મોદી સરકારના ૧૯ મંત્રાલયોએ નિયમો નેવે મુકી ખર્ચ્યા રૂ.૧૧૭૯ કરોડઃ કેગ

મોદી સરકારના ૧૯ મંત્રાલયોએ નિયમો નેવે મુકી ખર્ચ્યા રૂ.૧૧૭૯ કરોડઃ કેગ
ક્યાંક ઘણા પ્રસંગોએ બિનજરૂરી નાણાનો ખર્ચ થયો છે તો ઘણા સ્થાનો પર નિયમ કાયદાને જોયા વગર કરોડોના મહેસુલની સરકારને ખોટ પડી

નવીદિલ્હી
દેશના ૧૯ મંત્રાલયોઅને તેમના આધિન સંચાલિત સંસ્થાનોમાં નિયમ-કાયદા નેવે મુકી દીધા છે. ક્યાંક ઘણા પ્રસંગોએ બિનજરૂરી નાણાનો ખર્ચ થયો છે તો ઘણા સ્થાનો પર નિયમ કાયદાને જોયા વગર કરોડોના મહેસુલની સરકારને ખોટ પડી. કેગની ૨૦૧૮ની રિપોર્ટ નંબર ૪ મુજબ આ ૧૯ મંત્રાલયોમાં ૧૧૭૯ કરોડ રૂપિયાની નાણાકિય અનિયમિતતાઓ થઈ છે. ચાર એપ્રિલ ૨૦૧૮એ સંસદમાં ટેબલ પર મુકાયેલી આ રિપોર્ટ મુજબ ગેરરીતિ માર્ચ ૨૦૧૭ સુધીના નાણાકીય દસ્તાવેજોની તપાસ બાદ પકડમાં આવી છે.સૌથી વધારે માનવ સંસાધન તથા વિકાસ મંત્રાલયમાં નિયમોની ઐસીતૈસી કરવાનો મામલો સામે આવ્યો છે. તે પછી વિદેશ મંત્રાલય, સૂચના તથા પ્રસારણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સંસ્કૃતિ, ગ્રાહક, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વગેરે મંત્રાલયોમાં રકમનું સ્ચાલન, ખર્ચ સાથે જોડાયેલા ૪૬ મંત્રાલયો અને વિભાગોના ઓડિટ કરાઈ તો તોમાંથી ૧૯ મંત્રાલયોમાં ગેરરીતિના ૭૮ મામલા પકડાયા. એવી પણ ખબર પડી કે વર્ષ દરમિયાન તમામ ખર્ચ ૩૮ ટકાથી વધી ગયો હતો. ૨૦૧૫-૧૬માં જ્યાં આ મંત્રાલયોમાં કુલ ખર્ચ ૫૩,૩૪,૦૩૭ કરોડ રૂપિયા હતા, ત્યાં ૨૦૧૬માં વધીને ૭૩,૬૨,૩૯૪ કરોડ રૂપિયા થઈ ગયો હતો. કેગના રિપોર્ટ મુજબ, પોતાના જ બનાવેલા તમામ શરતો અને નિયમોની મંત્રાલયોએ ઐસીતૈસી કરી છે. પરિયોજનાઓ અને બજેટ પ્રબંધનમાં મોટી બેદરકારી કરવામાં આવી છે. બજેટ ખર્ચ પર માનો કે નિયંત્રણ જ ન હોય. તમામ મંત્રાલયો અને વિભાગોમાં સ્ટાફને અનિયમિત ચુકવણી પણ થઈ છે. ખાસ વાત એ છે કે પૂર્વમાં થયેલ ઓડિટ દરમિયાન પણ ગેરરીતિની તરફ કેગએ ઈશારો કર્યો હતો, છતાં તેના મંત્રાલયોની કાર્યપ્રણાલીમાં સુધાર થયો નહીં. વિદેશ મંત્રાલયમાં અંદાજીત ૭૬ કરોડ રૂપિયા બિન કર મહેસૂલની મોટી અનિયમિતતા સામે આવી. આ અનિયમિતતા વીઝા ફીની ઓછી વસૂલી સાથે જોડાયેલી હતી.તેમાં ઓડિટ દરમિયાન ખબર પડી કે ત્રણ મંત્રાલયોએ બાકીના ૮૯.૫૬ કરોડની વસૂલી જ ન કરી. તેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ શામેલ છે. નાણાકીય સંચાલન સાથે જોડાયેલા નિયમો-કાયદાઓની ઐસીતૈસીના કારણ ત્રણ મંત્રાલયોમાં ૧૯.૩૩ કરોડ રૂપિયા નુકસાન થયું. તેમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં ૧૩.૭૬ કરોડ, ત્યાં સાંસ્કૃતિક મંત્રાલયમાં ૨.૨૬ કરોડનું નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે સાંસ્કૃતિક વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને એમએચઆરડીમાં પોતાના જ નિયમ-કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન થયું છે. આ મંત્રાલયોમાં કુલ દસ કેસ પકડાયા, જેમાં ૬૫.૮૬ કરોડ રૂપિયાની રકમ શામેલ છે. કેગએ વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અંડરમાં આવતા એક્સપોર્ટ ઈન્સપેક્શન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, કોલકત્તાનું ઓડિટ કર્યું તો ખબર પડી કે રકમને ફિક્સ્ડ ડિપોઝિટની જગ્યાએ બચત ખાતામાં મુકાઈ હતી. જેનાથી ઓક્ટોબર ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચે વ્યાજના ૧૩.૭૬ કરોડ રૂપિયાનું સરકારને નુકસાન ગયું છે.કેગના ઓડિટ દરમિયાન કૃષિ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ગૃહ મંત્રાલય, એમએચઆરડીમાં કુલ ૧૮.૮૭ કરોડ રૂપિયાના બિનજરૂરી ખર્ચને પણ પકડ્યા છે. તપાસ દરમિયાન મળ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની યૂનિટ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રીશ્યન, હૈદરાબાદમાં કુલ રૂ.૧.૫૨ કરોડના ઉપકર્ણ બેકાર પડ્યા હતા. જ્યારે ૨.૧૩ કરોડના ઉપકર્ણોનો ગત પાંચ વર્ષથી કોઈ ઉપયોગ જ થયો નથી. તેવી જ રીતે ગૃહ ખાતાની અંડરની દિલ્હી પોલીસ અત્યાધુનિક સિસ્ટમના માટે સર્વર અને સોફ્ટવેરની ખરીદી પર ૧.૧૧ કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. પણ સાડા ત્રણ વર્ષ સુધી તેનો પ્રયોગ જ નથી થયો. આઈઆઈટી મુંબઈના ઓડિટ દરમિયાન સંસ્થાનના એક માર્ચ ૨૦૧૬થી ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં ૨.૫૬ કરોડ રૂપિયા સેવા કરીને અનિયમિત ચૂકવણાંનો મામલો પકડવામાં આવ્યો.