ઍક્ટર વૃષિકા મહેતા શોના પ્રમોશન માટે અમદાવાદમાં

ઍક્ટર વૃષિકા મહેતા શોના પ્રમોશન માટે અમદાવાદમાં 

ye teri

 અમદાવાદ, 27 જુલાઈ 2018: આપણા સમાજમાં વ્યક્તિનું કૌટુંબિક બૅકગ્રાઉન્ડ અને ઉછેરને ઘણી વખત વ્યક્તિની ક્ષમતાઓ અને જીવનમાં મેળવેલી સિદ્ધિઓ કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પોતાની મૂળ વિચારધાર આજ લિખેંગે કલને અનુરૂપ અને મુશ્કેલીઓનો સમાનો કરીને સંજોગો પર વિજય મેળવતા અને પોતાની નિયતિને બદલતા ભારતીય મધ્યમવર્ગના ઉત્સાહને વર્ણવતી વાર્તાઓ દર્શાવવાના સાહસને અનુરૂપ ઝી ટીવીએ યે તેરી ગલિયાં નામની નવી પ્રેમકથા શરૂ કરી છે. સિનેવિસ્ટાસ દ્વારા નિર્મિત યે તેરી ગલિયાં 25 જુલાઈ 2018ના રોજ પ્રિમિયરથી રજૂ થઈ હતી અને સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે ઝી ટીવી પર આવે છે. તે દર્શકોને બે નિર્દોષ બાળકો શાંતનુ અને પુચકીની વાર્તા કહે છે, જેમનો ઉછેર કોલકતામાં સોનાગાછીના રેડ લાઇટ વિસ્તારમાં થઈ રહ્યો છે. એક સુંદર મૈત્રીની શરૂઆત બાદ સંજોગોની થપાટને કારણે તેઓ અલગ પડે છે. છોકરાનો ઉછેર સોનાગાછીથી દૂર થાય છે અને તે વિદેશમાં અભ્યાસ કરે છે, બીજી તરફ છોકરી રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં ઉછરે છે અને એક એનજીઓ ખાતે બાળકો માટે ડાન્સ ટીચર બને છે. શું મોટાં થઈને તેઓ બંને પ્રેમીઓ તરીકે ભેગાં થઈ શકશે અથવા શું બૅકગ્રાઉન્ડ અને ઉછેરનું સામાજિક દબાણ તેમના માર્ગોમાં અવરોધ ઊભો કરશે? આ વર્ષની સૌથી મોટી પ્રેમકહાની યે તેરી ગલિયાં ધંધાદારી સેક્સ વર્કરો માટે અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ માટે પોતાની વાસ્તવિકતાથી ઉપર ઊઠીને, ઉજ્જવળ ભવિષ્ય માટે પગભર થવાની અને સમાજમાં માન-આદર પામવાની સમાન તકો વિશે મજબૂત સંદેશ આપે છે.  આખરે તમારા રૂટ્સ એટલે કે મૂળ નહિ પરંતુ તમે કયો રૂટ એટલે કે રસ્તો પસંદ કરો છો તે વધારે મહત્ત્વનું છે!  શોને પ્રમોટ કરવા માટે ઍક્ટર વૃષિકા મહેતાએ આજે પોતાના વતન અમદાવાદની મુલાકાત લીધી હતી.

