the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળેલી પોલીસ સુરક્ષા હટાવી દેવામાં આવી

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળેલી પોલીસ સુરક્ષા હટાવી દેવામાં આવી
સંજીવ ભટ્ટને નોકરી ઉપર સતત ગેરહાજર રહેવાના આરોપસર વર્ષ ૨૦૧૫માં ભારત સરકારે નોકરીમાંથી હટાવી દેવાનો આદેશ આપ્યો હતો

અમદાવાદ
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને મળેલી પોલીસ સુરક્ષા હટાવી દેવાનો આદેશ રાજ્યના ડીજીપી શીવાનંદ ઝા દ્વારા કરવામાં આવતા અમદાવાદ પોલીસ દ્વારા પુરી પાડવામાં આવેલી તમામ સુરક્ષા હટાવી દેવામાં આવી છે. ૧૯૮૮ બેંચના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને નોકરી ઉપર સતત ગેરહાજર રહેવાના આરોપસર વર્ષ ૨૦૧૫માં ભારત સરકારે નોકરીમાંથી હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. ઓગષ્ટ ૨૦૧૫થી તેઓ ભારતીય પોલીસ સેવાનો હિસ્સો નહીં હોવા છતાં તેમને અમદાવાદ પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવેલુ હતું.૧૯૮૮ બેંચના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સતત વિવાદમાં તેમના નોકરીકાળ દરમિયાન રહ્યા હતા, તેઓ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમણે એક ન્યાયાધીશની ગેરકાયદે મદદ કરવા માટે એક વ્યક્તિ ઉપર નાર્કોટીક્સનો ખોટો કેસ કર્યો હોવાનો આરોપ થયો હતો અને તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ હતા ત્યારે પણ કેદીઓને નિયમ બહાર સગવડ આપવાના મુદ્દે તેમને હટાવી દેવામાં આવ્યા હતા.૨૦૦૨માં તેઓ ગુજરાત ઈન્ટેલીઝન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. ગોધરાના તોફાનોની તપાસ કરી રહેલા નાણાવટી પંચ સામે તેમણે એફિડેવીટ કર્યુ હતું કે ગોધરા સ્ટેશનની ઘટના બાદ નરેન્દ્ર મોદીના સરકારી બંગલે એક મિટીંગ મળી હતી. આ પ્રકારનું એક એફિડેવીટ તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ કર્યુ હતું. જો કે સંજીવ ભટ્ટ મોદી પર જે આરોપ લગાવી રહ્યા હતા તેના સમર્થનમાં અન્ય કોઈ અધિકારી આવ્યા ન્હોતા. ગુજરાત સરકારે તેમની ઉપર વિવિધ પ્રકારની તપાસ બેસાડી હતી જેમાં તેમનું પોસ્ટિંગ જુનાગઢ હોવા છતાં તેઓ ફરજના સ્થળે જુનાગઢ જવાને બદલે અમદાવાદના ઘરેથી ઓફિસ ચલાવતા હતા અને પોતાના સરકારી સ્ટાફનો ઉપયોગ કરતા હતા.તેમણે સરકારી વાહનનો પણ દુરઉપયોગ કર્યો હોવાનો તેમની ઉપર આરોપ હતો, આમ તેઓ પોતાની ફરજના સ્થળે ઉપરી અધિકારીની રજા વગર ગેરહાજર રહ્યા હતા અને તેમને ફરજના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો તો પણ તેઓ ફરજ ઉપર ગયા ન્હોતા આ મામલે તેમની સામે થયેલી તપાસ બાદ તેમણે ૨૦૧૫માં ભારતીય પોલીસ સેવામાંથી ખસેડી દેવામાં આવ્યા હતા. આમ છતાં તેમને વ્યક્તિગત રીતે અને તેમના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યુ હતું. બુધવારની સવારે ખુદ સંજીવ ભટ્ટે જ ટિ્‌વટ કરી પોતાને અને પરિવારને આપવામાં આવેલુ અમદાવાદ પોલીસનું રક્ષણ હટાવી લેવામાં આવ્યુ હોવાની જાણકારી જાહેર કરી હતી.