the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રિવર્સ સ્વિંગના કિંગથી રાજનીતિના માહિર ખેલાડી સુધી ઈમરાનની સફર

રિવર્સ સ્વિંગના કિંગથી રાજનીતિના માહિર ખેલાડી સુધી ઈમરાનની સફર

પાકિસ્તાનમાં વરસોથી ભુટ્ટો પરિવારની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને નવાઝ શરીફ ખાનદાનની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ) વચ્ચે જંગ રહ્યો છે. વારાફરતી આ બેમાંથી કોઈ એક પક્ષ સત્તામાં આવ્યા કરે છે પણ આ વખતે સ્થિતિ અલગ છે.ઈમરાન ખાને પાકિસ્તાનને ૧૯૯૨માં વર્લ્ડ કપ જીતાડેલો તેના કારણે પાકિસ્તાનમાં ઈમરાન હીરો બની ગયો. ઈમરાન તેનો લાભ લેવા માટે રાજકારણમાં કૂદી પડ્યો ને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) નામની પાર્ટી બનાવી. જો કે પાકિસ્તાનના રાજકારણમાં વરસોથી જામી પડેલા ભુટ્ટો અને શરીફ જેવા પરિવારો સામે તેને ધારી સફળતા મળી નહીં. બાકીની બંને પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે લોકો હવે તેમનાથી કંટાળ્યા છે તેથી પરિવર્તનના મૂડમાં છે તેવી આગાહીઓ થઈ હતી. આ વખતે પહેલી વાર ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ચૂંટણીમાં જીતી ને ઈમરાનનું પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું સપનું પચ્ચીસ વરસ પછી સાકાર થયું છે.આ ચૂંટણીમાં પાકિસ્તાનીઓએ બદલાવની આશામાં જયાં ઇમરાન પર વિશ્વાસ મૂકયો છે ત્યાં કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટીઓનો ધડમૂળથી સફાયો બોલાયો છે. મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદના સમર્થનવાળી અલ્લાહ અકબર તહરીકના ચૂંટણીમાં પત્તા સાફ થઇ ગયા છે. હાફિઝની પાર્ટીને હજુ સુધી એક પણ સીટ મળી નથી.પાકિસ્તાનમાં પણ એક ઉદારવાદી જૂથ વસે છે. આ ઉદારવાદી જૂથની વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇમરાન ખાન એક અલગ નામથી પણ ઓળખાય છે. આ નામ ‘તાલિબાન ખાન’ છે. વાત એમ છે કે પાકિસ્તાનના કટ્ટરપંથી જૂથનું સમર્થન કરતા ઇમરાનને આ નવું નામ મળ્યું છે. ઇમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. ૨૦૧૩મા અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન (ટીટીપી)ના કમાન્ડર વલી-ઉર-રહમાન માર્યો ગયો હતો. એ સમયે ઇમરાને તેને ‘શાંતિ સમર્થક’ના ખિતાબથી નવાજ્યો હતો.ઇમરાનનો આ તાલિબાન પ્રેમ છેલ્લાં કેટલાંક વર્ષઓમાં એ કદર જાહેર રહ્યો છે કે ગાર્ઝિયનના રિપોર્ટના મતે ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુન્ખામાં તેમની પ્રાંતીય ગઠબંધન સરકારે ૨૦૧૭માં હક્કાની મદરસેને ૩૦ લાખ ડોલરની મદદ આપી. હક્કાની મદરસેને એક રીતે તાલિબાનનો બૈક બોન કહેવાય છે. પૂર્વ તાલિબાન ચીફ મુલ્લા ઉમર સહિત અન્ય નેતાઓએ આ જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઇમરાનને પાકિસ્તાની સેનાનો ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના રાજકારણમાં ખૂબ અંદર સુધી ઘસી ગયેલ મુલ્કની સેના કયારેય ભારતની સાથે સારા સંબંધોની હિમાયતી રહી નથી.