મહારાષ્ટ્રમાં એનડીએમાં ‘બ્રેક અપ’, શિવસેનાએ કહ્યું વર્ષ ૨૦૧૯માં એકલા લડશે ચૂંટણી

મહારાષ્ટ્રમાં એનડીએમાં ‘બ્રેક અપ’, શિવસેનાએ કહ્યું વર્ષ ૨૦૧૯માં એકલા લડશે ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ બંને દળોમાં ટકરાવ શરૂ

મુંબઇ
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે રહેલું ગઠબંધન તૂટવાનું લગભગ નિશ્રિત થઈ ગયું છે. ભાજપ પછી શિવસેનાએ પણ સોમવારે એલાન કર્યું કે તે વર્ષ ૨૦૧૯મા થનારી લોકસભાની ચૂંટણીઓ એકલાં જ લડશે. શિવસેનાએ કહ્યું કે ૨૫ વર્ષથી તે આ ગઠબંધનમાં સડી રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર ચલાવી રહ્યાં છે. શિવસેના ભલે જ ગઠબંધનથી અલગ થવાની વાત કરી હોય, પણ અત્યારસુધી બંને સરકારોમાં તેમના નેતા કેબિનેટ મંત્રી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ મોદી સરકારનું સમર્થન કર્યું નહોતું. તે પછી બંને દળોની વચ્ચે અંતર વધી ગયું છે.
ઉલ્લેખનિય છે કે શિવસેના અને ભાજપ લાંબા સમયથી એક સાથે છે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ બંને દળોમાં ટકરાવ શરૂ થઈ ગયો હતો. એ કારણે બંને વિધાનસભા ચૂંટણીમાં અલગ અલગ ઉતર્યા હતા. જો કે કોઈ દળને બહુમતિ ન ળતા બંને દળોએ મળીને સરકાર બનાવી હતી. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાન દરમિયાન શિવસેનાએ મોદી સરકારનું સમર્થન કર્યું ન હતું. એ પછી બંને દળોની વચ્ચે ટકરાવ વધતો ગયો.
મુંબઈ નગર નિગમની ચૂંટણી અને ઉપચૂંટણીમાં બંને દળો અલગ અલગ ભાગ્ય અજમમાવ્યું છે.શુક્રવારે સંસદમાં શિવસેનાએ ભાજપનો સાથ ન આપી અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન કર્યું પણ સંસદમાં ચર્ચામાં પણ ભાગ લીધો નહોતો. એ તમમામ વાતોને ધ્યાનમાં રાખતા, ભાજપે આગામી લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં એકલા જ લડવાનો સંકેત આપ્યો છે.
અવિશ્વાસ પ્રસ્તાન દરમિયાન શિવસેનાએ દરખાસ્તની વિરોધમાં મત આપવા માટે પહેલાં વ્હિપ આપ્યો હતો. પણ પછી વ્હિપ પાછો લઈ લીધો હતો. એટલું જ નહિં, શિવસેના નેતાઓએ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણના ખુલીને ભારે વખાણ કર્યા હતા. શિવસેનાના પગલાંથી ભાજપ નારાજ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ સીટો છે. અને વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. અને બંને જગ્યાએ શિવસેના અને ભાજપ વચ્ચે તાલમેલ છે. એટલું જ નહિ બીએમસીમાં પણ બંને દળોની ગઠબંધનની સરકાર છે.ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર ભાજપ નેતાઓ અને સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓની સાથે એક બેઠક કરી હતી. બેઠકનને સંબોધિત કરતા અમિત શાહે કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની તમામ સીટો પર એકલા ચૂંટણી લડવા માટે સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીઓની તૈયારીઓ કરવાનું કહ્યું હતું. તેમણે તો એમ પણ કહ્યું કે રાજ્યમાં ભાજપની સ્થિતિ એટલી મજબૂત હોવી જોઈએ કે જો શિવસેના કોંગ્રેસ અને એનસીપી મળીને પણ ચૂંટણી લડે તો પણ ભાજપને હરાવી ન શકે.