the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નેમાર જુનિયર ફાઈવ ૨૦૧૮ વર્લ્ડ ફાઇનલનો જંગ નેમાર જુનિયર રશિયા પછી પહેલીવાર મેદાનમાં ઉતરશે

નેમાર જુનિયર ફાઈવ ૨૦૧૮ વર્લ્ડ ફાઇનલનો જંગ
નેમાર જુનિયર રશિયા પછી પહેલીવાર મેદાનમાં ઉતરશે

જોગા બોનિટો વર્લ્ડ ફાઈનલમાં સ્પર્ધા કરવા બ્રાઝિલનો પ્રવાસ કરશે : નેમાર જુનિયરને મળવાનો મોકો મેળવશે

અમદાવાદ, તા.૧૭
નેમાર જુનિયર તેના સમર ફાસ્ટ અભિગમની બીજી મોટી ટુર્નામેન્ટ તરીકે ફૂટબોલના મેદાનમાં પાછો આવવા માટે સુસજ્જ છે. વર્લ્ડ કપ ક્વાર્ટર- ફાઈનલમાં બેલ્જિયમ સામે હાર્યા પછી તેણે મારી કારકિર્દીમાં આ સૌથી ગમગીન અવસર છે એવો ઉલ્લેખ કર્યા પછી આ બ્રાઝિલિયન પ્લેયર જોગા બોનિટો હવે ફરી એક વાર બ્રાઝીલના પ્રાઈયા ગ્રાન્ડના તેના ઘરઆંગણે ઈન્સ્ટિટ્યુટો પ્રોજેટો નેમાર જુનિયર ખાતે તેની સિગ્નેચર ફાઈવ- અ- સાડ ફૂટબોલ ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ માટે ફરીથી તેના બૂટને લેસ બાંધશે.પેરિસ સેન્ટ- જર્મન ફોર્વર્ડ પગની સર્જરી પછી અને ત્રણ મહિના સુધી ઈજાને લઈ આરામ પછી પાછો આવીને બે ગોલ ફટકાર્યા હતા અને બ્રાઝિલને છેલ્લા આઠમાં લાવવામાં મદદ કરી હતી, જે પછી રશિયામાં છઠ્ઠા ટાઈટલ માટે તેઓ ઝઝૂમ્યા હતા. હવે ફરી ઘરઆંગણે ગોલ અને કુશળતા તેનું મુખ્ય લક્ષ્ય છે, કારણ કે આ ૨૬ વર્ષીય ખેલાડી બ્રાઝિલમાં નેમાર જુનિયર્સ ફાઈવની તા.૨૦-૨૧ જુલાઈ દરમ્યાન યોજાનારી વર્લ્ડ ફાઈનલમાં સ્પર્ધા કરવા માટે દુનિયાભરની બેસ્ટ ફાઈવ- અ- સાઈડ ટીમોનું સ્વાગત કરવા તૈયાર છે. નેમાર જુનિયર્સ ફાઇવની રોચક વાતો જોઇએ તો, લગભગ ૧,૨૫,૦૦૦ ખેલાડીઓએ આ વર્ષની સ્પર્ધામાં ક્વોલિફાયર માટે નામ નોંધાવ્યું હતું. છ ખંડોના ૬૨ દેશોમાં પ્રતિષ્ઠિત ફાઈવ- અ- સાઈડ ખેલાડીઓએ સ્પર્ધા કરી હતી. આ વર્ષે ક્વોલિફાયર્સ અને એનર્જી ડ્રિંક દિગ્ગજ રેડ બુલ દ્વારા આયોજિત સ્પર્ધાની રાષ્ટ્રીય ફાઈનલ્સમાં ખેલાડીઓએ તેમની કુશળતા બતાવી તેવાં અમુક શહેરો સ્થળોમાં બાકુ, લિમા, પેરિસ, મિયામી અને સિંગાપોરનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ચેમ્પિયન્સને વર્લ્ડ ફાઈનલમાં