the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મેન્ગ્રુવ (ચેર) વનસ્પતિના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સેમિનાર નું આયોજન

મેન્ગ્રુવ (ચેર) વનસ્પતિના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સેમિનાર નું આયોજન

વર્તમાન પરિસ્થિતિ અનેભવિષ્ય માટેના દ્રષ્ટિકોણ
(૨)આંતરરાષ્ટ્રીય ચેર દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), “ગીર” ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન. સાથે ભાગીદારીમાં “ચેર સંરક્ષણ

આંતરરાષ્ટ્રીય ચેર દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), “ગીર” ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન. સાથે ભાગીદારીમાં “ચેર સંરક્ષણઃ વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં” જુલાઈ ૨૬ અને ૨૭, ૨૦૧૮ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતેબે દિવસની રાષ્ટ્રીય કાર્યશાળા નું આયોજન કરાયું.
આ વર્કશોપનું ઉદ્ઘાટનમાનનીય મંત્રીશ્રી, વન વિભાગ, ગુજરાત સરકાર, શ્રી ગણપતિસિંહ વસાવા અને રાજ્યના માનનીય મંત્રીશ્રી (વન અને આદિજાતિ વિકાસ), ગુજરાત સરકાર શ્રી રામનલાલ પાટકર દ્વારા કરવામાં આવ્યું

મેન્ગ્રુવ (ચેર)વનોનાસંરક્ષણ માં ગુજરાત રાજ્યના પ્રયત્નો નોંધપાત્ર છે. વર્ષ૨૦૦૪ દરમ્યાન ભારતના પૂર્વ કાંઠે સુનામી જેવી કુદરતી આફતનાકારણે દરિયાકાંઠે ઉભેલા ચેરના વનોની જાળવણી માટેકાંઠાના રહેવાસીયો તેમજ ઔદ્યોગિક એકમોને તેના સંરક્ષણ માટે એકત્રીત થવા માટેની કામગીરી કરે છે.
ચેરવનસ્પતિતટવર્તી પર્યાવરણને જાળવી રાખવામાં, દરિયાઇ વિસ્તારના તીવ્ર મોજાઓઅને ધોવાણની અસરોને ઘટાડવામાં, આંતરિક કૃષિ વિસ્તારોમાંખારાશ અને દરિયાઈ પાણીના સંચયને રોકવા અને દરિયાઈચક્રવાતો સામે દરિયાકાંઠાને રક્ષણ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરીયાકાંઠા વિસ્તારના રહેવાસીયો મુખ્યત્વે ઘાસચારા, ઇંધણ લાકડું અને માછીમારી પ્રવૃત્તિઓ માટે ચેર પર આધારિત છે.ચેર પરિસરતંત્ર એદરિયાઈ પરિસરતંત્રનુંસંતુલન તેમજ અસંખ્યજીવસૃષ્ટિ જેમકેમત્સ્યજે સ્થાનિક સમુદાયને આજીવિકાપૂરીપાડે છે તેઓને આશ્રયઆપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેર એ સૌથી વધુ કાર્બન સંચય માટે જાણીતા છે, તેમજ તે મત્સ્ય/અન્ય પ્રજાતિઓનાવસવાટ ઉપરાંત જમીનનાધોવાણ અને દરિયાઈમોજાઓ સામે જૈવ-ઢાળ તરીકે કામ કરે છે.
ગુજરાત ઇકોલોજી કમિશનએ છેલ્લા એક દાયકાથી સતત પ્રયાસો દ્વારા ચેરના પુનઃસ્થાપનમાં એક નવીન પહેલ કરેલછે. રાજ્યમાંચેરના પુનઃસ્થાપન માટેના પ્રયત્નોની વૈશ્વિક સ્તરે પ્રસંશા કરવામાં આવેલ છે. રાજ્યમાં ચેરના વનોના સંરક્ષણ પ્રણાલીઓનું સફળ મોડેલદરિયાઇકાંઠાના રહેવાસી સમુદાયો, અગ્રણી ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓનાસહભાગી સમાવેશ દ્વારા થયેલ છે. બદલાતા હવામાન અને દરિયાઇ વિસ્તારની પર્યાવરણીય રચનાને કારણે, ચેરએ ખુબજ મહત્વનું ઉષ્ણકટિબંધીય પરિસરતંત્ર બની ગયેલ છે. છેલ્લા એક દાયકામાં, ચેર દરિયાકિનારાની કુદરતી આપત્તિઓ સામે તારણહારના રૂપમાં તેની ભૂમિકા માટે ખૂબ માન્યતા પ્રાપ્ત કરી છે.
જીઇસીનામેન્ગ્રુવ નિષ્ણાતો; “ગીર” ફાઉન્ડેશન; તાબુક યુનિવર્સિટી, સાઉદી અરેબિયા; એમ.એસ.એસ.આર.એફ., એમ.એફ.એફ., આઇ.યુ.સી.એન., ગાઈડ, એક્શન ફોર પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ, ઓડિશા; નેચર એન્ડ વાઇલ્ડલાઇફ સોસાયટી; નાબાર્ડ; યુ.એન.ડી.પી.; મેન્ગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયા; કોલકાતા યુનિવર્સિટી; એન.સી.એસ.સી. એમ; કાર્મેલ કોલેજ, ગોવા; મહારાષ્ટ્રના વનવિભાગ અને ગોદરેજ. અનેક ચેર બાબતે કાર્યરત રાષ્ટ્રિય સંગઠનોની સહભાગિતા કાર્યશાળાને કરશે.