ગૂગલ પર સોધો બેવકૂફ તો સૌથી ઉપર દેખાય છે ટ્રંપની તસવીર

ગૂગલ પર સોધો બેવકૂફ તો સૌથી ઉપર દેખાય છે ટ્રંપની તસવીર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાના નિર્ણય બાદથી જ ડોનાલ્ડ ટ્રંપ ગૂગલ પર સૌથી વધારે સર્ચ થતા વ્યક્તિ બની ગયા છે. જોકે તેમણે ક્યારે નહી વિચાર્યું હોય કે, ગૂગલ પર બેવકૂફ (idiot) સર્ચ કરવા પર સૌથી ઉપર તેમની તસવીર જોવા મળશે.

ગૂગલ ઈમેજ સર્ચમાં ઈડિયટ ટાઈપ કરવા પર સૌથી ઉપર ડોનાલ્ડ ટ્રંપનો ફોટો જોવા મળે છે, આ બેબીસ્પિટલ નામની અમેરિકન બ્લોગ સાઈટનો ફોટો છે. આ સાઈટ પર ખાસ કરીને રૂઢિવાદીઓના વિચાર અને તેમની તરફથી ફેલાવવામાં આવતી અફવાઓની સત્યતા જાણવાનું કામ કરે છે.

આ સાઈટે પોતાના વિશે લખ્યું છે કે, હું જૂઠા લોકોથી નફરત કરૂ છું. તેનો મતલબ થયો કે, રિપબ્લિકન્સથી નફરત કરૂ છું. હું જાણી જોઈને કરવામાં આવતી અજ્ઞાનતાને તુચ્છ માનું છું. તેનો મતલબ કે, હું આળસુ રૂઢિવાદી લોકોને તૂચ્છ માનું છું, જે ફોક્સના નકલી ન્યૂઝના આધાર પર મતદાન કરે છે.

આ સાઈટ પર ડોનાલ્ડ ટ્રંપની બેવકૂફી ભરેલી હરકતો પર કેટલાએ લેખ છપાયા છે. જોકે સવાલ એ થાય છે કે, ગૂગલ સર્ચ રિઝલ્ટમાં આખરે ટ્રંપનો જ ચહેરો સૌથી ઉપર જોવા મળે છે.

આનો જવાબ એ છે કે, ગૂગલ ઈમેજ પર જ્યારે તમે કોઈ કીવર્ડ ટાઈપ કરો છો, તો તે સૌથી પહેલા તેમની તસવીર દેખાડે છે, કારણ કે આજ શબ્દને ટેગમાં રાખવામાં આવ્યું છે. આનો મતલબ થયો કે, હજારો લોકોએ ટ્રંપની તસવીર ઈડિયટ શબ્દ સાથે ટેગ કરીને અપલોડ કરી છે.

અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે, આ ગૂગલ ઈમેજ પેજ પર ટ્રંપની બિલકુલ બાજુમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ન્યૂટનની તસવીર જોવા મળે છે. જ્યારે તમે આ પેજ પર નીચેની તફ જોશો તો, તમને ટ્રંપની કેટલીક અન્ય તસવીરો પણ જોવા મળશે.