એવામાં એ વાતની આશંકા છે કે ઇમરાનના હાથમાં જો સત્તા આવી તો પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને ઉભાર મળશે. આ કટ્ટરપંથી પાકિસ્તાનમાં બેસી ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે. એવામાં ઇમરાન ખાન મજબૂત થવાની આશંકા માત્ર ભારત માટે ખતરનાક દેખાય રહી છે. ઇમરાન ખાનથી ઉલટું નવાઝ શરીફ ભારતની સાથે વાર્તા કરવાના પક્ષમાં રહ્યાં છે. ભારતમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ નવાઝ શરીફ એ નેતાઓમાં સામેલ હતા જે શપથ ગ્રહણ સમારંભમાં આવ્યા હતા.આ જ રીતે ૨૦૧૫ની સાલમાં મોદી પોતાની અફઘાનિસ્તાન યાત્રા દરમ્યાન અચાનક જ પાકિસ્તાન પહોંચી ગયા હતા. તેમણે નવાઝની સાથે એક એવી મુલાકાત કરી હતી જે પહેલેથી નક્કી નહોતી. ઇમરાન ખાને આ મુલાકાત પર ટિપ્પણી કરતાં ‘હિતોનો ટકરાવ’ ગણાવ્યો હતો. ત્યારે ઇમરાન ખાને એમ પણ કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે સંબંધોમાં ગરમાવાનું સ્વાગત કરીએ છીએ. હવે જોવાનું એ રહેશે કે ઇમરાન ખાનની તાજપોશી થાય તો તમામ આશંકાઓની વચ્ચે આશા વ્યક્ત કરીએ કે ૨૦૧૫ની જેમ સંબંધોમાં ગરમાવો પસંદ આવે છે કે પછીપ
રિવર્સ સ્વિંગના જનક મનાતા પાકિસ્તાની ઝડપી બોલર સરફરાજ નવાઝના ચેલા બનીને દુનિયામાં ‘રિવર્સ સ્વિંગ કિંગ’નો એવોર્ડ મેળવીને અને પાકિસ્તાની ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી ઈમરાને પોતાના માતૃપક્ષના બુર્કી કબીલેનું નામ આગળ વધાર્યું હતું. પરંતુ પિતાના પક્ષ તરફથી જોવામાં આવે તો ઈમરાનમાં પૂર્વજોના ‘નિયાજી કબીલે’નું પણ લોહી છે. પાકિસ્તાનમાં એક નિયાજી ફેમસ થયા લેફ્ટિનેંટ જનરલ એએકે નિયાજી અથવા જનરલ નિયાજી, જેમને ટાઈગર નિયાજીના નામથી ઓળખાતા હતા. ૧૯૭૧માં ભારત વિરુદ્ધ મળેલી હારમાં જનરલ નિયાજીએ સરેન્ડર કર્યું અને ત્યારબાદ તેમના નામથી જનરલનું સમ્માન જતું રહ્યું છે. હાલ જીત તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનના પીએમ બન્યા તો માત્ર નિયાજી કબીલે માટે ગૌરવની વાત જ નહીં હોય પરંતુ પૂર્વજોમાંથી કોઈ પહેલો છોકરો આ પદ પર પહોંચશે.ઈમરાનની કહાની પુરી રીતે ફિલ્મી છે. મોટો પરિવાર, સ્ટારડમ, કંટ્રોવર્સી અને પોલિટિક્સ, તેમાં બધાનો સમાવેશ થાય છે. હાલ પાકિસ્તાનમાં મત ગણતરી ચાલી રહી છે. ઈમરાનની પાર્ટી ૧૧૮ સીટો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો ૧૩૭નો છે. તેમ છતાં પુરી આશા સેવવામાં આવી રહી છે કે અપક્ષોનો સાથ મેળવીને ઈમરાન પાકિસ્તાનના આગામી પીએમ બની જશે. તો જાણો રિવર્સ સ્વિંગના કિંગથી રાજનીતિના માહિર ખેલાડી સુધી ઈમરાનની સફર કેવી રહી છે..
૧- ઈમરાન ખાન નિયાજીનો જન્મ ૫ ઓક્ટોબર ૧૯૫૨માં લાહોરમાં થયો હતો. શરૂઆતી અભ્યાસ લાહોરમાં થયો પરંતુ ત્યારબાદનો અભ્યાસ ઈંગ્લેન્ડમાં પુરો કર્યો હતો. ૧૯૭૫માં ઈમરાને ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેબલ કોલેજમાંથી દર્શનશાસ્ત્ર, રાજનીતિ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું હતું.
૨- ઈમરાનની માતા શૌકત ખાનમ બુર્કી પરિવારની હતી, જેમને પાકિસ્તાનને ઘણા મશહૂર ખેલાડી આપ્યા હતા. તેમાં જાવેદ બુકરી અને માજિદ ખાન જેવા નામનો સમાવેશ થાય છે. ઈમરાને આ પરંપરાને આગળ વધારી હતી. ૧૬ વર્ષની ઉંમરમાં તેનું પ્રોફેશનલ ક્રિકેટ કરિયર શરૂ થયું હતું. ૧૯૬૮માં ઈમરાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ૧૯૭૧માં ઈગ્લેન્ડ વિરુદ્ધ ઈમરાનને ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો, જ્યારે ૧૯૭૪માં આ દેશ વિરુદ્ધ તેમને વનડે ડેબ્યૂ કર્યું હતું.
