3600 કરોડના અગસ્તા વેસ્ટલેંડ કૌભાંડ મામલે EDએ દાખલ કરી પૂરક ચાર્જશીટ, ત્યાગીને બનાવાયા આરોપી

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર કૌભાંડ મામલામાં ઈડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટ એરફોર્સના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી, તેમના બે પિતરાઈ ભાઈઓ, વકીલ ગૌતમ ખેતાન, બે ઈટાલિયાન દલાલ અને ફિનમેક્કાનિકાના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

ઈડીએ આ ચાર્જશીટ ખાસ સરકારી વકીલ એન.કે મત્તા દ્વારા વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારની અદાલતમાં દાખલ કરી છે. આ મુદ્દે 20 જૂલાઈએ સુનાવણી થઈ શકે છે. એસપી ત્યાગી સહિત ત્રણેય ત્યાગી ભાઈઓ, ખેતાન, ઈટાલિયન દલાલ કાર્લો ગેરોસા તેમજ ગાઈડો હેશ્કે અને અગસ્તા વેસ્ટલેન્ડની મુળ કંપની ફિનમેક્કાનિકાને આરોપી બનાવી છે.

ચાર્જશીટમાં તેમના પર લગભગ 2.8 કરોડ યૂરોની મની લોન્ડ્રીંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ઈડીએ કહ્યુ કે આ પૈસાની ઘણી વિદેશી કંપનીઓની મદદથી લોન્ડ્રીંગ કરવામાં આવી છે. અદાલત 3,600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલીકોપ્ટર સોદાથી સંબંધીત મની લોન્ડ્રીંગ મામલાની સુનાવણી કરી રહી છે