રૉ એઝ બીએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ

રૉ એઝ બીએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (અધર્સ)

રો એજ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિ. (આરઆઇઆઇએસએલ) ઔદ્યોગિક કાચી સામગ્રી પુરી પાડનારની બિનકાર્યક્ષમતાને ગોઠવી આપવાનીં વિશિષ્ટ કામગીરી કરે છે. આ વિશેષતા સંશોધન અને વિકાસ, સંશોધન, માઇનિંગ, પ્રોસેસિંગ, લોજિસ્ટિક્સ અને આઇટી સક્ષમ બનાવવા વગેરે પર આધારિત છે. આ કંપની અત્યંત સંગઠિત, ટેકનીકલ રીતે એડવાન્સ, પર્યાવરણ મૈત્રીપૂર્ણ અને ખૂબ જ ખર્ચ અસરકારક ખેલાડીઓ માટે આઉટસોર્સિંગ ભાગીદારની ભૂમિકા ભજવી રહી છે. કંપની ભારતમાં ક્યાંય પણ ઉદ્યોગોને એક છત હેઠળ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડવા સક્ષમ છે.
લીમ પ્રોડક્ટ્‌સ અને તેની માંગની સંભવિત ઉપયોગની આગાહી કર્યા બાદ, આરઆઇઆઇએસએલએ શરૂઆતમાં લાઈમ ફાઇન્સ, લિમ્સ્ટોન, ફેરેસ સલ્ફેટ, ક્વાર્ટઝાઇટ, ડોલોમાઇટમાં વેપાર શરૂ કર્યો હતો અને ધીમે ધીમે કેલ્શિયમ લાઈમ ક્રશિંગ પ્લાન્ટમાં પ્રવેશ કર્યો હતો. તે ઈઇઁ (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) ના આધારે ઉત્પાદનોની પ્રાપ્તિ અને પુરવઠાની હેરફેરમાં પ્રભુત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ તેની લાઈમ પ્રોસેસિંગ ઉત્પાદન ક્ષમતા ૬૦૦૦૦ મેટ્રિક ટન / વર્ષ સુધી વધારી છે, ઉપરાંત લીમ પાવડર, લિમ સ્ટોન્સ, ડોલોમાઇટ, ક્વાર્ત્ઝાઇટ, કેલકાયલ્ડ મેગ્નેશિટ્‌સ, ક્વિક લાઇમ, એસેટિક એસીડ, બેન્ઝીન, બ્યુટાઉન, કાસ્ટિક, એથાઇલ એસેલેટ, ઇથિલીન ગ્લાયકોલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, મેન્થોલ, પોટેશિયમ કાર્બોનેટ, ટોલેન જેવા મટેરિયલમાં વેપાર પણ ચાલુ રાખેલ છે.
હાલમાં, આરઆઇએસએલ કેલ્શિયમ લાઈમ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન અને વેપારમાં છે અને હાઈડ્રેટેડ લાઈમ, લાઈમ સ્ટોન્સ ચીપ્સ, ડોલોમાઇટ, ક્વાર્ટઝાઇટ, પ્લાસ્ટર ઓફ પેરિસ જેવા વિવિધ ખનીજમાં વેપાર કરે છે. જો કે તેમના ગ્રાહકો ૧૦ રાજ્યોમાં ફેલાયેલા છે, પરંતુ તેમનાં ઉત્પાદનોનો મુખ્ય પુરવઠા માટે ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં(કુલ ટર્નઓવરનો ૯૧.૩૭% યોગદાન) માં ધ્યાન કેન્દ્રિત છે. રેઇસ્લે તેની ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કર્યો છે.
