ટેક્સિલા અમેરિકન યુનિવર્સિટીએ એમબીબીએસ પ્રોગ્રામ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ્સ જાહેર કરી

ટેક્સિલા અમેરિકન યુનિવર્સિટીએ એમબીબીએસ પ્રોગ્રામ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ્સ જાહેર કરી

 

જુલાઈ, 2018

ટેક્સિલા અમેરિકન યુનિવર્સિટી (ટીએયુ) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે તેમની તબીબી આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આકર્ષક સ્કોલરશિપ્સની જાહેરાત કરી છે. ટીએયુ સાઉથ અમેરિકાના ગુયાનામાં એમસીઆઈ માન્યતાપ્રાપ્ત મેડિસીન પ્રોગ્રામ ઓફર કરે છે. યુનિવર્સિટી દરેક હોસિયાર વિદ્યાર્થીઓને રૂ. 10 લાખ સુધીની સ્કોલરશિપ્સ આપી રહી છે.

ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 82 મેડિકલ કોલેજોની માન્યતા રદ કરી હોવાથી કમસેકમ 10,000 એમબીબીએસની બેઠકો રાષ્ટ્ર‌ભરમાં બ્લોક થઈ ચૂકી છે. આ મોટું અંતર ભરી કાઢવા માટે ટીએયુ ઈચ્છુક વિદ્યાર્થીઓને આકર્ષક સ્કોલરશિપ સાથે મદદ કરીને ડોક્ટર બનવાનાં તેમનાં સપનાં સાકાર કરવાની તક આપે છે, એમ ટેક્સિલા અમેરિકન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી એસ પી સાજુ ભાસ્કરે જણાવ્યું હતું.

ભારતમાં મેડિકલ કોલેજોમાં ફક્ત 65000 એમબીબીએસની સીટ છે અને દર વર્ષે લાખ્ખો વિદ્યાર્થીઓ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ આપે છે. આથી ભારતમાં ડોક્ટર બનવા માગતા મોટા ભાગના વિદ્યાર્થીઓને મેડિકલ સીટ મળવાનું મુશ્કેલ બને છે. આથી ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ માટે અગ્રતાનો વિકલ્પ એમબીબીએસ વિદોશમાં ભણવાનો વિચાર કરવાનો રહે છે.

વર્ષ 2010માં સ્થાપિત ટીએયુ ખાસ કરીને તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, પંજાબ, દિલ્હી, ગુજરાત અને ઈશાનનાં રાજ્યો જેવા રાજ્યો સહિત ભારતમાંથી વિદ્યાર્થીઓ માટે મનગમતું સ્થળ છે. ઉપરાંત અમારે ત્યાં 40 અલગ અલગ દેશના વિદ્યાર્થી ભણે છે, જે અમને ખરા અર્થમાં વૈશ્વિક યુનિવર્સિટી બનાવે છે, એમ ટીએયુના ગુયાના કેમ્પસના વાઈસ ચાન્સેલર ડો. આનંદે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને ઘર જેવું લાગે તે કે માટે અમે ગુયાની, ભારતીય, અમેરિકન અને ચીની ખાદ્યો અમારી કેન્ટીનમાં પીરસીએ છીએ, એમ પણ તેમણે ઉમેર્યું હતું.