સેંસેક્સ કારોબારના અંતે ૩૫૫૭૫ની સપાટીએ

સેંસેક્સ કારોબારના અંતે ૩૫૫૭૫ની સપાટીએ

ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સ અંતે ૭૧ પોઇન્ટ ઘટીને બંધ
નેશનલ એલ્યુમિનિયમ કંપની અને વેદાંતાના શેરમાં તીવ્ર ઘટાડો થયો : નિફ્ટી ૨૦ પોઇન્ટ ઘટી આખરે બંધ રહ્યા

મુંબઇ,તા. ૫
શેરબજારમાં આજે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટાટા સ્ટીલના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. ચીન ઉપર અમેરિકી ટેરિફ લાગૂ કરવાની સમય મર્યાદા દેખાઈ રહ્યા છે. તેની અસર પણ જોવા મળી શકે છે. બીએસઈ સેંસેક્સ આજે ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. નેશનલ એલ્યુમિનિયમ કંપની અને વેદાંતાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસ અને એપીઆઈપી ટેકનોલોજીના શેરમાં ઘટાડો થયો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ઇન્ફોસીસના શેરમાં સૌથી વધુ ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો બોલી ગયો હતો. ટાઇટરેંજમાં કારોબાર થયો હતો. ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાના અમેરિકાના નિર્ણયને લઇને ફાઈનાન્સિયલ બજારો હચમચી ઉઠ્યા હતા. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૯ ટકાનો અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાની તૈયારીમાં છે. આની સીધી અસર વૈશ્વિક બજારો ઉપર થશે. સરકારે તમામ ચીજો માટે એમએસપીમાં વધારો કરતા તેની અસર પણ જોવા મળી હતી. ખેડૂતોને ૫૦ ટકા વધુ રેટ ઉત્પાદન કરતા વધુ આપવાની દિશામાં સરકારે વચન પાળ્યું છે. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે.માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૪૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૦ની સપાટીએ રહ્યો હતો.