નવું ઉત્પાદન એકમ સ્થાપવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૨૨૯૧૨૦૦ ઈકવીટી શેર રૂ. ૭રના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૬.૫૦ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૫.૦૭.૨૦૧૮ ના રોજ ખુલી ગયેલ છે અને તા. ૧૦.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૭.૩૩% હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર ગીનેસ કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. શરુઆતમાં ભાવોભાવ ઈક્વીટી આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર દીઠ રૂ. ૪પ થી રૂ. ૬૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત તેમણે ફેબ્રુઆરી ર૦૧૮ માં એક શેર પર સાત શેર બોનસ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૨.૪૦, રૂ. ૩.૪૩ અને રૂ. ૪.૬૫ હતી. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૬.૭૦ કરોડ છે તે વધીને રૂ. ૮.૩૮ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂ. રૂ. ૩૩.૫૦ કરોડ / રૂ. ૦.૭૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩૮.૨૭ કરોડ / રૂ. ૦.૪૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૧.૩૪ કરોડ / રૂ. ૦.૫૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૪૮.૬૧ કરોડ / રૂ. ૦.૬૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે.ના. વ. ર૦૧૮ના તા. ૩૧.૧.૧૮ અંતિત ૧૦ માસમાં રૂ. ૪૪.૯૯ કરોડના ના ટર્નઓવર પર રૂ. ૧.૩૩ કરોડ નફો કરેલ છે. આમ, આ સમગ્ર ગાળા માટે, તેમની ટોપ લાઈનમાં ધીમી વૃધ્ધિ જોવા મળેલ હતી, જયારે બોટમ લાઈનમાં અસાતત્ય જોવા મળેલ હતું. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, તેનું વર્તમાન પ્રદર્શન તેના પ્લાનવાળા લોજિસ્ટિકલ મેનેજમેન્ટનું પરિણામ છે જે વધારાના માર્જિનમાં લાવ્યા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવર રૂ. ૭.ર૧ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૦.૧૫% (પ્રિ બોનસ ઈકવીટી રૂ. ૦.૮૪ ના આધાનરે) નોધાવેલ છે. તેમના પ્રિ-બોનસ એન એ વી રૂ. ૯૦૧.૨૭ (તા. ૩૧.૦૧.૧૮)ના આધારે આ ઈસ્યુનો ભાવ ૦.૮૦ પી/બીવી થી આવે છે. અને ઈસ્યુ પછીના એન એ વી ૨૩.૪૬ના આધારે ઈસ્યુનો ભાવ ૩.૦૭ ના પી/બીવી થી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલી ભાવ લગભગ ૩૭+ના આસપાસના પી ઈ રેશિયોથી આવે છે. ઓફર ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ તેમણે સંગિતા કેમિકલ્સ,ઈન્ડીયા જીલેટીન અને મેઘમણી ઓર્ગેનીક તેમની લીસ્ટેડ હરિફ કંપનીઓ તરીકે બતાવેલ છે જે હાલમાં અનુક્રમે લગભગ ૪૫, ૨૭ અને ૯ ની આસપાસના પી ઈ રેશિયોથી (તા. ૩.૭.૧૮)ના રોજ વેચાઈ રહેલ છે. આમ આ ઈસ્યુ આક્રમક ભાવનો છે.
મર્ચંટ બેંકના મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ર૬મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં,નોંધણીના દિવસે ૧ ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, અને બાકીના ઈસ્યુ ૨.૬૩% થી ૨૦.૦૦ %ના પ્રિમિયમથી ખુલેલ હતા. (ઓફર ડોકયુમેન્ટમાં ભૂલથી વા સોલાર ઈસ્યુનો ભાવ રૂ. ૧૬૧ની સપામે રૂ. ૧પ૧ દર્શાવેલ છે. (પેજ ૧૮૯).
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ટોપ લાઈનમાં ક્રમશઃ વૃદ્ધિ હોવા છતાં, બોટમ લાઈનમાં અસંગતતા અને આક્રમક ભાવો ચિંતા વધારે છે. જોખમ સમજશક્તિવાળા અને જેના હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો લાંબા ગાળા માટે પોતાના જોખમે રોકાણ કરજા વિચારી શકે.