અમરનાથ દર્શન માટે ૪૧૯૫ લોકો રવાના : સઘન સલામતી

દર્શન કરનારાઓની સંખ્યા ૧૮૭૩૦૦ સુધી પહોંચી
અમરનાથ દર્શન માટે ૪૧૯૫ લોકો રવાના : સઘન સલામતી
શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે : ઉત્સાહ અકબંધ

શ્રીનગર,તા. ૧૬
અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૪૧૯૫ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. ખીણ માટે ૨૪૫૫ અને ૧૭૪૦ શ્રદ્ધાળુઓની બે બેચ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થઇ હતી. ૨૪૫૫ યાત્રી બલતાલ માટે રવાના થઇ હતી. જ્યારે ૧૭૪૦ શ્રદ્ધાળુઓની ટુકડી પહલગામ માટે રવાના થઇ હતી. અમરનાથ યાત્રામાં હજુ સુધી દર્શન કરનાર લોકોની સંખ્યા ૧૮૭૩૦૦ સુધી પહોંચી ગઇ છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૮૭ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાબાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નુનવાન બેઝકેમ્પ માટે ૧૪૮૦ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ૩૬ કિલોમીટરના પહેલગામ ટ્રેક ઉપર આ શ્રદ્ધાળુઓ રવાના થયા છે જ્યારે બીજા ૧૪૪૨ શ્રદ્ધાળુઓ ૧૨ કિલોમીટરના ટુંકા બાલતાલ રુટ ઉપર રવાના થયા છે. હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.

ઉત્સાહની સાથે સાથે...

અમરનાથ યાત્રા જોરદાર રીતે જારી
અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧૮૭૩૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે
અમરનાથમાં દર્શન કરવા માટે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે
આજે વહેલી પરોઢે ૪૧૯૫ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી
પહેલગામ અને બલતાલ રૂટ માટે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના કરવામાં આવી
શ્રદ્ધાળુઓની બંને ટુકડીમાં મહિલાઓ અને સાધુ-સંતો પણ સામેલ
અમરનાથમાં પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓને ઉત્સાહ અકબંધ રહ્યો છે
અમરનાથમાં કોઈપણ બનાવ ન બને તે માટે આ વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતે આ વખતે અમરનાથયાત્રામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અમરનાથ યાત્રા રક્ષાબંધન સુધી ચાલનાર છે
અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી અનેક વખત બંધ રખાઈ છે