મધુબાલાનાં બહેન મહાન અભિનેત્રીનાં જીવન પરથી બાયોપિક ફિલ્મ બનાવશે

મધુબાલાનાં બહેન મહાન અભિનેત્રીનાં જીવન પરથી બાયોપિક ફિલ્મ બનાવશે

મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘મહલ’, ‘હાફ-ટિકિટ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય કર્યો હતો
નવીદિલ્હી
વીતી ગયેલાં વર્ષોની હિન્દી ફિલ્મોનાં ખૂબસૂરત અને દંતકથાસમા અભિનેત્રી મધુબાલાનાં જીવન પરથી ફિલ્મ બનાવવાની સદ્દગત અભિનેત્રીનાં નાના બહેન મધુર બ્રિજભૂષણે જાહેરાત કરી છે.
‘ધ વીનસ ઓફ ઈન્ડિયન સિનેમા’ અને ‘બ્યુટી વિથ ટ્રેજેડી’ તરીકે પ્રખ્યાત થયેલા મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘મહલ’, ‘હાફ-ટિકિટ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય કર્યો હતો.ફિલ્મના શિર્ષક અને કલાકારોની પસંદગીની વિગત બાદમાં સત્તાવાર નિવેદનમાં કરવામાં આવશે.મધુર બ્રિજમોહને કહ્યું છે કે ફિલ્મનું નિર્માણ એમનાં નિકટનાં મિત્રો કરશે.એમણે એક નિવેદનમાં કહ્યું છે કે, મધુબાલાનાં તમામ શુભચિંતકો તથા બોલીવૂડ સાથે સંકળાયેલા તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને મારી પરવાનગી વગર મારી બહેન મધુબાલાનાં જીવન પર આધારિત બાયોપિક કે કોઈ પણ પ્રકારની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ન કરે.