પુરવઠા માટે ઘણાં નવા કોન્ટ્રાક્ટ મેળવ્યાં
  • માર્ચ, 2018નાં અંતે બ્રિટનમાં રિટેલ નેટવર્ક વધીને 50થી વધારે સ્ટેશનનું થયું 

લંડન, 4 જુલાઈ, 2018: સ્ટેન્લો રિફાઇનરીની માલિકીની અને ઓપરેટ કરતી એસ્સાર ઓઇલ (યુકે) લિમિટેડે આજે 31 માર્ચ, 2018નાં રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ માટે સારાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.

કાર્યકારી અને નાણાકીય કામગીરી:  મુખ્ય સંકેતો (1 USD = Rs 64.394)

માર્ચનાં અંતે નાણાકીય વર્ષ 2017-18 નાણાકીય વર્ષ 2016-17 ફેરફાર
ઉત્પાદન (MMTમાં) 7.19 9.09 (20.9%)
કુલ આવક (મિલિયન અમેરિકન ડોલરમાં) 5,427(રૂ. 34,947 કરોડ) 4,924(રૂ. 32,975 કરોડ) +10.2%
સીપી જીઆરએમ (અમેરિકન $/બીબીએલ) 9.4 8.4 +11.9%
ઇબીઆઇટીડીએ (મિલિયન અમેરિકન ડોલરમાં) 300(રૂ. 1,932 કરોડ) 311(રૂ. 2,083 કરોડ) (3.5%)
કરવેરાની ચુકવણી પછીનો નફો (મિલિયન અમેરિકન ડોલરમાં) 161(રૂ. 1,037 કરોડ) 168(રૂ. 1,125 કરોડ) (4.2%)

રિફાઇનરીએ મુખ્ય રાષ્ટ્રીય સંપત્તિ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે, જે બ્રિટનનાં રોડ ટ્રાન્સપોર્ટ માટે જરૂરી ઇંધણની 16 ટકાથી વધારે માગનું ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2017-18માં રિફાઇનરીનું કુલ ઉત્પાદન 7.19 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2016-17માં થયેલા કુલ ઉત્પાદનની સરખામણીમાં 20.9 ટકા વધારે હતું. આ વધારા માટે ચોથા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનમાં થયેલો મોટો વધારો જવાબદાર હતો.

એસ્સારનું એક ટ્રેનમાં અનુકૂળ પુનર્ગઠન, ક્રૂડ સ્લેટનું મટિરિયલ ડાઇવર્સિફિકેશન અને છેલ્લાં થોડાં વર્ષોમાં માર્જિન વધારવા પર કેન્દ્રિત પહેલોને પરિણામે 4.00 ડોલર/બીબીએલનાં બેન્ચમાર્ક માર્જિન સામે ડેલ્ટા કે હેજ રેશિયો વધ્યો છે, જે વર્ષ 2012માં 1.00 ડોલર/બીબીએલથી ઓછો હતો.

રિફાઇનરીએ ટર્નએરાઉન્ડ દરમિયાન તમામ પ્રોજેક્ટનાં અપગ્રેડેશનનો અમલ કર્યો છે. માર્જિનમાં સુધારો થવાથી પ્રવર્તમાન બજારમાં વર્ષે સંવર્ધિત માર્જિન 75 મિલિયન ડોલરથી 80 મિલિયન ડોલર થશે એવી અપેક્ષા છે.

એસ્સાર ઓઇલ યુકેનાં ચેરમેન પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કેઃ “સ્ટેન્લો યુરોપમાં ટોચની રિફાઇનરી તરીકે બહાર આવી છે, જે યુરોપમાં 16 ટકા બજારહિસ્સો ધરાવે છે તથા રિટેલ અને એવિએશન ક્ષેત્રોમાં તેની કામગીરી વધી રહી છે. અમે સ્થાયી વ્યવસાય ઊભો કરવા ટેકનોલોજીમાં સક્રિય રોકાણ કરવાનું ચાલુ રાખીશું, જે ઝડપથી બદલાતાં વૈશ્વિક ઊર્જા બજારમાં સ્પર્ધાત્મક સ્થાન જાળવી રાખશે.”

એસ્સાર ઓઇલ યુકેનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ. થંગાપાંડિયને કહ્યું હતું કેઃ “સંપૂર્ણપણે જોઈએ તો આ નાણાકીય વર્ષનાં પ્રથમ છ મહિનાની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી પછી શ્રેષ્ઠ કામગીરી હતી. ઉત્પાદનમાં મોટો વધારો જટિલ અને પડકારજનક ગાળો પુરવાર થયો હતો તથા અમે તમામ અનુભવને સમજ્યાં છીએ અને ભવિષ્યમાં તેનો અમલ થાય એવી સુનિશ્ચિતતા કરીશું. પ્રોજેક્ટ ટાઇગર કબ પૂર્ણ થવો મુખ્ય સકારાત્મક બાબત છે અને કેટલીક દ્રષ્ટિએ અમારી અપેક્ષાથી કરતાં વધારે સારી બાબત છે. હવે બજારહિસ્સામાં વૃદ્ધિ કરવા માર્જિન અને વોલ્યુમાં વધારો કરવા મુખ્ય પહેલો હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.”

