સનીની બાયોપિક ફિલ્મના ટીજરને લઇને ચર્ચા છેડાઇ

બોલિવુડમાં એક પછી એક સારી ફિલ્મો મળે છે
સનીની બાયોપિક ફિલ્મના ટીજરને લઇને ચર્ચા છેડાઇ
બાયોપિકમાં સની લિયોન પોતે પોતાની ભૂમિકામાં દેખાશે

મુંબઇ,તા. ૨
કરણજીત કૌર ઉર્ફે સની લિયોનના સંબંધમાં પરિચય આપવાની કોઇ જરૂર નથી. તેની લોકપ્રિયતા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. સની લિયોન પહેલા એડલ્ટ ફિલ્મ ઇન્ડ્‌ટ્રીઝમાં હતી. ત્યારબાદ તે હવે બોલિવુડમાં પ્રવેશ કરી ચુકી છે. ભારતમાં તે ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે યથાવત રહી છે. તેના શો કેટલીક વખત વિવાદોમાં પણ રહ્યા છે. હવે સની લિયોન પોતાની બાયોપિક ફિલ્મમાં પોતે નજરે પડનાર છે. આ એક વેબ સીરીઝ ફિલ્મ છે. જેનુ નામ કરણજીત કૌર -ધ અનટોલ્ડ સ્ટોરી રાખવામાં આવ્યુ છે. સની લિયોન પોતે પોતાની ભૂમિકા અદા કરી રહી છે. જેથી તે ફિલ્મમાં ખુબ મહેનત પણ કરી રહી છે. હવે ફિલ્મના ટીજર સામે આવ્યા બાદ વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે. આશરે ૪૦ સેકન્ડના આ વિડિયોમાં સની લિયોનના બે અલગ અલગ અવતાર દેખાઇ રહ્યા છે. આ વેબ સિરીઝની લાંબા સમયથી ચર્ચા રહી છે. સની લિયોન પણ પોતાની રીતે સમય સમય પર ફોટોઓ મુકી રહી છે. હવે સની લિયોને પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર આના એક ટીજરને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આ ટીજરની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે તેની લાઇફ ટુંક સમયમાં જ એક ખુલ્લા પુસ્તક તરીકે રહેશે. જેને કોઇ પણ જોઇ શકશે. સની લિયોન પોર્ન સ્ટાર તરીકે લોકપ્રિય હતી. જો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ ખુબ જ શિસ્ત સાથે કામ કરી રહી છે. તેના શિસ્તના કારણે તમામ મોટા નિર્માતા નિર્દેશકો પ્રભાવિત રહ્યા છે. જેથી તેમની ફિલ્મોમાં તે દેખાઇ છે. શાહરૂખ ખાનની રઇસ. અજય દેવગનની બાદશાહોમાં પણ તે આઇટમ સોંગમાં કામ કરી ચુકી છે. તેની પાસે આઇટમ સોંગની ઓફર સતત આવી રહીછે.