the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચોમાસું સત્ર પહેલાં વેકૈયા નાયડૂની અધ્યક્ષતામાં મળી સર્વદળીય બેઠક

ચોમાસું સત્ર પહેલાં વેકૈયા નાયડૂની અધ્યક્ષતામાં મળી સર્વદળીય બેઠક
આ બેઠકમાં પીએમ મોદી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર, વિજય ગોયલ, કોંગ્રેસી નેતા આનંદ શર્મા, ગુલાબનબી આઝાદ, એનસીપી નેતા શરદ પવાર સહિતના નેતાઓએ ભાગ લીધો હતો

નવીદિલ્હી
સંસદના ચોમાસું સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન વેકૈયા નાયડૂની અધ્યક્ષતામાં બોલાવાયેલી સર્વદળીય બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર, વિજય ગોયલ, કોંગ્રેસી નેતા આનંદ શર્મા, ગુલાબનબી આઝાદ, એનસીપી નેતા શરદ પવાર સહિતના નેતાઓએ ભાગ લીધો હતો.
બેઠકમાં સત્ર સારી રીતે ચાલે તે વાત પર બધાં જ સંમત થયા. બેઠક પછી અનંતકુમારે કહ્યું કે આજે તમામ દળોના નેતાઓની સાથે વાતચીત થઈ. તેમણે કહ્યું કે બેઠકમાં તમામને પોતાની વાત જણાવવાનો અવસર મળ્યો. આ બેઠક સકારાત્મક રહી. તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી સર્વદળીય બેઠકમાં મેં દિલ્હી સરકારને કામ કરવા દેવામાં આવે તેવી માંગ કરી. પીએમ મોદીએ દરેકના મુદ્દા સાંભળ્યા પછી કહ્યું કે ચોમાસું સત્રમાં તમામ મામલાઓ પર ચર્ચા કરવામાં આવશે.વિપક્ષી દળોએ ગઠબંધનની ફોર્મુલાની સાથે આજે સરકારની સાથે થયેલી સર્વદળીય બેઠકમાં એ મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી કે જેના પર સરકાર પાસેથી જવાબ ઈચ્છવામાં આવતો હતો. વિપક્ષી દળોએ રણનીતિ બનાવી છે કે કોઈપણ સંજોગોમાં બંને ગૃહને ચાલવા દેવામાં આવે. જેથી કરીને સંસદની અંદર જ સરકારને ઘેરી શકાય. વિપક્ષ આશ્વાસન ઈચ્છે છે કે સરકાર પોતાના સહયોગી દળોને ગૃહમાં અવરોધ ઉત્પન્ન કરતા રોકે.આજે જ એનડીએઅન્ય વિપક્ષી દળો પણ સમર્થન આપવા તૈયાર છે. જો કે આ વાતની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે ટીડીપીને કારણે ગૃહમાં ખલેલ ન પડે. ટીડીપી અને એઆઈડીએમકેની માંગને લઈને પણ વિપક્ષ સરકાર પાસેથી દરમિયાનગીરી ઈચ્છે છે.વિપક્ષી દળોની બેઠકમાં રાજ્યસભાના ઉપસભાપતિ માટે સંયુક્ત ઉમેદવાર ઉતારવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જો કે વિપક્ષી દળો ઈચ્છે છે કે આ સંબંધમાં પહેલ સરકારની તરફથી થાય. જો ઉપસભાપતિને લઈને ચૂંટણીની સ્થિતિ ઉભી થાય તો વિપક્ષનો પોતાનો ઉમેદવાર હશે.વિપક્ષે સરકારને ઘેરવા માટે અર્થ વ્યવસ્થા, મોબલિંચિંગ, કાશ્મીર મુદ્દો, માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દાઓને અગ્રીમતા આપવા નિર્ણય લીધો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પરંપરાગત ઢંગથી સત્ર પહેલા વિપક્ષી દળો સાથે એક સાથ બેઠક કરીને ગૃહમાં બેરોજગારી, ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા, વિશ્વવિદ્યાલયોમાં એસટી એસટીને અનામત સમાપ્ત કરવા વિશેના મુદ્દા ઉઠાવવા વિશે ચર્ચા કરી.સર્વદળીય બેઠકમાં તમામ દળોના નેતા પોતાની વાત રાખશે. બેઠકમાં શામેલ થયેલા વિપક્ષની ૧૩ પાર્ટીઓએ નક્કી કર્યું છે કે અમે ગૃહ ચાલે તેમ જોવા ઈચ્છીએ છીએ. ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે દેશના લોકોના મુદ્દા ઉઠાવવા ઈચ્છીએ છીએ. ગયી વખતે તમામ વિપક્ષ એ ઈચ્છતો હતો કે બંને ગૃહ ચાલે. પણ પહેલી વાર એવું જોવા મળ્યું કે સરકાર ઈચ્છતિ નથી કે સંસદ ચાલે. ગયી વખતે રૂલિંગ પાર્ટીના સહયોગી દળોએ સંસદને ચાલવા ન દીધી પણ આરોપ લગાવવામાં આવ્યો કે વિપક્ષે હોબાળો મચાવ્યો.બેઠકમાં એનસીપી નેતા શરદ પવાર, સપામાંથી પ્રોફેસર રામ ગોપાલ યાદવ, બસપામાંથી સતીશ ચંદ્ર મિશ્રા, સીપીઆઈમાંથી ડી. રાજા, આરજેડીમાંથી મીસા ભારતી, ટીએમસીમાંથી સાંસદ સુખેન્દુ શેખર રાય, ડીએમકેમાંથી ઈલેંગવાન, સીપીઆઈએમમાંથી મો. સલીમ, જેડીએસમાંથી ડી કુપેન્દ્ર રેડ્ડી, આએસપીમાંથી એન કે પ્રેમચંદ્રન, કેસીએમમાંથી જોસ કે મની તે સિવાય કોંગ્રેસમાંથી ગુલાબ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિધિંયા હાજર રહ્યાં હતા.