કોર્નિંગ દ્વારા ભાવિ પેઢીનાં મોબાઈલ ઉપકરણો માટે સુધારિત ટકાઉપણું પ્રદાન કરવા માટે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6 રજૂ કરવામાં આવ્યું

કોર્નિંગ દ્વારા ભાવિ પેઢીનાં મોબાઈલ ઉપકરણો માટે સુધારિત ટકાઉપણું પ્રદાન કરવા માટે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6 રજૂ કરવામાં આવ્યું

સ્માર્ટફોન્સ ગ્રાહકોના જીવનનો વધુ આંતરિક ભાગ બની રહ્યા છે

ગોરિલા ગ્લાસ 6 ઘણા બધા ડ્રોપ્સ સામે અભૂતપૂર્વ રક્ષણ આપે છે

Corning Incorporated (NYSE:GLW)એ આજે ગ્લાસ ટેકનોલોજીમાં તેની નવી બ્રેકથ્રુCorning®Gorilla® Glass 6રજૂ કરવામાં આવ્યું. ગ્રાહકોના મોબાઈલ ઉપકરણો માટે અત્યંત મજબૂત કવર ગ્લાસ પ્રદાન કરવાના દાયકા લાંબા વારસા પર નિર્મિતકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  કોર્નિંગનો આજ સુધીનો સૌથી ટકાઉ કવર ગ્લાસ છે.

 

ગ્રાહકો તેમના સ્માર્ટફોન્સ પર વધુ આધાર રાખવા લાગ્યા છે ત્યારે સંભવિત હાનિ કરતા ડ્રોપ્સની શક્યતાઓ પણ વધી છે. આથી કવર ગ્લાસ અભૂતપૂર્વ રક્ષણ આપે તે જરૂરી બની ગયું છે, એમ કોર્નિંગ ગોરિલા ગ્લાસના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જોન બેન જણાવ્યું હતું. કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  એકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5માં નવી સુધારણા છે. તે ઉચ્ચ ઊંચાઈથી ડ્રોપ્સને સહનશીલ હોવા સાથે ઘણા બધા ડ્રોપ્સમાંથી ઊગરી આવે તે રીતે ઘડવામાં આવ્યો છે.

 

ટકાઉપણાનો ઉમેરો

હાલના વૈશ્વિક તોલુના કન્ઝયુમર અધ્યયનમાં એવું બહાર આવ્યું હતું કે સરેરાશે લોકો વર્ષમાં સાત વાર તેમના ફોન (ડ્રોપ) નીચે પાડે છે, જેમાં 50% વધુ વખત 1 મીટર અથવા તેનાથી નીચી ઊંચાઈથી પાડે છે. આથી કવર ગ્લાસની કામગીરી સુધારવા માટે કોર્નિંગના વિજ્ઞાનીઓએ ઘણા બધા ડ્રોપ્સના પડકારોને પહોંચી વળતી સંપૂર્ણ નવી સામગ્રી વિકસાવી અને એન્જિનિયરિંગ કરી છે. સરેરાશે લેબ પરીક્ષણોમાંકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  1 મીટરથી અથવા ખરાબ સપાટી પર 15 ડ્રોપ્સમાંથી પણ ઊગરી આવ્યો છે, જેકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 કરતાં બેગણો વધુ બહેતર છે. આ જ પરીક્ષણની સ્થિતિઓમાં સ્પર્ધાત્મક ગ્લાસ સંયોજન, જેમ કે, સોડા લાઈમ અને એલ્યુમિનો સિલિકેટ પ્રથમ ડ્રોપમાં પણ ઊગરી શક્યું નહીં.

કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  સંપૂર્ણ નવા ગ્લાસનું સંયોજન છે, જે તેનેકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 કરતાં જ પણ કોમ્પ્રેશનની ઉચ્ચ નોંધનીય સપાટીઓ સામે પણ રાસાયણિક રીતે મજબૂતી આપે છે. આથીકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  હાનિ સામે વધુ પ્રતિરોધક છે, સએમ કોર્નિંગ ગોરિલા ગ્લાસ અને કોર્નિંગ સ્પેશિયાલ્ટી મટીરિયલ્સના ટેકનોલોજી અને પ્રોડક્ટ વિકાસના વાઈસ પ્રેસિડેન્ટ ડો. જયમિન અમીને જણાવ્યું હતું. ઉપરાંત ડ્રોપ્સ દરમિયાન બ્રેક્સની સંભાવ્યલક્ષી ઘટનામાં વધારાનું કોમ્પ્રેશન સરેરાશે ઘણી બધી ડ્રોપ્સની ઘટનાઓ થકી હયાતિની શક્યતા વધારવામાં મદદ કરે છે.

આધુનિક ડિવાઈસ ડિઝાઈન માટે અવકાશ સ્થાપિત કરે છે

વધુ સપાટીની જગ્યા સાથે વધુ મોટા ફ્રન્ટ ડિસ્પ્લેના ઉમેરા સાથે મોબાઈલ ઉપકરણ ઉત્પાદકો ગ્લાસબેક્સ સાથે ફોનની ડિઝાઈનને અપનાવી રહ્યા છે. આ ડિઝાઈનો ગ્રાહકો માટે નવી વિશિષ્ટતાઓ અને એપ્લિકેશન્સ પૂરા પાડે છે, જેમાં બહેતર વાયરલેસ ચાર્જિંગ, નાના બેઝલ્સ સાથે મોટો સ્ક્રીન આકાર અને પ્રિન્ટેડ ગ્લાસ બેક્સ થકી કસ્ટમાઈઝેશનનો સમાવેશ થાય છે. ઓપ્ટિકલ સ્પષ્ટતા, સ્પર્શ સંવેદનશીલતા, ઘસારા પ્રતિરોધકતા, કાર્યક્ષમ વાયરલેસ ચાર્જિંગ અને બહેતર ટકાઉપણા સાથેકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6 આ નવી ડિઝાઈનના પ્રવાહોને અભિમુખ બનાવવા માટે સજ્જ છે.
ડ્રોપ ઊંચાઈ અને ડ્રોપ સાતત્યતાને પહોંચી વળવા ઉપરાંતકોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  અન્ક્લોઝરના 85% વધુ માટે ગ્લાસનો ઉપયોગ કરતી આધુનિક ડિઝાઈનોની આવશ્યકતાને પણ પહોંચી વળે છે. તેના એસ્થેટિક અને પરફોર્મન્સના એમ બંને લાભો સાથે ગ્લાસ ટેકનોલોજીના છેડા જમણી બાજુ પર છે અને મોબાઈલ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ માટે પસંદગીની સામગ્રી બની રહેશે, એમ કોર્નિંગ ગોરિલા ગ્લાસના માર્કેટિંગ અને ઈનોવેશન પ્રોડક્ટ્સના ડિવિઝન વાઈસ પ્રેસિડેન્ટ સ્કોટ ફોરેસ્ટરે જણાવ્યું હતું.

આજે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 45 મુખ્ય બ્રાન્ડ્સથી વધુ દ્વારા 6 અબજથી વધુ ડિવાઈસીસમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  જીવન પરિવર્તનકારી પ્રોડક્ટો નિર્માણ કરવા માટે ભૌતિક વિજ્ઞાન અને પ્રક્રિયા વિકાસ નિપુણતાની તેની મુખ્ય સમજદારીનો ઉપયોગ કરતાં કોર્નિંગની નાવીન્યતા પ્રત્યે એકધારી કટિબદ્ધતાનો તાજો દાખલો છે.

કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 6  હાલમાં ઘણા બધા ગ્રાહકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે અને આગામી થોડા જ મહિનામાં બજારમાં પહોંચવાની ધારણા છે.