કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો – પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો – પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત

 

ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો ખાસ કરીને રોજનું રોજ કમાતા પરિવારો-બાળકો, મહિલાઓ મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે ગુજરાતની પ્રજાને રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત કાર્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની પ્રજાની જાન-માલ હાનિનો ભોગ બની રહી છે. સતત પડેલા વરસાદને લીધે રાજ્યમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સેંકડો લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ખેતરો ધોવાઇ ગયા છે. ખેડૂતોને કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ જતાં જનજીવન ઠપ થઇ ગયું છે. સરકારની સદંતર લાપરવાહી અને નિષ્ફળતાને લીધે ગુજરાતની પ્રજા અતિ વરસાદની પરિસ્થિતિનો ભોગ બની રહી છે અતિ ભારે વરસાદની આગાહી હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા કોઈ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી નહિ. અને પરિણામે રાજ્યમાં ૨૮ લોકોના જાન, સરકારની બેપરવાહીને કારણે હોમાઈ ગયા. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રજાને આવી ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી સહાયતા કરવામાં હંમેશા પ્રજાની પડખે રહેવાની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ, સુરત તેમજ અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોને નીચે મુજબ કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવે છે.

 

(૧) અમદાવાદ (મધ્ય ગુજરાત – ઉત્તર ગુજરાત) રાહત કાર્ય કંટ્રોલ રૂમ:-

 • પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય- ફોન નં. ૦૭૯-૨૬૫૮૫૦૯૯, ૨૬૫૭૮૨૧૨
 • શ્રી સતીષભાઈ પંડ્યા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી- મો. ૯૮૨૫૩૭૩૫૨૨
 • શ્રી અમૃતભાઈ પંડ્યા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી- મો. ૯૩૨૮૯૦૭૩૭૨
 • શ્રી કિરણભાઈ પ્રજાપતિ, મુખ્ય સંગઠક સેવાદળ અમદાવાદ શહેર- મો. ૮૪૦૧૫૭૧૩૭૩

 

(૨) રાજકોટ (સૌરાષ્ટ્રના તમામ જીલ્લા) રાહત કાર્ય કંટ્રોલ રૂમ:-

 • શ્રી હિતેશભાઈ વોરા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ- મો. ૯૯૨૪૮૨૭૨૭૬
 • શ્રી હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી- મો. ૯૮૨૪૦૪૧૫૧૪
 • શ્રી મહેશભાઈ રાજપૂત, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ- મો. ૯૮૨૪૪૦૮૦૦૪

 

(૩) સુરત (દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લા) રાહત કાર્ય કંટ્રોલ રૂમ:-

 • શ્રી હસમુખભાઈ દેસાઈ, પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ- મો. ૯૮૨૫૧૧૫૨૦૫
 • શ્રી પ્રફુલભાઈ તોગડીયા, નેતા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ- મો. ૯૮૭૯૩૧૦૪૬૫
 • શ્રી યોગેશભાઈ પટેલ, મુખ્ય સંગઠક સેવાદળ સુરત શહેર- મો. ૯૮૭૯૫૨૯૪૧૭
 • શ્રી શંભુભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ- મો. ૯૪૨૬૧૬૬૬૦૧