the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટીસીએનએસ ક્લોથિંગ આઇપીઓ રિવ્યૂ (લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરો)

ટીસીએનએસ ક્લોથિંગ આઇપીઓ રિવ્યૂ

ટીસીએનએસ કલોથીંગ કંપની લિમિટેડ (્‌ઝ્રદ્ગજી) મે ૨૦૧૮ના રોજ (ટેક્નોપાક પ્રમાણે) મુજબ વિશિષ્ટ બ્રાંડ આઉટલેટ્‌સની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારતની અગ્રણી મહિલા બ્રાન્ડેડ એપરલ કંપનીમાંનીઓમાંની એક છે. તે બહુવિધ બ્રાન્ડ્‌સમાં મહિલા બ્રાન્ડેડ એપરલના વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે, તેની ડિઝાઇન, ઉત્પાદન કરે છે અને સમગ્ર ભારતમાં બહુવિધ વિતરણ ચેનલો મારફતે તેમ જ છૂટક વેચાણ કરે છે માર્ચ ૩૧, ૨૦૧૮ સુધીમાં, ટીસીએસે તેના ઉત્પાદનોને ૪૬૫ વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્‌સ, ૧,૪૬૯ મોટા ફોર્મેટ સ્ટોર આઉટલેટ્‌સ અને ૧,૫૨૨ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્‌સ દ્વારા વેચ્યાં હતા, જે ભારતમાં ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત છે. તેણે નેપાળ, મોરિશિયસ અને શ્રીલંકામાં છ વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્‌સ દ્વારા ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. વધુમાં, ટીસીએસે તેના ઉત્પાદનો અને ઓનલાઇન રિટેલર્સ દ્વારા તેના ઉત્પાદનો વેચ્યા છે.
કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ટોપ-વેર, બોટમ વેર, ડ્રેપીસ, કોમ્બીનેશ-સેટ્‌સ અને એસેસરીઝનો સમાવેશ થાય છે, જે ભારતીય મહિલાની વિવિધ પ્રકારની આવશ્યકતાઓ પૂરી પાડે છે, જેમાં દરરોજનાં વસ્ત્રો, કયારેક પહેરવાનાં વસ્ત્રો, કામ કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો અને પ્રસંગે પહેરવાનાં વસ્ત્રોનો સમાવેશ થાય છે. ટીસીએસ ત્રણ બ્રાન્ડ્‌સ હેઠળ તેના ઉત્પાદનો વેચે છે જેવા કે “ડબલ્યુ”, “ઓરેલીયા” અને “વીશફૂલ”. આ કંપની મૂડી કાર્યક્ષમતા અને સ્કેલેબલ બિઝનેસ મોડલ સાથે કામ કરે છે. તે દેવા મુક્ત કંપની છે અને એસેટ લાઈટ બિઝનેસ મોડેલ ધરાવે છે. તે સપ્લાયર્સ અને જોબ વર્કરો સાથે લાંબા સમયના સંબંધ ધરાવે છે.
