દિલ્હીમાં 11 મૃતદેહ મામલે આવ્યો ચોંકાવનારો ખુલાસો, તમારા રૂવાંટા થઈ જશે ઉભા

દિલ્હીમાં 11 મૃતદેહ મામલે આવ્યો ચોંકાવનારો ખુલાસો, તમારા રૂવાંટા થઈ જશે ઉભા

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના તમામ 11 સભ્યોના મોત મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એવો છે કે, જે વાંચીને પણ તમારા રૂવાંટા ઉભા થઈ જશે.  ઘટના સ્થળની તપાસ માટે ફોરેન્સિક ટીમ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ઘટનાવાળી રાત્રે ઘરના સભ્યોના સાંજના જમણવારમાં નશીલો પદાર્થ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ મામલાની તપાસ પોલીસે ક્રાંઈમ બ્રાંચને સોંપી દીધી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરના ત્રણ સભ્યોએ પહેલા આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. જોકે, પાછળથી ત્રણેય વ્યક્તિઓએ પરિવારના બચેલા સભ્યોની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને ઘરની અંદરથી એક અધૂરી સુસાઈટ નોટ પણ મળી છે. પોલીસે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, હત્યાનું કાવતરું રચનાર પરિવારના ત્રણેય સભ્યોએ સુસાઈટ નોટ લખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમણે સુસાઈટ નોટ લખવાની યોજના રદ્દ કરી નાંખી હતી. પોલીસને કાગળનો એક ટૂકડો મળ્યો છે, જેના વિશે હત્યા વિશે અધૂરું કંઈક લખવામાં આવ્યું છે.

ફોરેન્સિક ટીમને અત્યાર સુધી જે પુરાવા મળ્યા છે, તેના મતે પરિવારના કોઈ સભ્યએ જ સભ્યોની હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. તપાસ ટીમનું કહેવું છે કે જે પણ વ્યક્તિએ પરિવારના અન્ય સભ્યોની હત્યા કરી, તેણે ઘણા દિવસો પૂર્વે કાવતરું ઘડ્યું હતું.

ઘરના સૌથી બુઝુર્ગ સભ્ય 75 વર્ષીય નારાયણાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોતાની માતાની સાથે રહેલી વિધવા પુત્રી 60 વર્ષીય પ્રતિભાને ફાંસી પર લટકાવતી વખતે જાગી ગઈ હતી, જેના કારણે પ્રતિભાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘરમાં કોઈ જબરદસ્ત ઘૂસ્યું નહોતું અને ન તો ઘરની અંદર કોઈ પ્રકારના સંઘર્ષની નિશાની મળી છે. એટલે સુધી કે કોઈ સુસાઈટ નોટ પણ મળી નથી. પોલીસે ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ શોધતા ખબર પડી કે ગત રાત્રીએ બહારથી ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો નહોતો.

આ તમામ પુરાવા એ બાજુ ઈશારા કરે છે કે ઘરના જ કોઈ ભેદી સભ્યએ અન્ય સભ્યોને ફાંસી પર લટકાવ્યા, ત્યારબાદ તેમના પાળતું કૂતરાને પણ ઘરની છત પર બાંધી દીધો હતો, જેથી ઘટનાને અંજામ આપતી વખતે ભસે નહીં.

તે વ્યક્તિએ પહેલાથી જમવામાં નશીલો પદાર્થ મિલાવી દીધો હતો, તમામ સભ્યો જમ્યા બાદ બેભાન થઈ ગયા હતા, અને ત્યારબાદ એક-એક કરીને તમામ સભ્યોના હાથ-પગ બાંધી દીધા હતા, અને મોઢા પર પટ્ટી મારી દીધી હતી. જેથી ફાંસી પર લટકાવતી વખતે કોઈ હોશમાં આવી જાય તો પણ તે અવાજ ના કરી શકે.  પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે.