બે રેલ આઈપીઓ રજૂ કરવા માટે તમામ તૈયારી કરી લેવાઈ

આઈઆરએફસી, આઈઆરસીઓએનની તૈયારી
બે રેલ આઈપીઓ રજૂ કરવા માટે તમામ તૈયારી કરી લેવાઈ
૧૫૦૦ કરોડ રૂપિયા આઈપીઓથી ઉભા કરવા યોજના

મુંબઈ, તા. ૮
બે રેલ સીપીએસઈ-આઈઆરએફસી અને આઈઆરસીઓએન આગામી બે મહિનામાં આઈપીઓ સાથે બજારમાં એન્ટ્રી કરી શકે છે. ૧૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાના ઇરાદા સાથે આ બંને કંપનીઓ કેપિટલ માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. આઈઆરસીઓએન દ્વારા આઈપીઓના પેપર સાથે સેબી સમક્ષ રજૂઆત કરી દીધી છે જ્યારે આઈઆરએફસી માર્કેટ રેગ્યુલેટર સમક્ષ ટૂંક સમયમાં તેના પેપરો રજૂ કરી શકે છે અને આઈપીઓ માટે મંજુરી મેળવી શકે છે. સરકાર આ બે કેન્દ્ર સરકારના સાહસોના આઈપીઓ લોંચ કરવાની તૈયારીમાં છે. ગયા મહિનામાં આરઆઈટીઈએસ આઈપીઓને ખુબ શાનદાર પ્રતિસાદ સાંપડ્યા બાદ સરકાર બે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના આઈપીઓને લોંચ કરવા માટે તૈયાર છે. આઈઆરસીઓએન અને આઈઆરએફસીના આઈપીઓને તરતા મુકવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સરકાર આઈઆરસીઓએન આઈપીઓ મારફતે ૯૯ લાખ શેર અથવા તો ૧૦ ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આઈઆરએફસી આઈપીઓથી
૧૦૦૦ કરોડ રૂપિયા અને આઈઆરસીઓએનથી ૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત ઇન્ડિયન રિન્યુએબલ ડેવલપમેન્ટ એજન્સી, મજગાંવ ડોક શિપયાર્ડ, ગાર્ડન રિસર્ચ દ્વારા પણ સેબી સમક્ષ રજૂઆત કરી દેવામાં આવી છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રતમ ત્રણ મહિનાના ગાળા દરમિયાન સરકાર દ્વારા ૯૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા છે. ભારત ૨૨ ઇટીએફ અને આરઆઈટીઈએસમાં હિસ્સેદારી વેચીને સરકારે આ નાણા ઉભા કર્યા છે. સરકાર પીએસયુ ડિસઇન્વેસ્ટમેન્ટથી ૮૦૦૦૦ કરોડ ઉભા કરવા ઇચ્છુક છે.