ઝી ટીવી પ્રસારિત કરે છે, ક્રિટીકલી વખણાયેલી મુક્કાબાઝ રવિવાર, 22મી જુલાઈ, રાત્રે 9.30 વાગ્યે

ઝી ટીવી પ્રસારિત કરે છે, ક્રિટીકલી વખણાયેલી મુક્કાબાઝ રવિવાર, 22મી જુલાઈ, રાત્રે 9.30 વાગ્યે

એક મહેનતું માણસ પોતાની જાતને ઉત્તર પ્રદેશના માઈક ટાયશન તરીકે ઓળખાવે છે અને ઈચ્છે છે કે એક એવો વ્યક્તિ બને જેને સમાજમાં માન મળે. મુક્કાબાજ એ શ્રવણ સીંઘની વાર્તા છે, એક એવો વ્યક્તિ જે બૉક્સિંગની દુનિયામાં પોતાની છાપ બનાવવા માટે જુસ્સો ધરાવનાર, નિશ્ચિત અને નિર્ધારિત બોક્સર છે. રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ વિજેતા અનુરાગ કશ્યપ દ્વારા, ડિરેક્ટ અને સહ-નિર્માતા, મુક્કાબાઝને 2017ના ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અને 2017 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. વિનિત કુમાર સિંઘ, ઝોયા હુસ્સૈન, રવિ કિશન અને જિમ્મી શેરગીલને અગ્રણી ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મ ઝી સિનેમા હોમ ઓફ બ્લોકબસ્ટ પર, રવિવાર, 22મી જુલાઈ, 2018ના રોજ રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થવા માટે તૈયાર છે.

એક એવી ફિલ્મ કે જે જાતિ અને રમતની હાલની રાજકારણને પ્રકાશિત કરે છે, મુક્કાબાજ એ સમાજની વ્યવસ્થા અને ઢોંગીપણું જે સમાજમાં ચાલી રહ્યું છે તેમાં ઉંડાણપુર્વકનો જાય છે. આ મુવીમાં પ્રેમ અને રમૂજની અદ્ભુત સંયોજન છે અને તે  પિતા-પુત્ર અને પતિ-પત્ની સંબંધ વચ્ચેની મજાક ઉઠાવે છે. અનુરાગ કશ્યપ, એક વ્યક્તિ જે આ બધા નાટકની પાછળ છે અને તે ગુનાખોરીની ઘોર દુનિયાને બહાર લાવે છે, તે કહે છે કે ભારતના મુવી જોનારાઓને શું ગમે છે કે તે પ્રેમ કથા દ્વારા તે જાણે છે. મેં શીખ્યું  છે કે ભારતમાં તમારે કંઈ પણ કહેવું હોય તે તમે એક પ્રેમ કથા સ્વરૂપે કહો. તે જ લોકો સમજે છે. આ મારી પહેલી સંપુર્ણ પ્રેમ કથા છે. તેમ અનુરાગ કશ્યપ જણાવે છે.

ફિલ્મ એક સમાજની તીક્ષ્ણ વાર્તા છે જે શ્રવણ સીંઘ, એક સામાન્ય માણસ જે તેના પ્રેમ માટે અને બોક્સીંગની કારર્કિદી માટે લડે છે. ઘણી બધી લડાઈઓ જે શ્રવણને લડવી પડે છે તેમાંથી, એક છે સ્થાનિક ગુંડા સાથે જેનું નામ ભગવાન દાસ મીશ્રા (જીમી શેરગીલ) જે સ્ટેટ બોક્સીંગ ફેડરેશનના પણ વડા છે. આ બંન્ને વચ્ચે લડાઈ ત્યારે શરૂ થાય છે જ્યારે શ્રવણ ભગવાનની હિંમતવાન, મુક ભાણી સુનૈના મીશ્રા (ઝોયા હુસૈન). ભગવાન દાસ એ શ્રવણની બોક્સીંગ કારર્કિદી બગાડવા માટે અને તેની ભાણી થી દુર રાખવા પ્રયત્નશીલ રહે છે. વાર્તા શ્રવણના સપનાં પુરા કરવા અને તેના પ્રેમને પામવા માટે આગળ વધે છે સાથોસાથ ચઢાવતા વર્ગવાદ અને બોક્સિંગ ફેડરેશનના ભ્રષ્ટાચારના સ્વરૂપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણ દ્વારા વધારો મળે છે.

વિનિત કુમાર સિંઘ જે મુખ્ય ભૂમિકામાં છે, તે કહે છે, “મુક્કાબાઝ એ એક બોક્સરની વાર્તા છે, જે ઉદ્યોગમાં પોતાનું નામ બનાવવા ઇચ્છે છે. આ મૂવી ઘણા અલગ- અલગ મુદ્દા અને એક રમતવીરને ભારતમાં તેની સફળતા મેળવવા માટે પડતી મુશ્કેલીઓને બતાવીને તેનો પ્રવાસ બતાવે છે. મારી દ્રષ્ટિએ, ફિલ્મ એક શુદ્ધ જુસ્સાની સાથે આપણા દેશના યુવા અને ઉત્સાહિત રમતવિરો વિશે ઓછા જાણિતા તથ્યોને રજૂ કરવાના ઇરાદા સાથે તૈયાર કરવામાં આવી છે. આપણે હંમેશા વિજેતાઓનની વાર્તા સાંભળી છે, પરંતુ આ મૂવી એવા પ્રતિભાશાળી રમતવીરોની છે, જેમને કેટલાક અડચણ ઉભા થાય તેવા કારણોસર તેમની ઓળખાણ નથી ઉભી કરી શકતા.”

શું શ્રવણ સિંઘ તેની પ્રમિકાનું દિલ જીતી અને બોક્સીંગમાં પોતાની જાતની કારકીર્દી બનાવી શકશે?

 જાણવા માટે, જૂઓ મુક્કાબાઝ રવિવાર, 22મી જુલાઈ, 2018ના રોજ રાત્રે 9.30 વાગ્યે ફક્ત ઝી સિનેમા પર!