મહિન્દ્રાએ ઇન્ટરમીડિએટ કમર્શિયલ વ્હિકલ્સ (ICV)ની નવી વૈશ્વિક-કક્ષાની રેન્જ ફ્યુરિયો લોંચ કરી

મહિન્દ્રાએ ઇન્ટરમીડિએટ કમર્શિયલ વ્હિકલ્સ (ICV)ની નવી વૈશ્વિક-કક્ષાની રેન્જ ફ્યુરિયો લોંચ કરી

 સંપૂર્ણ રેન્જ ધરાવતી કમર્શિયલ વ્હિકલ કંપની બનવા સજ્જ 

 

  • પિનઇન્ફેરિના દ્વારા ડિઝાઇન કરેલ ફ્યુરિયો ડિઝાઇન અને એન્જિનીયરિંગ ઉત્કૃષ્ટતામાં નવા માપદંડો સ્થાપિત કરશે

  • સૌથી વધુ સલામત, વધારે અર્ગોનોમિક અને સુવિધાજનક કેબિન ઓફર કરે છે

  • રૂ. 600 કરોડનાં રોકાણ સાથે વિકસાવવામાં આવી

  • ફ્યુઅલ સ્માર્ટ ટેકનોલોજી સાથે અતિ-કાર્યદક્ષ, લાઇટ વેઇટ, ઓછું ઘર્ષણ, MDI ટેક એન્જિનથી સજ્જ

  • ભારતમાં વિવિધ પ્રકારનાં માર્ગો પર 1,000થી વધારે પરીક્ષણોમાં 17 લાખથી વધારે કિમીની સફરમાં પરીક્ષણો થયાં હતાં

  • પૂણે નજીક ચાકણમાં મહિન્દ્રાની વૈશ્વિક કક્ષાની ઉત્પાદન સુવિધામાં ઉત્પાદન થશે

  • સતત વધતાં અને વિસ્તૃત સર્વિસ અને સ્પેર્સ નેટવર્કનો ટેકો મળશે, જેમાં 100 3S ડિલરશિપ, 149 ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર્સ, 2,900 રોડસાઇડ આસિસ્ટન્સ પોઇન્ટ, 1,600 રિટેલ આઉટલેટનું સ્પેર્સ નેટવર્ક તથા પાર્ટ્સ પ્લાઝામાં સ્થિત 32 વ્યૂહાત્મક સ્થાનો

ચાકણ, 24 જુલાઈ, 2018: 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રાનાં ટ્રક એન્ડ બસ ડિવિઝન (MTBD)એ આજે ઇન્ટરમીડિએટ કમર્શિયલ વ્હિકલ (ICVs)ની સંપૂર્ણપણે નવી બ્રાન્ડ રેન્જ પ્રસ્તુત કરી હતી. ફ્યુરિયો કંપનીનાં ICV સેગમેન્ટમાં પ્રવેશ સમાન છે અને મહિન્દ્રાને સંપૂર્ણ રેન્જ ધરાવતી કમર્શિયલ વ્હિકલ કંપની બનાવશે.

મહિન્દ્રા ફ્યુરિયો મહિન્દ્રાનાં 500થી વધારે એન્જિનીયર, 180 સપ્લાયરનાં પ્રયાસોનાં સમન્વય તથા
રૂ. 600 કરોડનાં રોકાણનું પરિણામ છે.

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર ડો. પવન ગોએન્કાએ કહ્યું હતું કે, “ICV ટ્રકની નવી ફ્યુરિયો રેન્જનું લોંચિંગ અમારાં ટ્રક અને બસ વ્યવસાય માટે નિર્ણાયક ક્ષણ છે, કારણ કે અમે સંપૂર્ણપણે નવી કક્ષામાં પ્રવેશ કર્યો છે અને સંપૂર્ણ રેન્જ ધરાવતી કમર્શિયલ વ્હિકલ કંપની બની ગયાં છીએ. પિનઇન્ફેરિના પ્રેરિત ડિઝાઇન સાથે ફ્યુરિયો અમારાં માટે અને કદાચ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનશે, જે નવી ટ્રકને સૌથી વધુ સલામત, સૌથી વધુ સુવિધાજનક અને અનુકૂળ કેબિન ધરાવતાં ટ્રકમાં સ્થાન આપે છે તેમજ નવા માપંદડો સ્થાપિત કરશે. મને ખાતરી છે કે, બ્લેઝો HCV સીરિઝની જેમ ICVની ફ્યુરિયો રેન્જ પર્ફોર્મન્સ, આવક અને ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય આપવાની દ્રષ્ટિએ નવા માપદંડો સ્થાપિત કરશે.”

ICV રેન્જનાં લોંચિંગ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ કહ્યું હતું કે, “મહિન્દ્રા ફ્યુરિયો મહિન્દ્રાની ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ વાહનો આપવાની ક્ષમતાનો પુરાવો છે, કારણ કે આ ગ્રાહક પાસેથી પ્રાપ્ત જાણકારીઓ પર આધારિત છે. ફ્યુરિયોનું લોંચ મહિન્દ્રાનાં HCV રેન્જનાં ટ્રક બ્લેઝોનાં સફળ લોંચ પછી થયું છે, જેનાં પરિણામે મહિન્દ્રા માટે વોલ્યુમ અને બજારહિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. ICVની આ નવી રેન્જ ઉપરાંત એમટીબી ભારતીય સીવી બજારમાં સંપૂર્ણ ટ્રેકિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે બહાર આવશે.”

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં મહિન્દ્રા ટ્રક એન્ડ બસ એન્ડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ડિવિઝન્સ  સીઇઓ વિનોદ સહાયનાં જણાવ્યા મુજબ, “ભારતીય ICV ગ્રાહકો ટ્રક ખરીદવાનું પસંદ કરે છે, જે વધારે આવક, ઓછો કાર્યકારી ખર્ચ, વધારે સલામતી, સંશોધિત અર્ગોનોમિક્સ, સુવિધાજનક સવારી અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક કક્ષાની માલિકીનો અનુભવ આદર્શ પેકેજ આપી શકે છે. અમારી ફ્યુરિયો ટ્રકની નવી રેન્જનું નિર્માણ આ પાસાંઓ આસપાસ સચોટ રીતે થયું છે અને અમને ખાતરી છે કે આ ટૂંક સમયમાં ICV ગ્રાહકો માટે પસંદગી બનીજશે. મહિન્દ્રા ટ્રક અને બસ ડિવિઝનમાં અમે અમારાં પોર્ટફોલિયોને સુધાર્યો છે અને અમારાં ગ્રાહકોને સુનિશ્ચિતતા પૂરી પાડે છે, જેનાં પરિણામે અમે બજારમાં ઝડપથી વૃદ્ધિ કરવા સક્ષમ બન્યાં છીએ. આગળ જતાં અમે ICV કેટેગરીમાં વ્યવસાય કરવાની રીતને નવેસરથી પરિભાષિત કરવા સજ્જ છીએ અને અમને આશા છે કે, એ સેગમેન્ટ નોંધપાત્ર હિસ્સો ધરાવશે.”

ICV ટ્રાન્સપોર્ટર્સને અપેક્ષા છે કે, ફ્યુરિયો વધારે માઇલેજ, ઓછા મેઇન્ટેનન્સ અને વધારે લોડનું વહન કરવા વધારે પાવર મારફતે તેમનાં કાર્યકારી અર્થતંત્રમાં સુધારો કરશે. આ બાબતને ધ્યાનમાં રાખીને MDI ટેકથી સજ્જ ICV એન્જિન ઇંધણનો અસરકારક ઉપભોગ કરવા મહિન્દ્રાની ફ્યુઅલ સ્માર્ટ ટેકનોલોજી સાથે સજ્જ હશે. આ ટેકનોલોજીની મુખ્ય બાબત મલ્ટિમોડ સ્વિચ છે, જે લોડ અને રોડની સ્થિતિમાં ઇંધણનો અસરકારક ઉપભોગ કરવા સક્ષમ બનાવે છે. આ ઉપરાંત MDI ટેક એન્જિન લાઇટ વેઇટ હશે અને તેની કાર્યદક્ષતાને વધુ વધારવા ઓછું ઘર્ષણ ધરાવશે. એન્જિન ઓછા RPM પર ઊંચો ટોર્ક ઓફર કરશે, જે ઇન્ટર-સિટી અને ઇન્ટ્રા-સિટી ટ્રાફિક એમ બંને પ્રકારની સ્થિતિમાં વધારે પર્ફોર્મન્સ તરફ દોરી જશે. તેનાં વિકાસ દરમિયાન એન્જિન ટેસ્ટિંગમાં પરીક્ષણનાં વિવિધ ચક્રોમાં દરેક ચક્રમાં 8,000 કલાકનાં એક્સલરેટેડ ટેસ્ટિંગનાં બે તબક્કા સામેલ હતાં.

