તારક મહેતા ફેમ ડૉ. હાથીનું હાર્ટ એટેકથી થયું નિધન

તારક મહેતા ફેમ ડૉ. હાથીનું હાર્ટ એટેકથી થયું નિધન
કવી કુમાર આઝાદે તેમની નાદુરસ્ત તબીયતને પગલે સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી સાથે સવારે વાત કરી હતી

મુંબઇ
સુપ્રસિદ્ધ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ડૉ. હંસરાજ હાથીના રોલમાં જોવા મળતા કલાકાર કવી કુમાર આઝાદનું સોમવારે હાર્ટ એટેકને લીધે નિધન થયું હતું. મુંબઈના મીરા રોડ વૉકહાર્ટ હોસ્પિટલમાં હ્રદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ટેલિવૂડ ઉપરાંત બોલિવૂડમાં પણ તેમણ કામ કર્યું હતું. કવી કુમારે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મો કરી હતી.સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શોકમાં ભારે લોકપ્રિય છે અને તેના દરેક કેરેક્ટર્સને લોકો ચાહે છે. પ્રાપ્ત વિગતો મુજબ કવી કીમાર આઝાદ છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને તેઓ કોમામાં સરી પડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જો કે હાર્ટ એટેકને પગલે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. કવી કુમાર આઝાદે તેમની નાદુરસ્ત તબીયતને પગલે સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી સાથે સવારે વાત કરી હતી અને તેઓ શોના શૂટમાં હાજર નહીં રહી શકે તેમ જણાવ્યું હતું. જો કે તેમની અસિત મોદી સાથે વાત થયાની ગણતરીના કલાકો બાદ તેમના અવસાનના સમાચાર આવતા શોના તમામ કલાકારો તેમજ ક્રૂના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આઝાદ મૂળ બિહારના હતા અને તેઓ નાની ઉંમરે ઘરેથી ભાગી ગયા હતા. તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા અને સારા રોલની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમણે પોતાની ઓબેસિટીનો લાભ લેતા દરેક કેરેક્ટરને રમૂજી બનાવ્યું હતું તેમજ તારક મહેતામાં ડૉ. હાથીના રોલમાં દર્શકોને ભારે હસાવ્યા હતા.