સલમાન પ્રિયંકા ચોપરા સાથે હવે ક્યારેય કામ નહીં કરે

સલમાન પ્રિયંકા ચોપરા સાથે હવે ક્યારેય કામ નહીં કરે
સલમાનની પ્રોડ્યુસર તરીકેની ફિલ્મ ભારતના શૂટિંગમાં સામેલ થવા પહેલાં જ પ્રિયંકા ચોપરાએ જે રીતે પોતાને આ પ્રોજેક્ટથી અલગ કરી તેનાથી નારાજ

મુંબઇ
દબંગ અભિનેતા સલમાનની પ્રોડ્યુસર તરીકેની ફિલ્મ ભારતના શૂટિંગમાં શામેલ થવા પહેલાં જ પ્રિયંકા ચોપરાએ જે રીતે પોતાને આ પ્રોજેક્ટથી અલગ કરી છે તેનાથી પૂરું બૉલીવુડ હલી ગયું છે. ફિલ્મ રેસ ૩ના ફ્લોપ થવું અને દબંગ ૩નું શૂટિંગ મોડું ચાલતુ હોવાને લીધે જે ફિલ્મ પર સુપરસ્ટાર સલમાન ખાનનું સંપૂર્ણ કરિયર અટક્યું છે તે ફિલ્મ ભારત હવે મુશ્કેલીઓમાં પડી છે.જે રીતે નિક જોનસ સાથે લગ્નનું નામ લઈને પ્રિયંકાએ ફિલ્મ છોડી છે તેનાથી સલમાન નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાને પોતાની હિરોઈનોની લિસ્ટમાંથી પ્રિયંકાનું નામ હંમેશા માટે કાઢી નાંખ્યું છે. અને હવે ક્યારેય તેની સાથે કામ નહીં કરે તેવો નિર્ણય લીધો છે. જે લોકો સલમાનને જાણે છે તેઓ એ પણ જાણે છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાનને નારાજ કરીને કોઈ અભિનેતા કે ટૅકનિશ્યન ટકી શક્યો નથી.સલમાન પોતાની નવી ફિલ્મ ભારતને લઈને ઘણો ઉત્સાહિત રહ્યો છે. રેસ-૩માં તેના પાત્ર અને ફિલ્મની થયેલી જબરદસ્ત ટીકા બાદ સલમાન પોતાની આગામી ફિલ્મ ભારતને સો ટકા પરફેક્ટ બનાવવામાં કોઈ કસર છોડવા નથી માંગતો. ફિલ્મમાં તેની સામે સૌથી પહેલા કેટરિના કૅફને લઈને વાત થઈ હતી. નિર્દેશક અલી અબ્બાસ ઝફરે આ માટે કેટરિનાથી વાત પણ કરી લીધી હતી. પરંતુ ત્યારે પ્રિયંકા ચોપડાએ સીધી સલમાન ખાન સાથે વાત કરી અને હિન્દી સિનેમામાં પોતાની વાપસી માટે એક દમદાર ફિલ્મ અપાવવાની વિનંતી કરી હતી. જેના પગલે ખુદ સલમાને અલી અબ્બાસને પ્રિયંકાને સાઈન કરવા માટે કહ્યું અને કેટરિના માટે ફિલ્મમાં મહેમાન ભૂમિકા રાખવાની વાત નક્કી થઈ હતી.ફિલ્મના બાકી કલાકારો જેમ કે તબ્બૂ અને દિશા પટની પણ સલમાનની પસંદગીથી જ ફાઈનલ થયા છે. હવે પ્રિયંકા બહાનું બનાવી રહી છે પોતાની સગાઈનું. એટલું જ નહીં અલી અબ્બાસથી મળીને તેણે પોતાની ઓક્ટોબરમાં થનારા લગ્નની પણ વાત કરી. અલી અબ્બાસે આ વિશે સલમાન ખાન સાથે જ વાત કરવાનું કહ્યું.
સલમાનના નજીકના સૂત્રો જણાવે છે કે પ્રિયંકાએ સલમાનને સ્ક્રીપ્ટને લઈને વાંધો છે તેમ કહ્યું. તેણે કહ્યું કે સ્ક્રિપ્ટ પસંદ ન આવી કારણ કે કેટરિનાની મહેમાન ભૂમિકાને વધારે મહત્વ અપાયું છે. પ્રિયંકા પોતાનો રોલ મોટો કરવા માટે અડી રહી તો સલમાને તેને અલ્ટીમેટમ આપી દીધું. ત્યાર બાદ પ્રિયંકા સલમાનને ના પાડીને નીકળી ગઈ.