the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સુપરશક્તિ મેલિટીક્સ બીએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ

સુપરશક્તિ મેલિટીક્સ બીએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ (અન્ય)

સુપરશક્તિમેટાલિક્સ લિમિટેડ (એસએમએલ) એ સાઈ ગ્રૂપનો એક ભાગ છે જેણે પોતાની જાતને એક જાણીતું ગ્રુપં બનાવ્યું છે અને તે લોખંડ અને સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગમાં તેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એસએમએલ સેમી ફીનીશ્ડ પ્રોડકટ (એટલે કે બિલ્લેટ) માટે ૧,૩૫,૦૦૦ એમટીપીએની સ્થાપિત ક્ષમતા સાથે સ્ટીલ મેલ્ટિંગ સેકશનને ચલાવી રહી છે તેમ જ વાયર રોડ, એચબી વાયર્સ, બાઈન્ડિંગ વાયર્સ વગેરેનું ઉત્પાદન કરવા માટે ૧૬૨૦૦૦ એમટીપીએની સ્થાપિત ક્ષમતા સાથે રોલિંગ મિલ સેક્શનનું ચલાવી રહેલ છે.
તેની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૬૦૦૨૦૦ ઈકવીટી શેર રૂ. ૩૭૫ ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૬૦.૦૧ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં ૮૦૦૦૦૦ શેર વેચાણ માટેના શેર છે જયારે ૮૦૦૨૦૦ જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૭.૦૭.૨૦૧૮ ના રોજ ખુલી ખુલશે અને તા. ૨૦.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૭.૭૭% હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્શિયલ સર્વિસીસ લી. છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. તેની સંપૂર્ણ ઇક્વિટી, ડિમર્જરની યોજનાનું પરિણામ છે (તેભાવોભાવો થયેલ છે). પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૬૪.૬૧, રૂ. ૭૧.૯૬, રૂ. ૭૯.૮૯ અને રૂ.૧૦૦.૭૧ છે. પોસ્ટ ઇશ્યૂ, એસએમએલની હાલની ભરપાઈ થયેલ ઈક્વીટી મૂડી જે રૂ. ૪.૯૬ કરોડ છે તે વધીને રૂ. ૫.૭૬ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીના છેલ્લા ત્રણ નાણાકીય વર્ષનું ટર્નઓવર /ચોખ્ખો નફો રૂ. ૨૪૫.૬૭ કરોડ / રૂ. ૦.૭૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૩૦૧.૦૨ કરોડ / રૂ. ૦.૫૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૩૬૦.૦૯ કરોડ / રૂ. ૧૨.૩૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) થયેલ છે. ના. વ. ર૦૧૮ માં બોટમ લાઈનમાં એકાએક કૂદકો એક અને બધા માટે વાસ્તવિક અજાયબી છે જે ઇન્વેન્ટરી અને અન્ય ખર્ચાઓના સમાયોજનનું પરિણામ છે. તા. ૩૧.૩.૨૦૧૮ના એન એ વી રૂ. ૧૧૦.૦૩ના આધારે ઈસ્યુ ભાવ ૩.૪૧ પી/ઈ રેશિયોથી આવે છે અને ફાળવણી પછીના એન એ વી રૂ. ૧૪૬.૮૨ ના આધારે ૨.૫૫ ના પી/બીવીથી આવે છે.છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧૩.૧૧ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧ર.૦૯ ટકા (ના. વ. ર૦૧૮ના માની ન શકાય તેવા જોરદાર નફાની મદદથી) દર્શાવેલ છે. જો આપણે તેમની ના. વ. ર૦૧૮ની કમાણીને ધ્યાનમાં લઈએ અને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલી ભાવ લગભગ ૧૭ના આસપાસના પી ઈ રેશિયોથી આવે છે. જે સામે આ ઉદ્યોગના શેર ૧૪ના પીઈની આસપાસ વેચાઈ રહેલ છે, તેથી આ ઈસ્યુનો ભાવ આક્રમક છે. તેમના ઓનફર ડોકયુમેન્ટ મુજબ તેમણે આધુનિક ઈન્ડ., ગેલેન્ટ મેટલ અને કામધેનું ને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે, જેઓ હાલમાં અનુક્રમે ૭પ, ૬ અને ૩ર (તા. ૧૦.૭.૧૮)ના પી ઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. આ કંપની હાઈ વોલયુમ અને લો માર્જીન બિઝનેસ કરે છે. તેમનો ડેબ્ટ રેશીયો તા. ૩૧.૩.૧૮ના રોજ ૦.૪૧ હતો.
મર્ચંટ બેંકના મોરચે,છેલ્લા ચાર વર્ષમાં આ તેમની ૩૪મી કામગીરી છે અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દીવસે ૩ ઈસ્યુ ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, ૩ ઈસ્યુ ભાવોભાવ અને બાકીના ૧% થી ૬% પ્રિમિયમથી ખુલેલ હતા. આ રીતે તેમનો ટ્રેકરેકર્ડ નબળો છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ના. વ. ર૦૧૮ની કમાણી સાથે, કંપનીએ કંઈક અદ્‌ભૂત કરેલ છે, આ રૂખ આગળ ઉપર પણ સાતત્ય બતાવશે તે અંગે શંકા છે.તેથી જેના હાથ પર વધારાની રોકડ હોય, અને જોખમ પ્રત્યે સજાગ હોય તેવા રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.