એસ્સાર ઓઇલ યુકેનાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સમ્પથ પીએ કહ્યું હતું કેઃ “ટર્નએરાઉન્ડનાં કારણે ઉત્પાદનમાં આયોજિત ઘટાડો અને નોંધપાત્ર મૂડીગત રોકાણ કરવા છતાં કંપનીએ સતત ત્રીજા વર્ષે 300 મિલિયન ડોલરથી વધારેનો ઇબીઆઇટીડીએ કર્યો હતો અને કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) 161 મિલિયન ડોલર થયો હતો. વર્ષ દરમિયાન મુખ્ય અમલ થયેલો સુધારો આગળ જતાં ઊંચા ઉત્પાદન, ક્રૂડનાં ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનની ઉપજનાં મૂલ્યમાં વધારો થવાથી ભવિષ્યમાં માર્જિન વધારશે.”

એસ્સારે સ્ટેન્લોની સારી કામગીરી જાળવી રાખી

નાણાકીય વર્ષ 2017-18 સહિત એસ્સારે જુલાઈ, 2011માં સ્ટેન્લોનું એક્વિઝિશન કર્યું ત્યારથી અત્યાર સુધી 850 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જેથી કંપનીને નફાકારક અને સતત વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કરવામાં મદદ મળી છે.

બોર્ડ બ્રિટન અને તેની બહાર વ્યવસાયમાં સતત વૃદ્ધિ અને વિકાસ મારફતે નાણાકીય કામગીરીમાં સુધારો કરવા વ્યૂહાત્મકપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કંપનીએ ગેસોલિનનાં નિકાસ બજારોને સીધી સેવા પ્રદાન કરવા પહેલી વાર રોટ્ટરડમમાં બ્લેન્ડિંગ અને જેટ્ટી માળખા સાથે સંયુક્તપણે સ્ટોરેજને ભાડાપટ્ટે રાખ્યો છે.

બ્રિટનનાં એરપોર્ટ પર ઘણી એરલાઇન્સ સાથે સમજૂતીઓ થવાથી અગ્રણી એરલાઇન કંપનીઓને એવિએશન ફ્યુઅલ સીધું સપ્લાય કરી તેમાં બજારહિસ્સો વધારવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એસ્સાર બ્રિટનનાં વિવિધ એરપોર્ટ પર જેટ એ-1ની હોલસેલ પુરવઠો પૂરો પાડવામાં અગ્રણી કંપની તરીકે પણ સ્થાન જાળવી રાખશે.

એસ્સારે બ્રિટનનાં રિટેલ બજારમાં પ્રવેશ કર્યો ત્યારથી અત્યાર સુધી તેનું એવોર્ડવિજેતા એસ્સાર નેટવર્ક વધીને 50 સ્ટેશનથી વધારે થયું છે. ચાલુ વર્ષનાં અંતે સ્ટેન્લો રિફાઇનરીની સામે કંપનીની માલિકીની પ્રથમ ફ્લેગશિપ સાઇટ ખુલશે.

માપદંડો સુધારવા અને જોખમ ઘટાડવા હેલ્થ, સેફ્ટી એન્ડ એન્વાયર્મેન્ટ (એચએસઇ)માં સતત રોકાણ સાથે સલામત કામગીરી મુખ્ય હાર્દ અને મહત્ત્વપૂર્ણ વ્યાવસાયિક ઉદ્દેશ તરીકે જળવાઈ રહેશે. વર્ષ 2018માં સૌથી મોટું પરિવર્તન સાઇટનાં ઇતિહાસમાં સૌથી સલામત ડિલિવરી હતી, જેમાં વૈશ્વિક કક્ષાની વ્યક્તિગત સલામતી જાળવવામાં આવી હતી.

એસ્સાર ઓઇલ યુકેએ કાર્યકારી મૂડીગત સુવિધાઓ સ્થાપિત કરી છે અને તેનાં પર લાંબા ગાળાનું ઋણ નથી.

Ends

એસ્સાર ઓઇલ યુકે વિશે

એસ્સાર ઓઇલ (યુકે) લિમિટેડ એસ્સાર એનર્જી લિમિટેડની પેટાકંપની છે, જે સ્ટેન્લો રિફાઇનરીની માલિકી ધરાવે છે અને ઓપરેટ કરે છે, જે લિવરપૂલ નજીક મર્સી એસ્ચ્યુઅરીની દક્ષિણ બાજુએ છે. સ્ટેન્લો બ્રિટનનાં રોડ ટ્રાન્સપોર્ટ ઇંધણનો 16 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં દર વર્ષે 3 અબજ લિટર પેટ્રોલ, 4.4 અબજ લિટર ડિઝલ અને 2.1 અબજ લિટર જેટ ફ્યુઅલ સામેલ છે.

Media contact:  Ian Cotton, Head of Communications, on 0151 350 4583