સુચિતા ખન્ના અંજલિને કાબૂમાં રાખે છે

સુચિતા ખન્ના અંજલિને કાબૂમાં રાખે છે

&TV પર મેરી હાનિકારક બીવીમાં પુષ્પા ઉર્ફે સુચિતા ખન્ના અને દેવિના ઉર્ફે અંજલિ મુખી વચ્ચે બનતું નથી ત્યારે હવે તેમની નોકઝોક નવી સપાટીએ પહોંચી છે. તેમની નોકઝોક ભારતીય માર્ગો પૂરતી સીમિત નહોતી, પરંતુ આ બંને મલેશિયામાં અને અંજલિ નિ:સહાય નહીં બની જાય તેની ખાતરી રાખવા માટે તેને કાબૂમાં રાખવા સુચિતા પ્રયત્નશીલ છે તે બધા માર્ગો પર જોવા મળે છે.

વારતા અનુસાર દેવિના હંમેશાં પુષ્પાને પરિવારમાં તે પ્રાપ્ત કરી શકે તે ઘર અને સંપત્તિથી દૂર રાખવા માગે છે. પુષ્પા સાથે આખરે છુટકારો મેળવાની મજબૂત કટિબદ્ધતા સાથે દેવિના તેને ગેરમાર્ગે દોરવા અને રસ્તા પર નિ:સહાય છોડીને તેને ઘર શોધતી કરવા માટે યોજના બનાવે છે. તેને અનેક વાર તેણે એકલી છોડી હતી, પરંતુ તેની યોજના હંમેશાં નિષ્ફળ જતી હોવાથી પુષ્પા હવે ચતુરાઈથી કામ લેવા અને દેવિના પર કાબૂ રાખવાનું નક્કી કરે છે, જેથી તે ક્યારેય ગુમ નહીં થઈ શકે. ક્રોધિત દેવિના તેની યોજના નિષ્ફળ જવાથી નાસીપાસ થઈને પુષ્પાના વિચિત્ર અને હાસ્યસભર નિર્ણયો સામે સંઘર્ષ કરતી જોવા મળે છે. મલેશિયાના સુંદર સનવે લગૂનમાં શૂટ દરમિયાન આ મહિલાઓ કૂલ સમર લૂક માટે નિયમિત રીતે વાઈબ્રન્ટ સાડીઓમાં જોવા મળતી હતી.

આ વારતામાં તેના પાત્રની ભૂમિકા વિશે વધુ બોલતાં અંજલિ મુખિયા ઉર્ફે દેવિના કહે છે, દેવિના ખરેખર પુષ્પાથી દૂર રહેવા માગે છે, પરંતુ તેને અંકુશમાં રાખવાના મારા બધા પ્રયાસ નિષ્ફળ જાય છે. આ શૂટ કરતી વખતે તે મને સર્વત્ર ધક્કો મારતી અને ખેંચતી રહી અને હું તેને ઠપકો આપી રહી હતી, એમ તે હસતાં હસતાં કહે છે. તેની ટ્રિપ વિશે રોમાંચિત થતાં તે કહે છે, મલેશિયામાં અમારું શિડ્યુલ વ્યસ્ત હોવા છતાં અમે ઘણાં બધાં સ્થળો જોયા છે, પરંતુ અમે શાકાહારી ખાવાનું શોધવા માટે ઘણી બધી મથતા હતા. અમારી હોટેલની સામે અમુક રેસ્ટોરાંએ અમારી ભૂખ સંતોષી.

આ રોમાંચ વિશે ઉમેરો કરતાં સુચિતા ખન્ના ઉર્ફે પુષ્ણા કહે છે, મલેશિયામાં શૂટ કરતી વખતે અમારા શૂટ્સ વચ્ચે સમય મળતાં અમુક સ્થળો અને શોપિંગ કરવા જઈને સમયનો સદુપયોગ કર્યો હતો. અમે સાડીમાં હોવાથી અમુક લોકો વિસ્મયથી અમને જોતા હતા. અમે ત્યાં એક સુંદર સ્થળે શૂટ કરતાં હતાં, પરંતુ સીન્સ જે રીતે લખાયાં અને પ્રસ્તુત કરાયાં હતાં તે બહુ મજેદાર હતાં. હાસ્યનો તે ઉત્તમ સ્પર્શ હતો. આશાસ્પદ રીતે દર્શકોને આ મોજીલું તત્ત્વ પણ બહુ ગમશે એવી આશા છે.

વધુ જાણવા માટે જોતા રહો મેરી હાનિકારક બીવીનું મલેશિયા સ્પેશિયલ, દરેક સોમવારથી શુક્રવાર, રાત્રે 10, ફક્ત &TV પર.