૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઈને ડરી બીજેપીઃ સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ સર્વે પ્રમાણે દેશની ૫૪૩માંથી એનડીએને ૨૭૪, યુપીએને ૧૬૪ અને અન્યને ૧૦૫ સીટો મળવાનું અનુમાન

૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઈને ડરી બીજેપીઃ સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ સર્વે પ્રમાણે દેશની ૫૪૩માંથી એનડીએને ૨૭૪, યુપીએને ૧૬૪ અને અન્યને ૧૦૫ સીટો મળવાનું અનુમાન

નવીદિલ્હી
વર્ષ ૨૦૧૯ માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે ૨૦૧૯ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત ૧૫૦ સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.
ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં મીડિયાએ એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.
છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ ૨૮૨ સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની ૫૪૩માંથી એનડીએને ૨૭૪, યુપીએને ૧૬૪ અને અન્યને ૧૦૫ સીટો મળવાનું અનુમાન છે. યુપીએને ૧૦૪ સીટોનો ફાયદો થવાનું અનુમાન છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઈને ડરી બીજેપીઃ સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટસર્વે પ્રમાણે દેશની ૫૪૩માંથી એનડીએને ૨૭૪, યુપીએને ૧૬૪ અને અન્યને ૧૦૫ સીટો મળવાનું અનુમાન