સેમ્બકોર્પ એનર્જીને ધ ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો

સેમ્બકોર્પ એનર્જીને ધ ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો

ગુરુગ્રામ, ૦૬ જુલાઈ, ૨૦૧૮ઃ સેમ્બકોર્પ એનર્જી ઇન્ડિયા લિમિટેડ (એસઇઆઈએલ)ને વર્ષ ૨૦૧૮ માટે પ્રતિષ્ઠિત “ગોલ્ડન પીકોક એવોર્ડ ફોર એન્વાયર્ન્મેન્ટ મેનેજમેન્ટ” એનાયત કરવામાં આવ્યો છે. એસઇઆઈએલને આ એવોર્ડ નેલ્લોરમાં તેનાં સુપરક્રિટિકલ પાવર જનરેશન પ્લાન્ટમાં પર્યાવરણ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં વિવિધ ઉપયોગી પહેલો હાથ ધરવા માટે એનાયત કરવામાં આવ્યો હતો.

આજે આ એવોર્ડ સમારંભ નવી દિલ્હીમાં “પર્યાવરણમાં પરિવર્તનો અને આબોહવામાં ફેરફાર પર સમારંભની ૨૦મી વાર્ષિક વિશ્વ કોંગ્રેસ”માં ભારતમાં ફિનલેન્ડનાં રાજદૂત શ્રીમતી નિના વાસ્કુન્લાહતીએ એસઇઆઈએલની ટીમને એનાયત કર્યો હતો. આ પ્રસંગે ભારત સરકારનાં પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર મંત્રાલયનાં સચિવ શ્રી સી કે મિશ્રા, ભારત સરકારનાં સ્ટીલ મંત્રાલયનાં સચિવ ડો. અરુણા શર્મા અને ભારત સરકારનાં અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસ મંત્રાલયનાં સચિવ ડો. અરુણ કુમાર પાંડા ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્ષ ૧૯૯૧માં ભારતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા શરૂ થયેલ ધ ગોલ્ડન પીકોક એવોર્ડ કોર્પોરેટ ઉત્કૃષ્ટતાનો માપદંડ ગણાય છે. વ્યવસાયો અને ઉદ્યોગો વચ્ચે વ્યાપક સ્વીકાર્યતા સાથે આ ‘એવોર્ડ સર્ટિફિકેશન’એ આંતરરાષ્ટ્રીય સ્તરે હરિફો વચ્ચે માન્યતા અને પ્રોત્સાહન મેળવ્યું છે. ભારતની સર્વોચ્ચ અદાલતનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ (ડો.) અરિજિત પસાયતની અધ્યક્ષતા હેઠળ જ્યુરીએ ચાલુ વર્ષ માટે વિજેતાઓની પસંદગી કરી હતી.