the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

૨૦૧૯ની ચુંટણી મોદી માટે પડકાર હશે ???

૨૦૧૯ની ચુંટણી મોદી માટે પડકાર હશે ???

નરેન્દ્ર મોદીને શાસનની ધૂરા સંભાળ્યાને લગભગ સાડા ચાર વર્ષ જેટલો ગાળો પસાર થયો છે, તેમને આ સમય દરમ્યાન અનેક વિટંબણાઓ પસાર કરી, અને મીડિયાને પણ ચીયરલીડરમાં તબદીલ કરી દીધું અને તેમના પોતાના લોકોએ પણ હવે એ નક્કી કરી દીધું છે કે મોદી મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપી શક્યા નથી.રાહુલ ગાંધીએ અઢળક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય હુમલો કર્યો અને મોદીએ ’જુમલા સ્ટ્રાઇક્સ’ને ભારતના લોકો વિરુદ્ધ ગણાવી.રાહુલે મોદીજીના અબજપતિઓ સાથેના સંબંધો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.ભાજપ આ અવિશ્વાસ પ્રસ્તાવ માટે અલગ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો.તેમનો વિચાર એવો હતો કે મોદી એક છટાદાર ભાષણ આપીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની દિશા નક્કી કરશે.મોદી પહેલાંથી જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી ચૂક્યા છે પણ તેઓ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે વિજેતા સાબિત થયા નથી.જોકે, આ ભાજપના અધ્યક્ષ અમિત શાહનો વિચાર હતો કે અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂર કરીને વિપક્ષને બોલવા માટે વધારે સમય ન આપવો.જેના થકી વિપક્ષને વિખેરાયેલું બતાવવું તથા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએને મજબૂત ગઠબંધન સ્વરૂપે રજૂ કરે.ભાજપના સૌથી જૂના સહયોગી શિવસેનાએ ૨૦ વર્ષ જૂનો સાથ છોડી ચૂકી છે અને નવો રસ્તો પસંદ કર્યો છે.જોકે, આ અવિશ્વાસનો પ્રસ્તાવ ભાજપની સહયોગી રહેલી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) તરફથી જ આવ્યો હતો.ટીડીપીએ જણાવ્યું કે મોદીએ તેમને દગો આપ્યો છે અને તેઓ નાટક કરતા ’અભિનેતા’ છે.ટીડીપીની તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે આ લડાઈ નૈતિકતા વિરુદ્ધ બહુમતીની છે.મોદી તેમના ભાષણ દરમિયાન ગુસ્સામાં દેખાતા હતા. એવું લાગતું હતું કે મોદી તેમના રંગમાં નથી. મોદી જે રીતે આલોચના કરતા હતા એનાથી લોકો તેમની સાથે જોડાયા હોય તેવું લાગતું ન હતું. ભાજપની યોજના છટાદાર ચૂંટણી પ્રચાર શરૂ કરવાની હતી પણ નેતા તરીકે મોદી આશાઓ પર સાચા સાબિત થયા નથી.મોદીએ વિપક્ષ પર હુમલા કર્યા પણ એ હુમલાઓમાં પંચનો અભાવ જોવા મળ્યો.જોકે, એનાથી એવો અંદાજ પણ આવે છે કે કોઈ નેતા મુશ્કેલ પ્રશ્નોને કેવી રીતે હૅન્ડલ કરે છે.મોદીએ મીડિયાથી અંતર રાખ્યું છે. તેમણે પોતાના કાર્યકાળમાં એક પણ પત્રકાર પરિષદ યોજી નથી.એવું લાગે છે કે પ્રશ્નોનો સામનો કરવો તેમને અઘરો લાગે છે. વિશેષ વાત એ છે કે સંસદની અંદર પણ મોદી પડકારોથી બચતા રહે છે.વિપક્ષની આલોચના કરતા તેઓ વ્યક્તિગત બાબતો પર હુમલા કરવા લાગે છે અને તેનું સ્તર પણ નીચું લઈ જાય છે.તેઓ પોતાની સામાન્ય પૃષ્ઠભૂમિની વાતનું પણ એટલું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે હવે એ વાતો ઘસાઈ ગયેલી લાગે છે.મનમોહન સિંઘ પણ સામાન્ય પૃષ્ઠભૂમિના જ છે પણ તેમણે ક્યારેય આ બાબતને મુદ્દો બનાવી નથી અને વારંવાર તેનું પુનરાવર્તન પણ નથી કર્યું.૨૦૧૯ની સામાન્ય ચૂંટણી વડા પ્રધાન મોદી માટે સરળ નહી હોય, તેમણે પોતાનો અંદાજ અને સ્ટાઇલ બદલવા અંગે વિચારવું પડશે.રાહુલ ગાંધીએ તેમના ભાષણથી એટલો સંકેત તો આપી દીધો છે કે આવનારો સમય નરેન્દ્ર મોદી માટે પડકારજનક સાબિત થશે.માત્ર વિરોધપક્ષનાં નેતા કે કોંગ્રેસની બુરાઇ કરવાથી આ જંગ જીતી શકાય તેમ નથી. પણ બીજી બાજુ જોઈએ તો, આ સાથે સાથે શ્રી મોદી જે કાર્ય કરી રહેલ છે, સામાન્ય જન માટે જે વિચારી રહ્યા છે, જે યોજનાઓ લાવી રહ્યા છે, તેવાં કાર્યો અગાળના વડાપ્રધાનોએ પણ કર્યા હશે પણ તેની ખાસ નોંધ જોવાતી નથી, કદાચ તેમણે કાર્યોનું ઢોલ પિટ્યું નહીં હોય, પણ, વૈશ્વિક રીતે શ્રી મોદી એક લીડર તરીકે ઉભરી રહેલ છે, તેની કોઈ ના પાડી શકે તેમ નથી, ત્યારે આ બાબતો સામાન્ય માણસના સમજમાં આવતી નથી, કે તેઓ શું કાર્ય કરી રહેલ છે, અને કઈ દીશામાં આગળ વધી રહેલ છે, તેમનો ગુપ્ત એજંડા શું છે ? અને બીજા રાજકીય પક્ષોને પણ આ વાતો સમજવી નથી, કારણ કે તેમાં તેમને પોતાના અસ્તિત્વનું જોખમ લાગે છે, આ કારણે પણ હવે પછીની ચૂંટણી મોદી માટે એક પડકાર બની રહેશે. જો કે શ્રી મોદી પડકાર વચ્ચે જીવનાર માણસ છે, અને બીજી વાત , લોકોના માનસને બદલાતાં કયાં વાર લાગે છે ? આમ છતાં એક વાત તો છે જ કે હવે બધા પક્ષો મિશન ર૦૧૯ ની પાછળ પડી ગયા છે.