the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટ્‌વેન્ટી-૨૦નો તખ્તો તૈયાર

આજે કાર્ડિફમાં ખરાખરીનો જંગ ખેલાશે
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટ્‌વેન્ટી-૨૦નો તખ્તો તૈયાર
પ્રથમ મેચમાં વિજય મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી જીતના ઇરાદા સાથે ઉતરશે

કારડિફ,તા. ૫
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે ટ્‌વેન્ટી શ્રેણીની બીજી મેચ કારડિફ ખાતે રમાનાર છે. પ્રથમ મેચમાં જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણી જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ પ્રથમ મેચમાં હાર ખાધા બાદ યજમાન ઇંગ્લેન્ડની ટીમ લડાયક દેખાવ સાથે મેદાનમાં ઉતરશે. જેથી મેચ રોમાંચક બની રહે તેવી શક્યતા છે. કારડિફ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં કુલદીપ યાદવના તરખાટ અને બેટિંગમાં કેએલ રાહુલની જોરદાર બેટિંગની મદદથી ભારતે જીત મેળવી હતી. ભારતે ૧૦ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે બે વિકેટે ૧૬૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી. સિનિયર ટીમની સાથે પ્રથમ વખત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા રાહુલે અણનમ ૧૦૧ રન કર્યા હતા. રાહુલની આ બીજી ટ્‌વેન્ટી સદી હતી. રાહુલે પોતાની ઇનિગ્સમાં ૫૪ બોલમાં આ સદી કરી હતી. યજમાન ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતની સામે ૧૬૦ રનનો પડકાર ફેંક્યો હતો. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્‌વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી છે. આવી સ્થિતીમાં આ શ્રેણીમાં ટીમના ખેલાડીઓ ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના અંતિમ ૧૧ ખેલાડી હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.ઇંગ્લેન્ડની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહી હતી. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી.વિરાટ કોહલી ઉપરાંત શિખર ધવન, મહેન્દ્રસિંહ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર ઉપર તમામની નજર રહેશે. ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચા રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત વનડે શ્રેણી ૫-૦થી જીતી શક્યા છે. પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરશો, જેટ બેલ, જોસ બટલર, શામ કુરેન, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, લિયામ પ્લન્કેટ, અદિલ રશીદ, જોઈ રુટ, જેશન રોય, ડેવિડ વિલિ
ભારત : કોહલી (કેપ્ટન), યુજવેન્દ્ર ચહેલ, દિપક ચહર, શિખર ધવન, એમએસ ધોની, દિનેશ કાર્તિક, સિદ્ધાર્થ કોલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, રોહિત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર