મેસર્સ સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ટેકનોલોજી લિમિટેડ (એસપીટીએલ/કંપની)માં ઓડિટર્સમાં બદલાવ સંબંધિત મીડિયામાં ફેલાવાતી અફવાઓ વિશે સ્પષ્ટતા

અમદાવાદ,  જુલાઇ, ૨૦૧૮ઃ મેસર્સ સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ટેકનોલોજી લિમિટેડની ૧૬મી જુલાઇ, ૨૦૧૮ના રોજ યોજાયેલી બોર્ડ મીટીંગમાં બોર્ડે મેસર્સ આર ચૌધરી એન્ડ એસોસિયેટ્‌સની જગ્યાએ કંપનીના સ્ટેચ્યુટરી ઓડિટર્સ તરીકે મેસર્સ બી એસ આર એન્ડ એસોસિયેટ્‌સ એલએલપી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સની નિમણૂંક કરવાની ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે, જે કેપીએમજીની મેમ્બર ફર્મ છે તથા વિશ્વની અગ્રણી એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ફર્મ પૈકીની એક છે. આ સંદર્ભે વિવિધ ખોટા સમાચાર અહેવાલો, ખોટી રજૂઆતો તેમજ કેટલાંક ખોટા હિતો ધરાવતા અનૈતિક તત્વો દ્વારા મીડિયામાં ખોટી માહિતી ફેલાવાઇ રહી છે. કંપનીના અયોગ્ય મેનેજમેન્ટ અને નબળા કોર્પોરેટ ગવર્નન્સને કારણે અગાઉના ઓડિટરને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હોવાના ખોટા સમાચાર ફેલાવાઇ રહ્યાં છે.
કંપની આ પ્રકારની પાયાવિહોણી અફવાઓને સખતાઇથી ફગાવે છે અને નીચેની સ્પષ્ટતા કરે છેઃ
૧. કંપની કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણો અને કામગીરીને અપનાવે છે તેમજ કંપનીની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક કામગીરીને જોતાં બોર્ડે બી એસ આર એન્ડ એસોસિયેટ્‌સ એલએલપી જેવી વૈશ્વિક કંપની (મોટી ચાર એકાઉન્ટિંગ કંપની અને કેપીએમજી ઇન્ટરનેશનલના સભ્ય)ની મેસર્સ આર ચૌધરી એન્ડ એસોસિયેટ્‌સની જગ્યાએ નિમણૂંક કરવાની ભલામણ કરવાનો યોગ્ય નિર્ણય કર્યો છે.
૨. કંપનીની પેટા કંપની મેસર્સ સિન્ટેક્સ-બીએપીએલ લિમિટેડનું ઓડિટ પહેલેથી જ મેસર્સ બી એસ આર એન્ડ એસોસિયેટ્‌સ એલએલપી કરે છે તેથી હોલ્ડિંગ કંપનીના સ્તરે એટલે કે એસપીટીએલ સ્તરે પણ સમાન ઓડિટ ફર્મ રાખવી સંપૂર્ણપણે તાર્કિક બાબત છે.
૩. મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને સંસ્થાકીય રોકાણકારો કંપનીમાં રોકાણકારો છે અને તેથી કંપનીના બોર્ડ દ્વારા લેવાયેલું પગલું ખુબજ સકારાત્મક અને આવકારદાયક છે.
૪. તાજેતરના કેટલાંક કેસો કે જેમાં કંપનીના ઓડિટર્સે અચાનક અથવા એકાઉન્ટ્‌સના ઓડિટ પહેલાં જ રાજીનામું આપ્યું છે તેનાથી વિપરિત અમારા કેસમાં ઓડિટ પૂર્ણ થયાં બાદ ઓડિટર્સમાં બદલાવ કરવામાં આવ્યો છે અને સંબંધિત કાયદાની જોગવાઇઓ મૂજબ અમારો નિર્ણય અચાનક અથવા એકપક્ષી નથી તેમજ સ્ટોક એક્સચેન્જીસને આ અંગે યોગ્ય જાણકારી આપવામાં આવી છે.