ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા 15 વર્ષ પહેલાના વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે

ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા  15 વર્ષ પહેલાના વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે

જો તમારી પાસે 15 વર્ષથી જૂના વાહનો છે તો તારે ચિંતા કરવાની જરૂર છે. કારણે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 15 વર્ષ પહેલાના વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સાથે જાહેરનામા પ્રમાણે 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નોંધણીમાથી રદ્દ કરવાની પ્રક્રિયા પણ અમલમાં આવશે.

મળતી માહિતી પ્રમાણે રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કમિશનર આર.એમ જાધવે એક જાહેર નામું બહાર પાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, રસ્તાઓ ઉપર વધતા જતા ટ્રાફિક, પ્રદૂષણને લઇને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુત્રોના જણવ્યા પ્રમાણે વાહન વ્યવહાર વિભાગના કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ મુકાશે.

એટલું જ નહીં જાહેરનામા પ્રમાણે 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નોંધણીમાંથી રદ્દ કરવાની પ્રક્રિયા અમલમાં મુકાશે. નજીકના સુત્રોનું માનવું છે કે, વાહન વ્યવહાર વિભાગના કમિશનરના આ જાહેરનામાનો કડકાઇથી અમલ થશે તો રાજ્યના રસ્તાઓ ઉપર જૂના વાહનો ઓછા થશે જેના કારણે વધારે પડતા વાહનોથી થતાં ટ્રાફિકના દ્રશ્યોમાં પણ ઘટાડો થશે. સાથે સાથે જૂના વાહનોથી થતાં હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. જોકે, જોવાનું રહ્યું કે, વાહન વ્યવહાર વિભાગ પોતાના જાહેરનામાનો ક્યારથી કડકાઇ પૂર્વક અમલ કરશે.