સિટિ ઑફ જૉય કહેવાતા કોલકાતાની પૃષ્ઠભૂમિમાં આકાર લેતા શોમાં ઍક્ટરો વૃષિકા મહેતા (પુચકી ઉર્ફે અસ્મિતા) અને મનીષ ગોપલાની (શાંતનુ તરીકે) મુખ્ય ભૂમિકામાં છે. પુચકી અત્યંત સ્વતંત્ર અને આત્મવિશ્વાસથી સભર છે. તે એક સુંદર છોકરી છે જેનો ઉછેર કોલકતામાં સોનાગાછીના રેડ લાઇટ વિસ્તારમાં થયો છે. તે મોટી થવાની સાથે નિર્ભય, સ્વતંત્ર છોકરી બને છે જે પોતાની શરતોએ જીવવા માગે છે અને એક એનજીઓ સાથે કામ કરે છે, જ્યાં તે નાનાં બાળકોને દુર્ગા માની મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે શીખવે છે. પુચકીનો જીવન પ્રત્યેનો અભિગમ આધુનિક, ઉદારમતવાદી છે, જેના કારણે તે એવી રૂઢિઓને સતત પડકારતી રહે છે જેનાથી વ્યાવહારિકતા, પ્રગતિશીલ વિચારસરણી અને ન્યાયમાં અવરોધો આવે.  બાળપણના એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે શાંતનુ એ પુચકી માટે જાણે એક વિશ્વ છે, તેથી તે સોનાગાછી છોડીને જાય છે ત્યારે પુચકીનું જીવન ખોરંભે ચડે છે. વર્ષો વીતવાની સાથે અને શાંતનુ અને પુચકી મોટાં થવાની સાથે તેમની પ્રેમકથા પર પુચકીના મૂળ અને બૅકગ્રાઉન્ડનો ઓછાયો પડે છે, જેને કારણે શોમાં ઘણો ડ્રામા સર્જાય છે.

પોતાના પાત્ર વિશે વાત કરતાં વૃષિકા મહેતા કહે છે કે પુચકી પોતાના મૂળને અતિક્રમીને આગળ આવેલી છોકરી છે જે સિદ્ધિઓ મેળવવાના પથ પર અગ્રેસર છે અને પોતાના સ્વપ્નો સિદ્ધ કરવા તૈયાર છે. પાત્રાલેખન રસપ્રદ હોવાની સાથે સાથે શો એક વચન પણ આપે છે કે તે વ્યક્તિના બૅકગ્રાઉન્ડ સાથે કોઈ સંબંધ વિના બધા માટે સમાન તકોનો મજબૂત અને સકારાત્મક સંદેશ આપે છે. મને ડાન્સિંગ ખૂબ ગમે છે અને પુચકી એ આ શોમાં ડાન્સ ટીચર છે. ડાન્સ મને મારી લાગણીઓને વ્યક્ત કરવામાં સહાયક થતો હોવાથી મારી ખુશીઓમાં ઓર વધારો થાય છે.  મને આશા છે કે દર્શકો મને આ નવા અવતારમાં પસંદ કરશે અને હું નવા સફરમાં જે સાહસ ખેડવા જઈ રહી છું તેમાં મને તેમનો પૂરો ટેકો મળી રહેશે.” વધુમાં તે કહે છે, “હું શૂટિંગ અને મારા કામ માટે કામચલાઉપણે મુંબઈ રહેવા આવી છું, પરંતુ મારું દિલ તો અમદાવાદમાં છે. આજે આ શહેરમાં આવવાનો મને ખૂબ આનંદ છે અને મારા હોમટાઉનમાં શોને પ્રમોટ કરતાં રોમાંચ અનુભવું છું. પોતાના પ્રેમ અને શુભેચ્છાઓની મારા પર વૃષ્ટિ કરવા બદલ હું મારા તમામ દર્શકમિત્રો અને પ્રશંસકોની આભારી છું. હું અહીં સુંદર પળો વિતાવવા અને મા કે હાથ કા ખાનાનો આનંદ લેવા માટે ઉત્સુક છું.”

 

આ શોમાં રેની ધ્યાની, લવિન ગોઠી, શુભાંગી લાટકર, આનંદી ત્રિપાઠી, આકાંક્ષા સરીન અને અન્ય કલાકારો સહિતના મજબૂત અભિનેતાઓ પણ છે.

સોમવારથી શુક્રવાર ઝી ટીવી પર સાંજે 7 વાગ્યે યે તેરી ગલિયાં જુઓ