૩- ૧૯૮૨માં ઈમરાન ખાન પાકિસ્તાન ટીમનો કેપ્ટન બન્યો હતો. ઈમરાનના રિવર્સ સ્વિંગની ખ્યાતિ જગપ્રસિદ્ધ થઈ તો તેમની ઓળખાણ એક ઓલરાઉન્ડર તરીકે થઈ હતી. ૧૯૮૭માં તેમના નેતૃત્વમાં પાકિસ્તાનને વર્લ્ડકપ સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈમરાને ત્યારે સંન્યાસ લેવાની જાહેરાત કરી, પરંતુ પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ જિયા ઉલ હકના આગ્રહના કારણે ટીમમાં વાપસી કરી હતી.
૪- ઈમરાનની વાપસી જોરદાર રહી હતી. ક્રિકેટ જગતમાં તેમના જીવનનો સર્વશ્રેષ્ટ સમય ૧૯૯૨માં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં પાકિસ્તાને ૧૯૯૨માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો.
૫- ૧૯૯૨માં ૨૫ માર્ચે ઈમરાને ઈગ્લેન્ડ વિરુદ્ધ પોતાની છેલ્લી વનડે રમી હતી. એટલે કે ઈગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થયેલી કહાની ઈગ્લેન્ડ વિરુદ્ધ ખતમ થઈ હતી. ૧૯૯૨માં ઈમરાન ખાને ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
૬- ક્રિકેટની દુનિયામાં સ્ટારડમ મેળવી ચૂકેલા આ શખ્સે હવે પોતાની પર્સનલ જિંદગી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૫માં ઈમરાને બ્રિટિશ જર્નાલિસ્ટ જેમિમા ગોલ્ડસ્મિથની સાથે નિકાહ કર્યા હતા. આ સંબંધ ૯ વર્ષ સુધી ચાલ્યો અને ૨૦૦૪માં તલાક થયા હતા.
૭- ૨૦૧૪માં ઈમરાન ખાને બીજા લગ્ન કર્યા. ટીવી એન્કર રેહમ ખાન ઈમરાનની બીજી બેગમ બની હતી. જો કે રેહમ ખાન ઘણી ચર્ચામાં છે. માત્ર ૧૦ મહિના સુધી ચાલેલા લગ્ન દરમિયાન ઈમરાન ખાન પર યૌન શોષણ સુધીના આરોપ લગાવ્યા હતા. રેહમે એક પુસ્તક લખ્યું છે, જેમાં ઈમરાનને લઈને તમામ ખુલાસા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
૮- ઈમરાન ખાને ફેબુઆરી ૨૦૧૮માં ત્રીજા લગ્ન કર્યા હતા. આ વખતે તેમને બુશરા માનિકા સાથે નિકાહ કર્યા હતા. બુશરા માનિકા ઈમરાનની ધાર્મિક ગુરુ માનવામાં આવે છે. બુશરાએ ઈમરાનને પહેલા જ કહ્યું હતું કે, તેમને વડાપ્રધાન બનવા માટે ત્રીજા લગ્ન કરવા જરૂરી છે. હવે લાગે છે કે ધાર્મિક ગુરુ બુશરાની ભવિષ્યવાણી ઈમરાનની પત્ની બન્યા બાદ સાચી સાબિત થવા જઈ રહી છે.
૯- ઈમરાન ખાનની રાજનીતિ સફર ૧૯૯૬માં તહરીક-એ-ઈંસાફ નામની પાર્ટી બનાવ્યા પછી શરૂ થઈ હતી. ૧૯૯૭માં તે પોતાની પહેલી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ તેમને ૨૦૦૨માં ચૂંટણી લડી હતી. ત્યારે તેમની પાર્ટી તરફથી બસ તેમને જ જીત મળી હતી. નવેમ્બર ૨૦૦૭માં જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ મુશરર્ફે આપતકાળની જાહેરાત કરી તો ઈમરાનને પણ જેલ જવું પડ્યું હતું. ઈમરાન ખાને ૨૦૦૮ની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.
૧૦- ઈમરાન ખાને ૨૦૧૩માં ‘નયા પાકિસ્તાન’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ઈમરાને પાકિસ્તાનના તાકાતવર રાજનૈતિક પરિવારો શરીફ અને ભુટ્ટો પરિવાર વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો હતો. પનામા લીકમાં નામ આવ્યા પછી ઈમરાનના નિશાને પર નવાઝ શરીફ અને તેમની પાર્ટી પીએમએલ નવાઝ રહી હતી. હવે જો ઈમરાન પીએમ બન્યા તો એક તરફથી આ શરીફ અને ભુટ્ટો પરિવાર પછી હવે નિયાજી પરિવારની રાજનીતિ ચાલું થશે.