ઝારખંડમાં યુવા ભાજપના કાર્યકરોએ સ્વામી અગ્નિવેશને લમધાર્યા, કપડાં ફાડી નાખ્યા

ઝારખંડમાં યુવા ભાજપના કાર્યકરોએ સ્વામી અગ્નિવેશને લમધાર્યા, કપડાં ફાડી નાખ્યા

 

ન્યૂઝ18 ગુજરાતી : સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશને આજે ઝારખંડમાં માર પડ્યો। ઝારખંડના પાકુડ જિલ્લામાં મંગળવારે તમને માર મારવાની ઘટના સામે આવી હતી. કહેવાય છે કે ભાજપના યુવા મોરચાના કાર્યકરોએ અગ્નિવેશને માર મારીને તેમના કપડાં ફાડી નાખ્યા હતા.

સ્વામી અગ્નિવેશ રાંચીથી 350 કિલોમીટર દૂર પાકુડ જિલ્લામાં 195-માં ‘દામીન મહોત્સવ’માં ભાગ લેવા અત્રે આવ્યા હતા. ભાજપના કથિત કાર્યકરોએ તેમને ખુબ માર્યા હતા. તેમની થયેલી ઇજાના નિશાન પણ દેખાય છે. વળી, તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના ધ્યાને આવતા જ ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસે ઘટનાની તપાસના આદેશો આપી દીધા છે.

ઉક્ત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સ્વામી અગ્નિવેશ જ્યાર તેમની હોટેલમાંથી બહાર આવ્યા કે તુર્તજ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ તેમના ઉપર હુમલો કરી દીધો હતો. કહેવાય છે કે, સ્વામી અગિનવેશે બીફ ખાવા ઉપર થોડા સમય પૂર્વે આપેલા નિવેદનથી કાર્યકરો નારાજ હતા.

સ્વામી અગ્નિવેશ સાથે મારપીટની આ પહેલી ઘટના નથી. આ પહેલા મે, 2011માં ગુજરાતમાં અમદાવાદમાં એક જાહેરસભામાં સ્વામી અગ્નિવેશ સાથે એક સંતે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ સંતે જાહેરસભામાં જ અગ્નિવેશને લાફો મારી દીધો હતો. તત્કાલીન સમયે અમરનાથમાં શિવલિંગ અંગે આપેલા નિવેદનથી સંત સમાજ નારાજ હતો.