the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગણેશ ફિલ્મ્સ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

ગણેશ ફિલ્મ્સ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (ટાળો)

ગણેશ ફિલ્મ્સ ઈન્ડિયા લિમિટેડ (જીએફઆઇએલ) દક્ષિણ ભારતીય ફિલ્મોના નિર્માણ અથવા સહ-પ્રોડક્શન હાઉસમાંથી વિતરણ અધિકારો હસ્તગત કરવાના કારોબારમાં સંકળાયેલી છે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ટેરિટરીમાં ફેલાયેલા સિનેમા હોલમાં તેનું વિતરણ કરે છે. સંસ્થાપન થયા પછી, કંપનીએ ઘણી ફિલ્મો (“લાઇબ્રેરી”) ના વિતરણ અધિકારોના સંપાદન માટેના કરારમાં પ્રવેશ કર્યો છે. હાલમાં તે ૬૯૬ ની દક્ષિણ ભારતીય ફિલ્મો (તમિલ, તેલુગુ, મલયાલમ અને અન્ય પ્રાદેશિક ભાષા ફિલ્મો સહિત) ની લાઇબ્રેરી ધરાવે છે જેમાં કંપની પાસે એકમાત્ર, અટલ અને બિન-વિશિષ્ટ વિતરણ અધિકાર છે (લાઈનર અને નોન-લાઈનર ઇન્ટરનેટ અધિકારો / આઈપીટીવી અધિકારો સહિત). ભારત સહિત વિશ્વના તમામ પ્રદેશો માટે શાશ્વત શબ્દ માટે સામગ્રીઓ / શીર્ષકોનો ઉપયોગ કરવા માટે લાઇસેંસ, પેટા-લાઇસેંસ, વિતરણ, જાહેરાત, બજાર અને અન્યથા કોઈપણ પ્લેટફોર્મ અથવા ઇન્ટરનેટ અથવા ડિજિટલ આધારિત માધ્યમનો ઉપયોગ કરવા માટે કૉપિરાઇટ હેઠળ ડિજિટલ અધિકારોનો સમાવેશ થાય છે.
GFIL ફિલ્મ નિર્માતાઓ સાથે એસાઈનમેન્ટ/ લાઇસન્સિંગ વ્યવસ્થામાં પ્રવેશ કરીને સ્ત્રોત અથવા ફિલ્મના વિતરણ અધિકારો પ્રાપ્ત કરે છે. ફિલ્મ વિતરણના બહુવિધ સ્વરૂપો દ્વારા સ્ત્રોત અથવા હસ્તગત કરવામાં આવતી બધી ફિલ્મોનો પ્રસાર અને વિતરિણ કરવામાં આવે છે. આ કંપની મેસર્સ ગણેશ ફિલ્મની માલિકીની છે. જે ૧૯૮૫ થી આ ધંધામાં વ્યસ્ત છે. પરંતુ તેની સ્થાપના ૬ મી એપ્રિલ ૨૦૧૮ ના રોજ થયેલ હતીે અને ૯ મી મે, ૨૦૧૮ ના રોજ વિતરણ કાર્યશરૂ કરેલ હતું. ત્યારથી તે બે પ્રાદેશિક ભાષા (તમિળ) ફિલ્મો વિતરિત કરેલ હતી એટલેકે ઈરમ્બૂ થીરાઇ અને ઇરવુક્કુ આયીરામ કંગલ મે ૨૦૧૮ ના મહિનામાં વિતરિત કરેલ.. જી.એફ.આઈ.એલના વેપારમાં (૧) ડિસ્ટ્રીબ્યુશન ટેરિટરીમાં દક્ષિણ ભારતીય ફિલ્મો (તમિલ, તેલુગુ, મલયાલમ અને અન્ય પ્રાદેશિક ભાષા ફિલ્મો સહિત) ના થિયેટરમાં વિતરણનો સમાવેશ થાય છે; અને (ર) ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા તમિલ ફિલ્મોનું વિતરણ, જેમાં મોબાઇલ, ઇન્ટરનેટ અને અન્ય એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે.
ભારતની બીજી ટેરીટરી માટે વધુ દક્ષિણ ભારતિય ફિલ્મોના વિતરણ અધિકારો પ્રાપ્ત કરવાના આયોનના ભાવ રૂપ ફંડ એકત્રિત કરવા, તેમ જ કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૦૫૨૮૦૦ ઈકવીટી શેર રૂ. ૮૦ ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૮.૪૨ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૬.૦૭.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૮.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૩પ% હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર ફેડેક્ષ સિકયુરીટીસ લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. શરુઆતમાં ભાવોભાવ ઈક્વીટી આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર દીઠ રૂ. ૮૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત તેમણે મે ર૦૧૮ માં ૧૦ શેર પર ૪.૧ શેર બોનસ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૩.૨૨ અને રૂ. ૮૦ હતી. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧.૯૫ કરોડ છે તે વધીને રૂ. ૩.૦૧ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, તેની સ્થાપના એપ્રિલ ર૦૧૮ માં થઈ હતી, તેથી ના. વ. ર૦૧૭ સુધીનો તેનો કોઈ ટ્રેક રેકર્ડ નથી. ચાલુ નાણાકીય વર્ષના તા. ૯.૫.૨૦૧૮ થી તા. ૨૦.૫.૨૦૧૮ તેણે કુલ આવક રૂ. ૯.૧૮ લાખમાં રૂ. પ૪૦૦૦ નફો કરેલ છે. આ રીતે ચાલુ નાણાકીય વર્ષમાં તેનો આર્થિક ટ્રેક રેકર્ડ માત્ર પ૦ દિવસનો છે. તા. ૨૦.૫.૨૦૧૮ના એન એ વી રૂ. ૩૧.૧૪ના આધારે ઈસ્યુ ભાવ ર.પ૮ પી/ઈ રેશિયોથી આવે છે અને ફાળવણી પછીના એન એ વી રૂ. ૪૮.૨૪ના આધારે ૧.૬૬ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલી ભાવ લગભગ ૧૫૧+ના આસપાસના પી ઈ રેશિયોથી આવે છે. જે આ ઈસ્યુના અતિશય ભાવ દર્શાવે છે. તેમની કોઈ લીસ્ટેડ હરિફ કંપની નથી.
મર્ચંટ બેંકના મોરચે,આ તેમની ત્રીજી કામગીરી છે અને છેલ્લા ર લીસ્ટીંગ, લીસ્ટીંગના દીવસે ર% થી ૧૧.૧૧% પ્રિમિયમથી થયેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપની પાસે કોઈ નાણાકીય ટ્રેક રેકોર્ડ નથી અને ભાવો બેહદ છે. આ ઈસ્યુને ટાળવામાં કોઈ નુકશાન નથી.