પાકે ગુજરાત બોર્ડર પર બનાવ્યું હાઇટેક એરબેઝ, ચીન પાસેથી ખરીદ્યા ફાઈટર વિમાન

પાકે ગુજરાત બોર્ડર પર બનાવ્યું હાઇટેક એરબેઝ, ચીન પાસેથી ખરીદ્યા ફાઈટર વિમાન

પાકિસ્તાન ફરીથી ગુજરાતના કચ્છ વિસ્તાર સાથે જોડાયેલ બોર્ડર પર સક્રિય થતું નજરે આવી રહ્યું છે. અસલમાં પાકિસ્તાને સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લાના ભોલારીમાં એક આધુનિક સૈન્ય એરબેઝ બનાવ્યું છે જેમાં ચીન પાસેથી ખરીદેલ જેએફ-17 ફાઈટર વિમાનને તૈનાત કરવામાં આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર આ હવાઈ વિસ્તાર પહેલાથી જ અહી હતું પરંતુ હાલમાં જ આને ફાઈટર વિમાન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોતાની પૂર્વ સીમા પર ભારતીય એરફોર્સની તાકાતનો સામનો કરવા માટે પાકિસ્તાની વાયુસેના મોટી સંખ્યામાં ચીન નિર્મિત જેએફ-17 વિમાન સામેલ કરી રહ્યું છે.

પાકના હૈદરાબાદ બેઝથી થોડા અંતરે પાકિસ્તાની મરીનના એસએસજી કમાન્ડોએ પોતાનું બેઝ તૈયાર કર્યું છે, જ્યાં લશ્કર-એ-તયબાના આતંકીઓને સમુદ્ધના રસ્તાથી હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. પાકિસ્તાન તરફથી આ વિસ્તારને નજરમાં રાખીને ડિફેન્સ મીનિસ્ટર નિર્મલા સીતારમણે ગુજરાતમાં એક નવા એરબેઝના નિર્માણને લીલી ઝંડી બતાવી દીધી છે. આ એરબેઝથી પાકિસ્તાન તરફથી થનાર હુમલાનો મુકાબલો કરી શકાશે. પરંતુ આનું નિર્માણ થવામાં ત્રણથી ચા વર્ષ લાગશે. સુરક્ષાની મામલે કેબિનેટ કમિટીએ આ વર્ષે જ આ એરબેઝને મંજૂરી આપી હતી.

પાકિસ્તાની એરફોર્સે પાછલા વર્ષે જ 16 નવા જેએફ-17 થંડર જેટ વિમાન પોતાની સેનામાં સામેલ કર્યા. આ ફાઈટર વિમાનોને પાકિસ્તાને ચીન સાથે મળીને બનાવ્યા છે. પાકિસ્તાનમાં પહેલાથી જ 70થી વધારે જેએફ-17 થંડર જેટ છે. જેએફ-17 ફાઈટર વિમાન ભારતમાં બનેલ ફાઈટર વિમાન તેજસની જેમ જ લાીટ કોમ્બેટ જેટ છે.