હું ભારત સાથે વાતચીત કરવા તૈયારઃ ઈમરાન ખાન

હું ભારત સાથે વાતચીત કરવા તૈયારઃ ઈમરાન ખાન
ઈમરાન ખાને ચૂંટણીમાં જીત હાંસલ કર્યા પછી પહેલી વખત દેશ કે નામ સંબોધનમાં કહ્યું, હું ઈન્સાનિયતથી ભરેલું પાકિસ્તાન બનાવીશ

ઇસ્લામાબાદ
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં જીત મેળવીને પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના પ્રમુખ ઈમરાન ખાને પહેલી વખત જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે, તે દેશને ઈન્સાનિયતભર્યો મુલ્ક બનાવશે. અમે અશક્ત અને ગરીબો માટે કામ કરીશું.
તેમને વધુમાં કહ્યું કે, અલ્લાહે મને મોકો આપ્યો છે. મને પાકિસ્તાનની સેવા કરવાનો મોકો મળ્યો છે. પાકિસ્તાન માટે મેં ૨૨ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. રાજનીતિમાં આવ્યા પાછળનું રહસ્યનો ખુલાસો કરતા ઈમરાને કહ્યું, હું જણાવવા માંગું છું કે ૨૨ વર્ષ પહેલા રાજનીતિમાં કોણ આવ્યું જેને ઉપરવાળાએ તમામ આપ્યું. હું કશું કર્યા વગર પણ આરામથી જીવન પસાર કરીશકું છું, પરંતુ જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મેં ઘણી એવી પરિસ્થિતિઓનો જોઈ છે. દેશમાં ભ્રષ્ટાચારને જોતા રાજનીતિમાં આવવા માટે મજબૂર થયો હતો.
ઈમરાને કહ્યું, હું પાકિસ્તાનને કરેલા તમામ વાયદાઓ નિભાવીશ. મને મારા ઘોષણા પત્રને લાગૂ કરવાનો મોકો મળ્યો છે. આ ચૂંટણીમાં ઘણા લોકોએ પોતાની કુર્બાની આપી છે. પાકિસ્તાનના લોકોએ લોકતંત્રને મજબૂત કર્યું છે.
ઈમરાન ખાને ચૂંટણીમાં જીત હાંસલ કર્યા પછી પહેલી વખત દેશ કે નામ સંબોધનમાં કહ્યું, હું ઈન્સાનિયતથી ભરેલું પાકિસ્તાન બનાવીશ. અશક્ત લોકો માટે કામ કરીશ. મુલ્કની ઓળખ અમીરીથી નથી થતી પરંતુ ગરીબ લોકોની જિંદગી કેવી હોય છે અને તેઓ કંઈ રીતે રહે છે, તેનાથી થાય છે.
ઈમરાને કહ્યું, અમે પાકિસ્તાનને એવી રીતે ચલાવીશું, જેમને પહેલા ક્યારેય કોઈને નહીં ચલાવ્યો હોય. અત્યાર સુધી જે હુક્મરાન આવ્યા તેમને પોતાની શાન અને શોખો પાછળ ખર્ચ કર્યો, તેમના ફાલતું ખર્ચાઓનો કારણે લોકો ટેક્ષ ભરતા નહોતા. પહેલા લોકો પોતાના માટે ખર્ચ નહીં કરે. અમે એવો માહોલ બનાવીશું કે લોકો ટેક્સ ભરવા માટે આગળ આવશે. સરકારના રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરીશ. ઈમરાને એવું પણ કહ્યું કે, હું વડાપ્રધાન આવાસમાં નહીં રહું. વડાપ્રધાન આવાસમાં રહેતા મને શરમ આવશે.
વિદેશ નીતિને લઈને પાકિસ્તાનમાં મોટા પડકારો છે. આતંકવાદ અમારા માટે મોટો પડકાર છે. આપણે આપણા પાડોશીઓથી સંબંધો સારા કરવા પડશે. સૌથી મહત્વપૂર્ણ પાડોશી દેશ ચીન છે. આ દેશ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. ચીને પોતાની નજીક ૭૦ કરોડ લોકોને ગરીબીની જિંદગીમાંથી બહાર કાઢ્યા અને તેમને એક સારી જિંદગી આપી છે. અમે તેમના પાસેથી કંઈક શીખવા માટે અમારા લોકોને ત્યાં મોકલીશું.
ઈમરાને પાડોશી દેશોના નામ જણાવતા સૌથી પહેલા ચીનની વાત કરી, ત્યારબાદ અફઘાનિસ્તાન, ઈરાન, સઉદી અરબ, ત્યારબાદ હિન્દુસ્તાનનું નામ લીધું હતું. હિન્દુસ્તાનમાં મને બોલીવુડનો વિલન ગણાવ્યો. હું હિન્દુસ્તાનને ખુબ સારી રીતે જાણું છું. આ સિવાય ઈમરાને કહ્યું કે, ભારત-પાકિસ્તાને અંદરોઅંદર ચર્ચા કરીને કાશ્મીરનો મુદ્દો ઉકેલવો જોઈએ.