એકબીજા સામે પોતાની બુદ્ધિની કસોટી કરવાનો મોકો મળશે, જે બ્રાઝિલના પ્રાઈયા ગ્રાન્ડમાં ઈન્સ્ટિટ્યુટો પ્રોજેટો નેમાર જુનિયર ખાતે ત્રીજી વાર યોજાશે. ૨૮૦૯ ટીમો મેદાનમાં તેમના શ્રેષ્ઠતમ પ્રયાસો કરશે ત્યારે જોગા બોનિટો મુંબઈ વિજયી તરીકે ઊભરી આવ્યો છે અને નેમાર જુનિયર ફાઈવ ૨૦૧૮નો નેશનલ ચેમ્પિયન બન્યો છે. એન્થોની મેકાડો, જોન્સન ડિસિલ્વા, મેર્વિન સ્ટીફન, પ્રીતમ મહાડિક, ડેનિયલ ફરનાન્ડીસ, સ્કોટ ડિસોઝા અને પ્રતીક કદમ હવે ૨૦-૨૧ જુલાઈ, ૨૦૧૮ના બ્રાઝિલના ઈન્સ્ટિટ્યૂટો પ્રોજેટો નેમાર ખાતે વર્લ્ડ ફાઈનલ્સ ૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના જ બેકયાર્ડમાં પેરિસ સેન્ટ જર્મન સુપરસ્ટારને મળ્યો હતો. દરેક ટીમમાં પાંચ ખેલાડીઓ છે, કોઈ ગોલકીપર નથી અને દરેક વાર કોઈ ગોલ કરે તો સામેની ટીમ એક ખેલાડી ત્યાં સુધી ગુમાવે છે જ્યાં સુધી ૧૦ ફ્રેનેટિક મિનિટ્‌સ પૂરી નહીં થાય અથવા એક ટીમમાં ખેલાડીઓ ખતમ થઈ જાય. ૨૦૧૮ની સ્પર્ધા ૧૬થી ૨૫ વર્ષની ઉંમરના પાંચથી સાત ખેલાડીઓની ટીમ માટે ખુલ્લી છે. દરેક ટીમમાં તેમની સ્ક્વોડમાં ૨૫ સામે બે ખેલાડી મંજૂર કરાય છે, જ્યારે નવી મહિલાની સસ્પર્ધા મિશ્રિત સ્પર્ધા ઉપરાંત રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ફાઈનલનું સ્થળ ઈન્સ્ટિટ્યુટો પ્રોજેટો નેમાર જુનિયર ખાનગી, બિન નફો કરતું સંગઠન નેમાર જુનિયર અને તેના પરિવાર દ્વારા સ્થાપિત સામાજિક કાજ માટે સમર્પિત છે. તે પ્રાઈયા ગ્રાન્ડ ખાતે જાર્ડિમ ગ્લોરિયામાં સ્થિત છે, જ્યાં નેમાર જુનિયરે મોટા ભાગનું તેનું બાળપણ વિતાવ્યું હતું. સંસ્થા ૮૪૦૦ ચોરસમીટરમાં પથરાયેલું શિક્ષણ અને રમતગમત સંકુલ છે, જે ૭-૧૪ ઉંમરના ૨૪૭૦ ગરીબ બાળકો અને તેમના પરિવારોને સેવા આપે છે. ૨૦૧૬માં બ્રાઝિલની ટીમને વર્લ્ડ ચેમ્પિયન ઠરાવવામાં આવી હતી, જ્યારે રોમાનિયાએ ૨૦૧૭માં ઈનામ જીત્યું હતું અને ઓક્ટોબરમાં પેરિસમાં નેમાર જુનિયરની મુલાકાત લેવાનો મોકો મળ્યો હતો. અગાઉનાં વર્ષોમાં નેમાર જુનિયર નવા વર્લ્ડ ચેમ્પિયન્સ સામે પોતાની સાથે રમવા માટે અમુક વિખ્યાત ફૂટબોલ ફ્રેન્ડ્‌સ લાવ્યો હતો, જે નોંધનીય ઘટના કહી શકાય.