the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસે TA એસોસિએટસને લઘુમતી હિસ્સો ઓફર કર્યો

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસે TA એસોસિએટસને લઘુમતી હિસ્સો ઓફર કર્યો
અમદાવાદ જુલાઈ 16, 2018: પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ (“પ્રુડન્ટ“) એક મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વેલ્થ પ્રોડકટસના અગ્રણી વિતરક દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે તેમણે અગ્રણી ગ્લોબલ ગ્રોથ પ્રાઈવેટ ઈક્વિટી કંપની, TA એસોસિએટસને લઘુમતી હિસ્સો ઓફર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સોદાની નાણાકિય શરતો જાહેર કરવામાં આવી નથી.
વર્ષ 2001માં સ્થપાયેલી પ્રુડન્ટ મ્યુચ્યુઅલ ફંડઝ, બોન્ડઝ, બ્રોકીંગ અને ઈન્સ્યોરન્સ પ્રોડકટસ થકી વ્યક્તિગત અને કોર્પોરેટ પ્લાનીંગ સર્વિસીસ પૂરી પાડે છે. પ્રુડન્ટ એમના 10,000થી વધુ સ્વતંત્ર ફાયનાન્સિયલ એડવાઈઝર્સ (IFAs) ના નેટવર્ક થકી કાર્યરત છે અને તેઓ રૂ.18,000 કરોડથી વધુ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) ધરાવે છે. પ્રુડન્ટ પાર્ટનર્સને તાલીમ, ડેવલપમેન્ટ સર્વિસીસ, ક્લાયન્ટસ બેઝ વધારવા અને મેનેજ કરવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ, બેક ઓફિસ સર્વિસ અને સેલ્સ તથા માર્કેટીંગ સપોર્ટ પૂરો પાડે છે. કંપની ગુજરાતમાં અમદાવાદ ખાતે હેડક્વાર્ટર ધરાવે છે અને ભારતનાં 19 રાજ્યોમાં 70 શાખાઓનું સંચાલન કરે છે.
TA એસોસિએટસ એડવાઈઝરી પ્રાઈવેટ સર્વિસીસ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ આદિત્ય શર્મા કે જે પ્રુડન્ટના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં જોડાવાના છે તે જણાવે છે કે “તેમના IFA કેન્દ્રિત બિઝનેસ મોડેલ, સર્વિસ ઓફરીંગના અને મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મને કારણે પ્રુડન્ટ મૂડીરોકાણની અનોખી અને રોમાંચક તકો પૂરી પાડે છે. અમે પ્રુડન્ટની સમગ્ર ટીમ સાથે જોડાઈને કંપનીન નવા ઉંચા સ્તરે લઈ જવા માટે આશાવાદી છીએ. ”
પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસના સ્થાપક અને મેનેજીંગ ડિરેકટર શ્રી સંજય શાહ જણાવે છે કે “TAનું મૂડીરોકાણ એ પ્રુડન્ટ માટે એક મહત્વનુ સિમાચિન્હ છે કારણ કે અમે હવે વિકાસના નવા તબક્કામાં પ્રવેશવાના છીએ. અમારી હાજરી વિવિધ રાજ્યો અને વણખેડાયેલાં બજારોમાં જોવા મળશે. ફાયનાન્સિયલ સર્વિસીસ વર્ટીકલમાં એક સક્રિય અને સન્માનનીય રોકાણકાર તરીકે TA દ્વારા સ્થાપકો અને મેનેજમેન્ટ ટીમ્સ સાથે વિશ્વાસ આધારિત સંબંધો સ્થાપવામાં ગુણવત્તાયુક્ત પ્રતિષ્ઠા ઉભી કરી છે. અને તેમને હકારાત્મક પરિણામો આપ્યાં છે. એ બાબત સ્પષ્ટ છે કે TA અમારા ગ્રાહકો અને IFA પાર્ટનર્સ સાથે અમારી જેમ વધારાના મૂલ્ય સર્જનનું વિઝન ધરાવે છે. અને અમે પ્રુડન્ટ પરિવારમાં તેમની સાથે સામેલ થતાં રોમાંચ અનુભવીએ છીએ.”
ભારતનો એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગની AUM છેલ્લા 10 વર્ષમાં 18% ના એકંદર સરેરાશ વૃધ્ધિ દર (CAGR) થી વૃધ્ધિ પામે છે અને માર્ચ 2018ની સ્થિતિએ ઉદ્યોગનો કુલ AUM અંદાજે 338 અબજ ડોલરનો હતો. વધુમાં AMFI ના જણાવ્યા મુજબ ઉદ્યોગનો AUM આગામી પાંચ વર્ષમાં 23% ના એકંદર સરેરાશ વૃદ્ધિ દરથી વધીને વર્ષ ૨૦૨૩ સુધી 936 અબજ ડોલર પહોંચવાની અપેક્ષા છે.
TA એસોસિએટસ એડવાઈઝરી પ્રાઈવેટ સર્વિસીસ લિમિટેડના ભારત ખાતેના કન્ટ્રી હેડ ધીરજ પોદ્દાર, કે જે પ્રુડન્ટના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં જોડાઈ રહ્યા છે તે જણાવે છે કે “રોકાણકારોની જાણકારી અને મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધવાને કારણે ભારતીય એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે લાંબા ગાળાની નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળશે. આ ટ્રેન્ડને કારણે અમે ઈન્ડીયન એસેટ મેનેજમેન્ટ, વિતરણ અને સંલગ્ન સર્વિસીસને ટ્રેક કરવામાં સારો એવો સમય અને સાધનોનો ઉપયોગ કર્યો છે. અમે માનીએ છીએ કે પ્રુડન્ટ વ્યાપક અને સુસ્થાપિત વિકસતા સર્વિસ ક્ષેત્રમાં લાભ મેળવવા માટે સજજ છે અને તે ભારતના વિકાસ પામતા જતા વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રને નોંધપાત્ર રીતે લાભદાયી બનશે.”
પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર શિરીષ પટેલ જણાવે છે કે      “અમારા સ્થાપના કાળથી અમે હાઈ ક્વોલિટી એન્ડ-ટુ-એન્ડ સર્વિસીસ અને અમારા નેટવર્ક IFAs ને સફળતા માટે સજ્જ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. TA ના મૂડી રોકાણ દ્વારા અમે બિઝનેસની વધતી જતી જરૂરિયાતો વિસ્તારવા અને અમારા સમર્પિત ગ્રાહક સમુદાયના ધ્યેય હાંસલ કરવા સજ્જ છીએ. અમે TA ને પ્રુડન્ટના ઈન્વેસ્ટર તરીકે આવકારીએ છીએ અને તેમની ઈન્વેસ્ટમેન્ટ અને ઓપરેટીંગ પ્રોફેશનલ્સની પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા આતુર છીએ.”
શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીએ  પ્રુડન્ટના કાનૂની કાઉન્સેલ તરીકે કામગીરી બજાવી છે તથા ડીએસકે લીગલ દ્વારા TA એસોસિએટના લીગલ કાઉન્સેલ તરીકેની કામગીરી બજાવવામાં આવી છે.