મરાઠા અનામત આંદોલનની આગમાં સળગ્યું મહારાષ્ટ્ર, ત્રણ લોકોની આત્મહત્યાની કોશિશ

મરાઠા અનામત આંદોલનની આગમાં સળગ્યું મહારાષ્ટ્ર, ત્રણ લોકોની આત્મહત્યાની કોશિશ

મરાઠા અનામતને લઇને મંગળવારે બંધનું એલાના આપાયું હતું જેની અસર જોવા મળી રહી છે. વિરોધ પ્રદર્શનને જોતા મહારાષ્ટ્રમાં સ્કૂલ અને કોલેજો બંધ કરાઇ છે. સાથે સાથે મામલાની ગંભીરતાને જોઇને ઔરંગાબાદમાં ઇન્ટરનેટની સેવાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. બંધની સૌથી વધારે અસર મરાઠવાડા વિસ્તારમાં જોવા મળી છે. અનામતની માંગ પૂરી ન થવાથી નારાજ થયેલા મરાઠા મોર્ચાએ મંગળવારે માહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આંદોલનના પગલે ત્રમ લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદમાં જળસમાધિ આંદોલન દરમિયાન એક આંદોલનકારી કાકા સાબેહ દત્તાત્રેય શિંદેએ ગોદાવરી નદીમાં છલાંગ લગાવીને પોતાનો જીવ આપ્યો હતો. તેમના મોત પછી આ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. આ આંદોલનમાં મુંબઇ, સતારા, સોલાપુર અને પૂણેનો સમાવેશ થયો નથી.

મળતી માહિતી પ્રમાણે મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાના સભ્યોએ માથુ મુંડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો ઔરંગાબાદમાં ગંગાપુરમાં મરાઠા ક્રાંતિ મોર્યાના સભ્યોએ એક ટ્રકમાં આગ લગાવી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે નોકરી અને શિક્ષણમાં મરાઠા સમુદાયને અનામતની માગને લઇને ચાલી રહેલું પ્રદર્શન હિંસક થઇ રહ્યું છે.
ઔરંગાબાદમાં ત્રણ યુવકોએ આત્મહત્યાની કોશિશ કરી છે. મળતી માહિતી પ્રમાણે જયંત સોનાવને અને ગુડ્ડુ સોનાવનેએ નદીમાં કૂદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જ્યારે જગન્નાથ સોનાવનેએ ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ત્રણ ઘટના ઔરંગાબાદના દેવગાંવ રંગારીની છે. આ ત્રણ પીડિતોને સરાવરા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.