the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગુરૂપૂર્ણિમા ઉત્સવ : તાજપુરાધામ-૨૦૧૮ નિસ્‍વાર્થભાવે લોકોને ઉપયોગી થવાની ભાવનાથી થતા કામોનો વ્‍યાપ વધતો રહે છે : મુખ્‍યમંત્રીશ્રી

ગુરૂપૂર્ણિમા ઉત્સવ : તાજપુરાધામ-૨૦૧૮

નિસ્‍વાર્થભાવે લોકોને ઉપયોગી થવાની ભાવનાથી થતા
કામોનો વ્‍યાપ વધતો રહે છે : મુખ્‍યમંત્રીશ્રી

.. .. .. .. .. ..

ગુજરાતના ખૂબ કલ્‍યાણ અને છેવાડાના માનવીના વિકાસના
આશિર્વાદની મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કરી કામના

.. .. .. .. .. ..

મુખ્‍યમંત્રીશ્રીએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે તાજપુરાધામના

બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ભાવસભર ગુરૂવંદના

.. .. .. .. .. ..

આધ્‍યાત્‍મની સાથે આરોગ્‍ય સેવાધામ નારાયણ આઇ હોસ્‍પીટલના

૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું કર્યું લોકાર્પણ

.. .. .. .. .. ..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્‍યાપ ઇશ્‍વરકૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્‍યું કે સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્‍વરના રૂપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્‍યાણકારી માર્ગ ચીંધ્યો છે. ગુરૂપુર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્‍પ વ્‍યકત કરવાની સાથે ગુજરાતના ખૂબ કલ્‍યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી.

        મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્‍ય ગુજરાતમાં પંચમહાલ જિલ્‍લાના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્‍પીટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકોર્પણ કર્યુ હતું. તેમણે તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્‍થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે પૂ.બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્‍ટી મંડળને અભિનંદન પાઠવ્‍યા હતા. ભાવિકોએ મુખ્‍યમંત્રીશ્રીને સદ્ ગુરૂદેવ અને નારાયણ ભગવાનના જયનાદોથી વધાવી લીધા હતા. ધામ સંચાલકોએ મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કર્યું હતું અને પરમપૂજ્ય નારાયણ બાપુની છબી અપર્ણ કરી હતી.      

મુખ્ય ટ્રસ્‍ટીશ્રી રાજેશભાઇ રાજગોરે સૌને આવકારતા જણાવ્યું હતું કે ‘‘દરિદ્ર નારાયણની સેવા એ જ પ્રભુસેવા’’ ના સૂત્રને સાકાર કરવા ટ્રસ્‍ટ વિનામૂલ્‍યે આરોગ્‍ય સેવા કરે છે અને અત્રેની નેત્ર સારવાર સુવિધાનો ૧૧ લાખથી વધુ જરૂરીઆતમંદ દર્દીઓએ લાભ લીધો છે. શ્રી ભરતસિંહ પરમારે જણાવ્‍યું હતું કે બાપુની કૃપાથી તાજપુરા તેજપુરા બની રહે એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના શબ્દો સાર્થક થઇ રહયા છે.

        આ પ્રસંગે કાલોલના ધારાસભ્‍ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ યાદવ, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ રાઠવા, હાલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી સુભાષભાઇ પરમાર, નારાયણ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટરશ્રી ગોપાલભાઇ શેઠ, કાર્યકારી કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી  એ.જે.શાહ, આઇ.જી.રેન્‍જ શ્રી મનોજ શશીધરન, જિલ્‍લા પોલીસ વડા શ્રી રાજેન્‍દ્ર ચુડાસમા, મહાનુભાવો અને ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.