ટ્‌વેન્ટી મેચમાં પાકિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની ૯ વિકેટે જીત

સ્ટેનલેકે ૮ રન આપી ચાર વિકેટો ઝડપી
ટ્‌વેન્ટી મેચમાં પાકિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની ૯ વિકેટે જીત
જીતવા માટે ૧૧૭ રન ઓસ્ટ્રેલિયાએ ૧૦.૫ ઓવરમાં બનાવ્યા : ફિન્ચના છ છગ્ગાઓ સાથે ઝંઝાવતી ૬૮ રન

હરારે,તા. ૨
હરારે ખાતે શરૂ થયેલી ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આજે પાકિસ્તાન ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. ૫૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટેનલેકે ચાર ઓવરમાં ૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના ૧૧૭ રન ઓસ્ટ્રેલિયાએ ૧૦.૫ ઓવરમાં બનાવી લીધા હતા. કેપ્ટન તરીકે મેદાનમાં રહેલા ફિન્ચે ૩૩ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ ૬૮ રન બનાવ્યા હતા જ્યારે હેડ ૧૮ બોલમાં ૨૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ ત્રિકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ તરીકે યજમાન ઝિમ્બાબ્વેની ટીમ છે. ઓસ્ટ્રેલિયાનો દેખાવ જોરદાર રહ્યો હતો.
હરારે સ્કોરબોર્ડ
પાકિસ્તાન ઈનિંગ્સ :
હાફીઝ કો. ફિન્ચ બો. સ્ટેનલેક ૦૦
ફખર કો. કેરી બો. સ્ટેનલેક ૦૬
તલત કો. ફિન્ચ બો. સ્ટેનલેક ૧૦
સરફરાઝ કો. ફિન્ચ બો. સ્ટેનલેક ૦૪
શોએબ રનઆઉટ ૧૩
આશીફ અલી બો. સ્ટેનોઇસ ૨૨
શાદાબ કો. હેડ બો. ટાઈ ૨૯
ફાઇમ કો. ટાઈ બો. રિચર્ડસન ૨૧
નવાઝ કો. અગર બો. ટાઈ ૦૬
હસન કો. અગર બો. ટાઈ ૦૦
ઉસ્માન અણનમ ૦૦
વધારાના ૦૫
કુલ (૧૯.૫ ઓવરમાં ઓલઆઉટ ) ૧૧૬
પતન : ૧-૦૦, ૨-૧૨, ૩-૧૯, ૪-૨૪, ૫-૪૭, ૬-૬૧, ૭-૯૨, ૮-૧૧૪, ૯-૧૧૬, ૧૦-૧૧૬.
બોલિંગ : સ્ટેનલેક : ૪-૦-૮-૪, રિચર્ડસન : ૪-૦-૨૨-૧, સ્ટેનોઇસ : ૩-૦-૧૭-૧, ટાઇ : ૩.૫-૦-૩૮-૩, અગર : ૪-૦-૨૭-૦.
ઓસ્ટ્રેલિયા ઈનિંગ્સ :
શોર્ટ કો. હુસૈન બો. હસનઅલી ૧૫
ફિન્ચ અણનમ ૬૮
હેડ અણનમ ૨૦
વધારાના ૧૪
કુલ (૧૦.૫ ઓવરમાં ૧ વિકેટે) ૧૧૭
પતન : ૧-૩૫.
બોલિંગ : ઉસ્માન : ૩-૦-૩૧-૦, નવાઝ : ૨-૦-૨૨-૦, હસનઅલી : ૨-૦-૧૮-૧, શાદાબ : ૩.૫-૦-૪૧-૦.