ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમ કોઇ એક રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરાશે નહીં

ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમ
કોઇ એક રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરાશે નહીં
જરૂર મુજબ ગઠબંધન કરવાની કોંગ્રેસની વ્યૂહરચના પર માયાએ પાણી ફેરવ્યું : રાજસ્થાનમાં ગઠબંધન ઉપર ભાર

નવીદિલ્હી,તા. ૧૭
બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કરવાના કોંગ્રેસના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગઠબંધન કોઇ એક રાજ્યમાં કરવામાં આવશે નહીં. જો ગઠબંધન થશે તો ત્રણેય રાજ્યોમાં કરવામાં આવશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરવા પ્રયાસો હાથ ધર્યા છે. તેના જવાબમાં બહુજન સમાજ પાર્ટીના ટોચના લોકોનું કહેવું છે કે, જો ગઠબંધન થશે તો ત્રણેય રાજ્યમાં કરવામાં આવશે. કોઇ એક રાજ્યમાં કરવામાં આવશે નહીં. માત્ર મધ્યપ્રદેશમાં ગઠબંધન કરવામાં આવશે નહીં. માયાવતી માત્ર મધ્યપ્રદેશમાં નહીં બલ્કે તમામ ચૂંટણીવાળા રાજ્યોમાં ગઠબંધન કરવા ઇચ્છુક છે. જેના પરિણામ સ્વરુપે કોંગ્રેસ હાઈકમાન્ડની ચિંતા વધી ગઈ છે. વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે.
બહુજન સમાજ પાર્ટી ત્રણેય રાજ્યોમાં સાથી પક્ષ બનવા ઇચ્છુક છે. કોંગ્રેસ એકબાજુ સંબંધિત રાજ્યોમાં જરૂર મુજબ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરવા ઇચ્છુક છે જ્યારે બસપ આને લઇને મક્કમ છે. કોંગ્રેસના વ્યૂહરચનાકારોનું કહેવું છે કે, આ મુદ્દાને સાવધાનીથી હાથ ધરવાની જરૂર છે. કારણ કે, પાર્ટીના રાજસ્થાન એકમના લોકો બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર નથી. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આના માટેની તરફેણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ યુનિટના લોકો સારીરીતે જાણે છે કે, દલિત વોટની સાથે મોટું અંતર થઇ શકે છે. આના લીધે બંને રાજ્યોમાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલી ભાજપની સરકારનું પતન થઇ શકે છે પરંતુ રાજસ્થાનમાં સ્થિતિ અલગ છે. રાજસ્થાનમાં કોંગ્રેસને પોતાની તાકાત ઉપર સત્તામાં આવવાની આશા છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. આ વખતે તેની જીત દેખાઈ રહી છે.