the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બિટકોઇન પ્રકરણે કોંગ્રેસ પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલના આક્ષેપો હળહળતું જુઠાણું પ્રદિપસિંહ જાડેજા

બિટકોઇન પ્રકરણે કોંગ્રેસ પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલના આક્ષેપો હળહળતું જુઠાણું અને ગેરમાર્ગે દોરનારા- ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

 

  • ગુજરાત સરકારની પ્રો-એકટીવ કામગીરી અને પોલીસની પારદર્શી અને તલસ્પર્શી તપાસના કારણે આ પ્રકરણમાં સફળતા મળી છે
  • માજી ધારાસભ્ય કોટડિયા કયારેય ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા નથી. તેમને ભાગેડું જાહેર કરી રાજય સરકારે તેમને પકડવા સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
  • ભાજપના કોઇપણ અગ્રણી આ પ્રકરણે સંડોવાયેલ નથી.
  • શ્રી ગોહિલે આક્ષેપો કરવાને બદલે ગુજરાત પોલીસની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી પોલીસનું મનોબળ મજબુત બનાવવું જોઇએ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલે બીટકોઇન પ્રકરણે હળહળતુ જુઠાણું ફેલાવી દેશભરમાં ગુજરાત રાજય અને ગુજરાતની પોલીસને બદનામ કરવાનો જે હીન પ્રયાસ કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે પ્રો- એકટીવ બનીને આ આખા પ્રકરણને ઝડપી અને પારદર્શી તપાસ દ્વારા બહાર પાડયુ છે. આ પ્રકરણમાં કોઇપણ વ્યકિત હોય, રાજકીય હોય કે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી હોય, રાજય સરકારે આરોપી સામે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના કડક હાથે કામગીરી કરી છે.

રાજય સરકાર અને ગુજરાત પોલીસની ઝીણવટભરી અને કડકમાં કડક કામગીરીને કારણે જ આ આખા પ્રકરણમાં એક પછી એક આરોપી પકડાતા ગયા છે રાજય સરકારે આ કેસમાં સંડોવાયેલા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર તેમજ અન્ય નવ પોલીસ કર્મચારીઓની ઘરપકડ કરી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી છે. એટલું જ નહી, અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકની સંડોવણી બહાર આવતા તેમની પણ ઘરપકડ કરવામાં આવી છે.

રાજય સરકારની સામે દિલ્હી જઇને બેબુનિયાદ આક્ષેપો કરીને રાજકીય લાભ મેળવવાનીકોંગ્રેસના પ્રવકતાના પ્રયાસને કમનસીબ ગણાવતા ગૃહ રાજય મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે રાજય સરકારે આ પ્રકરણમાં ઝડપથી અને પારદર્શી  તપાસ થાય તે માટે ડી.આઇ.જી.પી. દરજ્જાના અધિકારીની અધ્યક્ષતામાં ખાસ તપાસ દળ (સીટ) ની રચના કરી છે અને આ તપાસ સી.આઇ.ડી. ક્રાઇમના ડી.જી.પી. શ્રી ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

કોંગ્રેસના પ્રવકતા શ્રી ગોહિલે માજી ધારાસભ્યના નામે રાજકીય રોટલા શેકવાનાં  વ્યર્થ પ્રયાસો કરીને રાજય સરકારને બદનામ કરવાની માનસિકતા રાજકીય દ્વેશનું પરીણામ છે તેમ જણાવતા ગૃહ રાજય મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર બીટકોઇન પ્રકરણમાં સંડોવાયેલા નાસતા ફરતા માજી ધારાસભ્ય નલિન કોટડિયા વિરુધ્ધ CRPC ની કલમ ૭૦ મુજબ ઘરપકડ વોરન્ટ મેળવવામાં આવ્યુ હતું એટલું જ નહી કલમ-૮૨ મુજબ તેમને ભાગેડું પણ જાહેર કરવામાં આવ્યા છે તેમની શોધખોળ કરવા અને ઘરપકડ કરવા ગુજરાત પોલીસે એક ટીમ પણ બનાવી છે શ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે, માજી ધારાસભ્ય કયારેય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા જ નહી તેઓ અપક્ષ તરીકે જ ચૂંટાયા હતા. તેમણે જણાવ્યુ હતું કે નલિન કોટડીયા દ્વારા પ્રસારીત કરાયેલ વિડીઓ જુદા જુદા  મિડીયા હાઉસને પ્રસારીત કરાયેલ છે, જેમાં કરેલ આક્ષેપો તપાસ દરમ્‍યાન પ્રસ્‍થાપિત થયેલ નથી. આ વિડીયો સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારાનલિન કોટડીયાને સમન્‍સ કરાયા બાદ રીલીજ કરાયેલ છે.

મંત્રીશ્રી જાડેજાએ વધુમાં જણાવ્યુ હતું કે, સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થઇ રહી છે અને તલસ્પર્શી તપાસના પરીણામ સ્વરૂપે અરજદાર શૈલેષ ભટ્ટના ગુનાહિત કૃત્યો સામે આવતા તેના વિરુધ્ધ પણ ફરીયાદો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે, આ ગુનાની તપાસ દરમિયાન સી.બી.આઇ. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી સુનિલ નાયરની સંડોવણી અંગેના કોઇ પુરાવાઓ મળી આવ્યા  નથી તેથી તેને આરોપી તરીકે દર્શાવ્યા નથી.

       આ સમગ્ર પ્રકરણમાં એક પોલીસ અધિક્ષક કક્ષાના આઇ.પી.એસ., એક પોલીસ ઇન્સ્પેકટર અને નવ પોલીસ કર્મચારી તથા એક એડવોકેટની ઘરપકડ કરવામાં આવી છે તથા સુરત ખાતેથી બીજી તપાસમાં પાંચ આરોપીઓની ઘરપકડ કરી રૂા. ૨૫ કરોડના રોકડા નાણાં અને સોનાની રીકવરી કરવામાં આવી છે. એટલું જ નહી આ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ અને ઇન્કમટેકસ વિભાગ જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે પણ સી.આઇ.ડી. ક્રાઇમે સતત સંપર્ક બનાવી રાખેલ છે.

આ સમગ્ર પ્રકરણમાં કોઇને પણ છાવરવાના પ્રયાસો થયા નથી એમ સ્પષ્ટ જણાવી ગૃહ રાજય મંત્રીશ્રીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાના આ બાબતે કરાયેલા આક્ષેપોને હળહળતુ જુઠાણું ગણાવી વખોડી કાઢયા હતા અને તેને રાજકીય લાભ લેવાનો પ્રયાસ  ગણાવ્યો હતો. પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલે આ બેબુનિયાદ આક્ષેપો કરવાના બદલે આ પ્રકરણમાં ગુજરાત પોલીસની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને તેમના મનોબળને વધુ મજબુત બનાવવું જોઇએ તેમ પણ ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.