શ્રી વિનોદ યેનેમાદીએ ન્યૂ બોર્ડ ઓફ પ્રોફેશનલ્સના ડિરેક્ટરના રૂપમાં એસવીસી બેન્કના અધ્યક્ષ પદનો ચાર્જ લીધો

શ્રી વિનોદ યેનેમાદીએ ન્યૂ બોર્ડ ઓફ પ્રોફેશનલ્સના ડિરેક્ટરના રૂપમાં એસવીસી બેન્કના અધ્યક્ષ પદનો ચાર્જ લીધો

અમદાવાદ, જૂન 2018 – એસવીસી બેન્ક(એસવીસી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ), જેને પહેલા શામરાવ વિઠ્ઠલ સહકારી બેન્ક લિમિટેડના નામથી જાણીતી હતી, એ હાલ માં આયોજિત ચૂંટણી પછી એક નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઘોષણા કરી છે. શ્રી વિનોદ યેનેમાદીને બોર્ડના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે. બેન્કિંગ, નાણાકીય, એન્જીનિયરિંગ, પ્રોદ્યોગિકી, માનવ સંશાધન અને અન્ય ઉદ્યોગોના વિશેષજ્ઞો વાળા નવા ડિરેક્ટર મંડળ, આ 112 વર્ષીય સંસ્થાનને નવી ઉંચાઈઓ સુધી લઇ જશે.

નવા બોર્ડની ઘોષણા શુક્રવાર, 22 જૂન, 2018એ આયોજિત બેન્કની એજીએમમાં કરી હતી. નવા બોર્ડ 2018-19થી 2023-24 સુધી માટે પંસદ કરાયેલ છે.

નવા ચૂંટાયેલા અધ્યક્ષ શ્રી વિનોદ યેનેમાદીએ જણાવ્યું, આ મહાન સંસ્થાનનું નેતૃત્વ કરવું અને 112 વર્ષીય વિરાસતનો ભાગ બનવું એક વિશેષ ઉપલબ્ધિ છે. નવા ચૂંટાયેલ ડિરેક્ટર મંડળ તરફ થી, હું પ્રત્યેક શેરધારકોને અમને ચૂંટવા માટે આભાર પ્રદાન કરું છું. હું અમારા બધા જ હિતધારકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે અમે એસવીસી બેન્કની પરંપરાને આગળ વધારવું ચાલુ રાખીશું અને, સતત તમારી આશાઓ પર સાચા ઉતરી, આપણી સંસ્થાને વધુ લાભદાયક બનાવીશું. અમે તેને વધુ ભવિષ્યવાદી અને સૌથી મહત્વપૂર્ણ રૂપથી વધુ સહભાગીતાપૂર્ણ અને સમાવેશી બનાવીશું.

શ્રી વિનોદ યેનેમાદી, એફસીએ(ઇંગ્લેન્ડ અને વેલ્સ), આઈસીએઆઈના એસીએ સભ્ય, 2012થી એસવીસી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર ના પદ પર રહ્યાં છે. શ્રી યેનેમાદી, અગ્રણઈ કોર્પોરેટ કંપનીયોમાં 23 થી વધુ વર્ષો સુધી નાણાકીય ડિરેક્ટર/ગ્રુપના નાણાકીય સલાહકારના રૂપમાં કામ કરી ચુક્યા છે અને નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રનો સઘન અનુભવ ધરાવે છે. તેઓ એસડીએફસીની સ્થાપનાના સમયથી જ બેન્કમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર(નાણાકીય અને પ્રશાસન)ના રૂપમાં સમાવિષ્ટ રહ્યાં છે અને 2011માં સેવાનિવૃત્તિ પ્રાપ્ત કરી છે. તેઓ એક અગ્રણી ફાર્માસ્યૂટિકલ કંપનીમાં એક સ્વતંત્ર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.