યુરેકા ફોર્બસે દેશભરમાં પાણી દૂષિત થવાની વધતી સમસ્યાને પહોંચી વળવા માટે ફ્રી વોટર ટેસ્ટની પહેલ કરી

30મી જુલાઈ, 2018:- જળ શુદ્ધિકરણ શ્રેણીમાં આગેવાન યુરેકો ફોર્બલ લિમિટેડે આજે પાણી દૂષિત થવાની સમસ્યાઓ પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિના ભાગરૂપે ભારતનાં 15 શહેરોમાં ફ્રી કસ્ટમાઈઝ્ડ વોટર ટેસ્ટ સેવા શરૂ કર્યાની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ યુરેકા ફોર્બસે ભારતમાં 500 રિટેઈલ સ્ટોર્સમાં ખાસ ઝોન્સ સ્થાપિત કર્યા છે, જે લોકોને તેમના પાણીની ગુણવત્તા તપાસવા માટે અને તેનાં આરોગ્ય હિતો જાણવા માટે પરીક્ષણ કરવામાં મદદ કરશે. મોટા ભાગના લોકો પીવાના સુરક્ષિત અને આરોગ્યવર્ધક પાણીનું મહત્ત્વ સમજે છે ત્યારે યોગ્ય શુદ્ધિકરણ પદ્ધતિ વિશે જાગૃતિનો અભાવ મોટે ભાગે આરોગ્યની સમસ્યાઓ પેદા કરે છે.
વોટર એઈડ દ્વારા તાજેતરના અહેવાલ અનુસાર વાર્ષિક આશરે 37.7 મિલિયન ભારતીયો જળજન્ય રોગોથી અસરગ્રસ્ત હોય છે, 1.5 મિલિયન બાળકો અતિસારથી મૃત્યુ પામે છે અને જળજન્ય રોગોથી 73 મિલિયન કામકાજના દિવસોનું નુકસાન થાય છે. ઉપરાંત બિન- ઉપચારિત કચરો ફેંકવાથી પેદા થતા સપાટીની જળના વધુ પડતા શોષણ અને વધુ પડતા પ્રદૂષણ, ઔદ્યોગિક કચરાનું ડમ્પિંગ અને કૃષિ ખેતીઓથી દૂર ભાગવાને લીધે ભૂજળ સંસાધનો પર દબાણ વધ્યું છે. આને કારણે ભૂજળ ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે.
જળ શુદ્ધિકરણ શ્રેણીમાં આગેવાન તરીકે યુરેકા ફોર્બસ ભારતના પાણીને સમજે છે અને વર્ષોથી સુરક્ષિત પીવાના પાણીના કાજની હિમાયત કરી રહી છે. એક્વાગાર્ડ દેશમાં એકમાત્ર વોટર પ્યુરિફાયર બ્રાન્ડ છે, જેણે ભારતમાં 21 અલગ અલગ પાણીની સ્થિતિઓને દૂર કરવા માટે 21 જળ શુદ્ધિકરણ ટેકનોલોજીઓ વિકસાવી છે.
દરેક પ્રદેશમાં જળની ગુણવત્તા અને મોજૂદ અલગ અલગ પાણીના પ્રદૂષકોનો પ્રકારને લીધે કંપની દરેક શહેરમાં ગ્રાહકલક્ષી પરીક્ષણો હાથ ધરશે. દાખલા તરીકે દિલ્હી અને લખનૌમાં પીવાના પાણીના નમૂનાઓ ટીડીએસ, પીએચ સપાટી અને તેમાંનું કઠણપણું સમજવા માટે પરીક્ષણ કરવામાં આવશે, જ્યારે હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, બેન્ગલોર, ઈન્દોર, ચંડીગઢ, જયપુર, પુણે, કોચિન અને ભુવનેશ્વરમાં ટીડીએસ અને કઠણપણાની સપાટીનું પરીક્ષણ કરાશે. મુંબઈ અને કોચિનમાં પાણીમાં ટીડીએસ અને ક્લોરિનની સપાટી તપાસવામાં આવશે અને કોલકતા તથા પુણેમાં ટીડીએસ, લોહ અને કઠણપણાની સપાટી તપાસવામાં આવશે.
આ પહેલ પાછળના વિચારો વિશે જાણકારી આપતાં યુરેકા ફોર્બસ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી મર્ઝિન આર શ્રોફે જણાવ્યું હતું કે વર્ષોનાં સમર્પિત સંશોધન અને પરીક્ષણ સાથે યુરેકા ફોર્બસે ભારતમાં બદલાતી પાણીની સ્થિતિઓની મજબૂત સમજદારી વિકસાવી છે.