વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે એઇસીસી ગ્લોબલ દ્વારા ૩૧ જુલાઇએ ઓસ્ટ્રેલિયા એડમીશન ડેનું આયોજન કરાયું

વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે એઇસીસી ગ્લોબલ દ્વારા ૩૧ જુલાઇએ ઓસ્ટ્રેલિયા એડમીશન ડેનું આયોજન કરાયું

• ૩૦ વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને મળવાની તક
• યુનિવર્સિટીના કોર્સ, પ્રોગ્રામ અને સ્કોલર્શિપ અંગે ઉંડાણપૂર્વક જાણકારી મળશે
• કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને એપ્લીકેશન અને પ્રોસેસિંગ ફીમાં રાહત મળશે

અમદાવાદ, ૨૫ જુલાઇ, ૨૦૧૮ – ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે એઇસીસી ગ્લોબલ દ્વારા ૩૧મી જુલાઇના રોજ હોટલ હયાત્ત વસ્ત્રાપુર ખાતે ઓસ્ટ્રેલિયા એડમિશન ડે તથા ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાની ટોચની ૩૦થી વધુ યુનિવર્સિટીઝ ભાગ લેશે તથા યુનિવર્સિટીના પ્રતિનિધિઓ વન-ટુ-વન મીટીંગ માટે ઉપસ્થિત રહેશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેવાં સંજોગોમાં આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા એડમિશન ડેમાં આવીને શૈક્ષણિક સંસ્થાની માહિતી તેમજ તેના દ્વારા ઓફર કરાતા વિવિધ કોર્સ અને પ્રોગ્રામ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ સહિતના વિવિધ પ્રશ્નો કરીને તેનો ઉકેલ પણ મેળવી શકશે. આ સંસ્થાઓ વિવિધ પ્રકારની સ્કોલર્શિપ પણ ઓફર કરે છે અને યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ ટ્યુશન ફી ઉપર ૧૦થી૫૦ ટકા સુધીની સ્કોલર્શિપ પણ મેળવી શકે છે. યુનિવર્સિટીમાં અરજી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા એડમીશન ડેમાં ઉપસ્થિત રહીને એપ્લીકેશન અને પ્રોસેસિંગ ફીમાં રાહત પણ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે એઇસીસી ગ્લોબલ અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ર્ય્૮ (ગ્રુપ ઓફ ૮) યુનિવર્સિટીઝ, એટીએન (ઓસ્ટ્રેલિયા ટેક્નોલોજી નેટવર્ક) યુનિવર્સિટીઝ સહિતની સંસ્થાઓ ભાગ લેશે. આ યુનિવર્સિટીઝ કોર્સિસની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૪૦થી વધુ બેચલર્સ, માસ્ટર્સ અને ડબલ ડિગ્રીના વિકલ્પો ઉપલબ્ધ છે.