ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે રોમાંચક બનશે

નોટિંગ્હામ ખાતેની મેચને લઇને ભારે ઉત્સાહ
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે રોમાંચક બનશે
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ટ્‌વેન્ટી શ્રેણી જીત્યા બાદ વનડે શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર

નોટિંગહામ,તા. ૧૧
જેની ક્રિકેટ પ્રેમીઓ ઉત્સુકતાપર્વક રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડે મેચ આવતીકાલે નોટિંગહામમાં રમાનાર છે. પહેલા આયર્લેન્ડ સામે ત્યારબાદ યજમાન ઇંગ્લેન્ડ સામે ટ્‌વેન્ટી શ્રેણીમાં જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે શ્રેણી પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ક્રિકેટ પ્રેમીઓની નજર હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની ઉપર કેન્દ્રિત રહેશે. બોલરોમાં ચહર અને ચહેલ બંને અસરકારક સાબિત થયા છે. ઇંગ્લેન્ડની આ વનડે શ્રેણીમાં જોરદાર કસોટી થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે, ૮મી જુલાઈના દિવસે રમાયેલી છેલ્લી ટ્‌વેન્ટી મેચમાં ભારતે જીત મેળવીને ઇંગ્લેન્ડ સામે ટ્‌વેન્ટી શ્રેણી જીતી લીધી હતી. રોહિત શર્માની ત્રીજી ટ્‌વેન્ટી-૨૦ સદીની સહાયથી ભારતે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડ પર સાત વિકેટે જીત મેળવીને શ્રેણી૨-૧થી જીતી લીધી હતી. તે પહેલા કાર્ડિફ ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની બીજી મેચમાં ભારત પર યજમાન ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી હતી.માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્‌વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ, ભુવનેશ્વર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, લોકેશ રાહુલ, સુરેશ રૈના, રોહિત શર્મા, શાર્દુલ ઠાકુર, ઉમેશ, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, બેરશો, જેક બેલ, બટલર, કુરેન, હેલ્સ, પ્લન્કેટ, રશીદ, રુટ, જેસન રોય, બેન સ્ટોક, ડેવિડ વિલી

શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ
જેની ક્રિકેટ પ્રેમીઓ ઉત્સુકતાપર્વક રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડે મેચ આવતીકાલે નોટિંગહામમાં રમાનાર છે. પહેલા આયર્લેન્ડ સામે ત્યારબાદ યજમાન ઇંગ્લેન્ડ સામે ટ્‌વેન્ટી શ્રેણીમાં જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે શ્રેણી પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આવતીકાલથી વનડે શ્રેણી શરૂ થયા બાદ પહેલા ત્રણ વનડે મેચો રમાયા બાદ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થશે. આ વખતે પાંચ ટેસ્ટ મેચો રમાશે જેમાં બેટ્‌સમેનો માટે રેકોર્ડ સર્જવાની તક રહેશે.
૧૨મી જુલાઈના દિવસે નોટિંગહામમાં પ્રથમ વનડે
૧૪મી જુલાઈના દિવસે લંડનમાં બીજી વનડે
૧૭મી જુલાઈના દિવસે લીડ્‌ઝમાં ત્રીજી વનડે
પહેલી ઓગસ્ટના દિવસે બર્મિંગ્હામમાં પ્રથમ ટેસ્ટ
૯મી ઓગસ્ટના દિવસે લંડનમાં બીજી ટેસ્ટ
૧૮મી ઓગસ્ટથી નોટિંગ્હામમાં ત્રીજી ટેસ્ટ
૩૦મી ઓગસ્ટથી સાઉથમ્પટમાં ચોથી ટેસ્ટ
૭મી સપ્ટેમ્બરથી લંડનમાં પાંચમી ટેસ્ટ