જાપાનમાં વરસાદ : લાખો લોકોને સુરક્ષિત ખસેડાયા

સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી
જાપાનમાં વરસાદ : લાખો લોકોને સુરક્ષિત ખસેડાયા
મોતનો આંકડો વધીને હવે ૧૦૦થી પર પહોંચ્યો : બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણો જારી : હાલત કફોડી

હિરોશિમા,તા. ૯
જાપાનમાં ભારે વરસાદના કારણે હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. બચાવ અને રાહત કામગીરીમાં હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં મકાનો પણ ડુબી ગયા છે. જાપાન સરકારે કહ્યુ છે કે ભારે વરસાદના કારણે હજુ સુધી ૧૦૦ લોકોના મોત થઇ ચુક્યા છે. વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા કહેવામાં આવ્યુ છે કે ભારે વરસાદ બાદ સમયની સાથે જંગ જારી છે. દરેક પસાર થઇ રહેલી મિનિટોની સાથે સમય વધારે ખરાબ થઇ રહ્યો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ચીફ સેક્રેટરી યોસિદી સુગાએ સોમવારના દિવસે આજે સવારે કહ્યુ હતુ કે ૮૭ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. ૧૩ લોકો લાપતા થયેલા છે. રાહત અને બચાવ કામગીરીમાં ૪૦થી વધારે હેલિકોપ્ટર લાગેલા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવી લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. પશ્ચિમી જાપાનમાં સ્થિતી સૌથી વધારે ખરાબ થયેલી છે. કેટલાક ગામ પૂર્ણ રીતે ડુબી ગયા છે. કેટલાક લોકો બચવા માટે છત પર આશ્રય લઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે એકાએક પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ભારે વરસાદ અને પુરના કારણે આશરે ૨૦ લાખ લોકોને પ્રતિકુળ અસર થઇ રહી છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. હિરોશિમા પ્રાંતના અધિકારીએ કહ્યુ હતુ કે અમે ૨૩ કલાક બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. પાણી અને ગેસ કનેક્શન સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી ચુક્યા છે. સેંકડો મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અથવા તો નુકસાન પામી ચુક્યા છે. એક વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી વરસાદના લીધે હાલત કફોડી બની છે. હિરોસિમા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ૫૪૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે.

જાપાનમાં ભારે તબાહી

જાપાનમાં ભારે વરસાદના કારણે હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. જાપાનમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની છે. જાપાનમાં વરસાદીનું ચિત્ર નીચે મુજબ છે.
પુર-વરસાદમાં મોત ૧૦૦
સુરક્ષિત ખસેડાયા ૨૦ લાખ
લાપત્તા લોકોની સંખ્યા ૫૮
અટવાયેલા લોકોની સંખ્યા ૨૦૦૦થી વધુ
હેલિકોપ્ટર સેવામાં લેવાયા ૪૦
રાહત કામમાં જવાનો હજારો
સૌથી વધુ નુકસાન હિરોશિમા, ક્યુવેટો