લીસ્ટીંગ ગેઈન્સ અને શેરહોલ્ડરોની મૂડી છૂટી કરવા, ટીસીએનએસ મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ર નો એક એવા ૧૫૭૧૪૦૩૮ ઈકવીટી શેર, બુકબીલ્ડીંગ રૂટ દ્વારા ઓફર કરીને મૂડી બજારમાં આવી રહી છે. તેની ઓફર વેચાણ માટેની છે અને પ્રાઈસબેન્ડ રૂ. ૭૧૪-૭૧૬ છે.આ દ્વારા કંપની નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે રૂ. ૧૧૨૧.૯૮-૧૧૨૫.૧૩ કરોડ એકત્રીત કરવા માગે છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૮.૦૭.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૦.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૫.૬૩ % હિસ્સો આપશે. આ સેકંડરી ઓફર હોવાથી, ઈસ્યુ પછી પણ તેમની મૂડી રૂ. ૧૨.૨૬ કરોડ રહેશે. શરુઆતમાં ભાવો ભાવ શેર આપ્યા પછી તેમણે બીજા શેર રૂ. ૪.૩૬ થી રૂ. ૩૭૩.૨૬ના ભાવે આપેલ હતા.(રૂ. ર ની મૂળ કીંમતનાશેર- માર્ચ ર૦૦૪ થી જુન ર૦૧૮ દરમ્યાન). આ ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર કોટક મહિન્દ્ર કેપિટલ કું. લી, અને સીટીગ્રુપ ગ્લોબલ માૃકેટસ ઈન્ડિયા પ્રા. લી છે જયારે કાર્વી કોમ્પ્યુટરશેર પ્રા. લી. આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૩.૪૭ અને રૂ. ૩૦.૫૩ હતી. વેચાણકર્તા શેરહોલ્ડર્સની શેર સંપાદનની કિંમત શેર દીઠ રૂ. ર થી રૂ. ૩૭૩.૨૬ હતી.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂ. ૪૮૮.૧૪ કરોડ / રૂ. – (૪૧.૫૦) કરોડ (પ્રોફોર્મા આધાર પર) (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૭૧૨.૯૭ કરોડ / રૂ. ૧૫.૮૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૮૪૯.૧૬ કરોડ / રૂ. ૯૮.૧૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) નોંધાવેલ છે. તેમનો કર્મચારીઓના હિતનો ખર્ચ ના. વ. ર૦૧૬ માં રૂ. ૧૫૭.૬૨ કરોડ હતો તે ના. વ. ૨૦૧૮ માં ઘટીને રૂ. ૧૨૩.૬૧ કરોડ થયેલ છે. જો કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે તેમના કાર્ય દ્વારા આવકમાં વાર્ષિક વિકાસ દર ૩ર% અને પ્રફીટ આફ્ટર ટેક્ષમાં એડજસ્ટેડ વાર્ષિક વિકાસ દર પ૭ ટકા બતાવેલ છે. આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૭.ર૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ -(૧.૦૮) ટકા બતાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજના એન એ વી ૭૬.૫૪ના આધારે આ ઈસ્યુનો ભાવ ૯.૧૭ ના પી/બીવી થી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને ધ્યાનમાં લઈએ અને તેને હાલના ભરપાઈ થયેલ ઈકવીટીમાં વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૪૪+ ના પી/ઈ રેશિયોથી આસપાસ આવે છે, જે સામે આ ઉદ્યોગનો પી ઈ રેશિયો ૬૮ની આસપાસ છે. ઓફર ડોકયુમેન્ટ મુજબ, તેમણે પેજ ઈન્ડ., આદિત્ય બિરલા ફેશન, ફયુચર લાઈફસટાઈલ અને કેવલ કિરણને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દૃશાવેલ છે, જેઓ હાલમાં લગભગ ૬૨, ૯૧, ૬૧ અને ર૩ (તા. ૧૧.૭.૧૮ના રોજ) ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. જો કે ચૂસ્ત રીતે તેઓની એક બીજા સાથે સરખામણી કરી શકાય તેમ નથી.
બીઆરએલએમ મોરચે,આ ઓફર સાથે બે મર્ચંટ બેંકર્સ જોડાયેલ છે, જેઓએ છેલ્લા ત્રણ વર્ષમા ર૯ ઈસ્યુનું સંચાલન કરેલ છે, જેમાંના ૧૦ ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ઈસ્યુભાવથી નીચે બંધ આવેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ સેગમેન્ટ જીએસટી સાથે અસંગઠિત થી સંગઠિત ખેલાડીમાં પરિવર્તિત થાય છે, આ કંપની ભવિષ્યમાં તેજસ્વી ભાવિ ધરાવે છે. સેગમેન્ટમાં પ્રથમ પ્રેરક બનેલ છે, તેથી ફેન્સી આગળ વધી શકે છે. જો કે આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે, છતાં, રોકાણકારો લાંબા ગાળાના વળતર માટે રોકાણ કરવા માટે વિચાર કરી શકે છે.