 

ICVની મહિન્દ્રા ફ્યુરિયો રેન્જનું નિર્માણ

ફ્યુરિયોની વિકાસપ્રક્રિયા વર્ષ 2014માં ઉત્પાદન વિભાવનાથી શરૂ થઈ હતી, જેમાં હાલની અને પરોક્ષ જરૂરિયાતો પર ઉપયોગી માહિતી મેળવવા ભારતભરમાંથી 500થી વધારે ગ્રાહકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિકાસપ્રક્રિયાને પ્રમાણભૂત બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ સ્ટ્રેટેજીને મજબૂત કરવા માટે ક્વોલિટી ફંક્શન ડિપ્લોયમેન્ટ પદ્ધતિને અનુસરવામાં આવી હતી, જે તમામ મુખ્ય મોડલની મોડ્યુલરિટી તરફ દોરી ગયું છે.

પ્રોડક્ટને વિકસાવવાની સફરમાં મહિન્દ્રાનાં 500થી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતાં. આશરે 180 સપ્લાયર્સ પ્રોજેક્ટની વિભાવનાનાં તબક્કાથી સંકળાયેલા હતાં. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ફ્યુરિયોની અત્યાધુનિક કેબિન ઇટાલીનાં પ્રસિદ્ધ ડિઝાઇન હાઉસ પિનઇન્ફેરિનાએ તૈયાર કરી હતી, જે નવા ટ્રકને ઉદ્યોગમાં સૌથી વધુ સલામત, સૌથી વધુ સુવિધાજનક અને અનુકૂળ કેબિન ધરાવતાં ટ્રકમાં સ્થાન અપાવે છે.

ICVની ફ્યુરિયો રેન્જ વેલિડેશન પ્રોસેસ અને ટ્રાયલ દરમિયાન માર્ગ પર 17 લાખ કિમીથી વધારેની સફર કરી હતી. ઉપરાંત તમામ ઘાટ, ઊંચાનીચા અસમાંતર માર્ગો, શહેરો અને રાજ્યોનાં હાઇવે (સિંગલ અને ડબલ લેન રોડ)માં હાઇવે પર ટકાઉક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ હાઇ અને લો સ્પીડ ઉપયોગિતાઓ ચકાસવામાં આવી હતી. આ પ્રકારનાં 1,000થી વધારે પરીક્ષણો હાથ ધરવામાં
આવ્યાં હતાં.

માળખાનું ડ્યુરેબિલિટી વેલિડેશન તમામ 4 પ્લેટફોર્મને સાંકળીને વાહનની 10 વર્ષની સર્વિસ લાઇફને સમકક્ષ હતું. ઉપરાંત દરિયાની સપાટીથી સર્વોચ્ચ સપાટી સુધીનાં પરીક્ષણો અને સબ-ઝીરોથી અતિ ઊંચા તાપમાનમાં પણ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં.

ફ્યુરિયો ICV રેન્જનું ઉત્પાદન મહિન્દ્રા વ્હિકલ્સ મેનુફેક્ચરિંગ લિમિટેડે પૂણે નજીક ચાકણમાં કંપનીનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઉત્પાદન પ્લાન્ટમાં કરશે.