તાજમહેલમાં બહારના લોકો હવે નહીં પઢી શકે નમાઝઃ સુપ્રીમ

તાજમહેલમાં બહારના લોકો હવે નહીં પઢી શકે નમાઝઃ સુપ્રીમ
ગત વર્ષે માંગણી કરવામાં આવી હતી, તાજમહેલમાં કા તો નમાઝ બંધ કરવામાં આવે અથવા તો શિવચાલીસા વાંચવાની મંજૂરી આપવામાં આવ

નવીદિલ્હી
આગરા સ્થિત આવેલા તાજમહેલમાં હવે નમાઝ પઢવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે બહારના લોકો અહીં નમાઝ પઢી શકશે નહીં. જો કે સ્થાનિક નાગરિકો અહીં નમાઝ પઢી શકે છે. જણાવી દઈએ કે, આ અંગે અગાઉ સ્થાનિક નમાઝીઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગ કરી હતી કે, સ્થાનિક લોકોની સાથે બહારી લોકોને પણ તાજમહેલમાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, તાજમહેલ સ્થિત મસ્જિદમાં દર શુક્રવારે ઝુમ્માની નમાઝ પઢવામાં આવે છે, જેને લઈને અમુક લોકો દ્વારા વિરોધ કરાયો છે. અને આ જ કારણે શુક્રવારે તાજમહેલ બંધ રાખવામાં આવે છે.
આ ઉપરાંત ગત વર્ષે માંગણી કરવામાં આવી હતી, તાજમહેલમાં કા તો નમાઝ બંધ કરવામાં આવે અથવા તો શિવચાલીસા વાંચવાની મંજૂરી આપવામાં આવે.અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઈતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સિમિતિ દ્વારા માંગ કરાઇ હતી કે તાજમહેલમાં શુક્રવારે થનાર નમાઝ પર રોક લગાવવામાં આવે. ઘણી વખત ભાજપના નેતાઓ પણ આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમને તાજમહેલને શિવમંદિર બતાવ્યું છે. અમુક લોકએ તો તાજમહેલને તેજોમહાલય પણ ગણાવ્યો હતો.ે